શુ અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ હિંમત સિંહ ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા છે !
શુ હિંમત સિહ ભાજપની બી ટીમ છે તેવી ચર્ચાએ ફરી જોર પકડયું !
શુ હિંમત સિંહ હવે સત્તાની મલાઇ ચાટવા માટે ભાજપ ભણી જશે તેવી ચર્ચા કાર્યકર્તાઓ વચ્ચે ફરી શરુ !
વિશ્વ શાંતિ માટે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પુર્વ મંત્રી અને હાલના ભાજપના બે ધારાસભ્ય સાથે દેખાયા
કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે ફોટો પોસ્ટ કરીને પોતાનું રાજીનામુ આપવાનું નાટક પણ કર્યું
વિશ્વ શાંતિ માટે વૃંદાવન ખાતે શ્રીમદ ભાગવત કથા ના ધાર્મિક પ્રસંગે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જુદા જુદા સમાજના અગ્રણીઓ સાથે ભાગવત કથામાં હાજરી આપી
તો સાથે બાપુનગર અને શાહીબાદ મેધાણીનગરના મહિલા ધારાસભ્ય તો સાથે પુર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા