By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમાં ફોર્ડ કંપનીને કેવી રીતે ટાટા મોટર્સે કરી હસ્તગત ! શુ છે રાજ્ય સરકારની ભુમિકા !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગુજરાતમાં ફોર્ડ કંપનીને કેવી રીતે ટાટા મોટર્સે કરી હસ્તગત ! શુ છે રાજ્ય સરકારની ભુમિકા !
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં ફોર્ડ કંપનીને કેવી રીતે ટાટા મોટર્સે કરી હસ્તગત ! શુ છે રાજ્ય સરકારની ભુમિકા !

Web Editor Panchat
Last updated: May 30, 2022 11:25 am
Web Editor Panchat Published May 30, 2022
Share
SHARE

ગુજરાતમાં ફોર્ડ કંપનીને કેવી રીતે ટાટા મોટર્સે કરી હસ્તગત ! શુ છે રાજ્ય સરકારની ભુમિકા !

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત સરકાર, ટાટા મોટર્સની સબસિડીયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર સંપન્ન થયા હતા.

ગુજરાત સરકારે 2011માં ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે કરેલા સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટના અનુસંધાને તથા ટાટા મોટર્સની પેટાકંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ વચ્ચે થયેલી સમજૂતીના સંદર્ભમાં આ ત્રિપક્ષીય સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.

તદઅનુસાર, ટાટા મોટર્સ લિમિટેડ ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સાણંદ પ્લાન્ટ બધી જ જમીન, બિલ્ડિંગ અને વ્હીકલ એસેમ્બલી, પ્લાન્ટની મશીનરી સાથે હસ્તગત કરશે

એટલું જ નહીં, ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટના તમામ કર્મચારીઓને ટાટા મોટર્સમાં સમાવી લેવાશ
.
ફોર્ડ ઈન્ડિયા પ્રા.લિ. સાણંદ ખાતેના પ્લાન્ટમાં એન્જિન ઉત્પાદન યથાવત ચાલુ રાખશે અને આ હેતુસર ટાટા મોટર્સ તેમને લીઝ પર જમીન ઉપલબ્ધ કરાવશે.
ગુજરાત સરકાર નિયમાનુસારની જરૂરી પરવાનગીઓ માટે મદદરૂપ બનશે
આ ઉપરાંત પાણી, વીજળી, એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી કોમન ફેસિલિટીઝ પણ ટાટા મોટર્સ અને ફોર્ડ ઈન્ડિયા વાપરી શકે તે માટે સહયોગ આપશે
.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીર્ઘ દ્રષ્ટિપૂર્ણ અભિગમ અને ત્વરિત નિર્ણાયાક્તા ને પરિણામે આ સમગ્ર વિષયે માત્ર 90 દિવસ ના ટૂંકા ગાળામાં રાજ્ય સરકારે પોઝીટીવ એપ્રોચ દાખવી આ એમ.ઓ.યુ સાકાર થયા છે
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ટાટા પેસેન્જર ઇલેક્ટ્રીક મોબિલિટી લિ. સાણંદ ખાતેના ફોર્ડ પ્લાન્ટની તમામ જમીન, બિલ્ડીંગ, ફોર્ડ વ્હીકલ મેન્યુફેકચરિંગ ફેસિલિટીના પ્લાન્ટ, મશીનરી અને તેના તમામ કર્મચારીઓને સ્વીકારશે.
આ સૂચિત હસ્તાંતરણથી મોટા પ્રમાણમાં બેરોજગારી સર્જાવાનો પ્રશ્ન પણ અટકાવી શકાશે
ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનો ના ઉત્પાદનની શરૂઆત થશે અને પર્યાવરણ પ્રિય ગ્રીન મોબીલીટી ની પહેલમાં ગુજરાત અગ્રેસર રહેશે

આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું

ફોર્ડ મોટર્સ જેવી વિદેશી કંપનીના ટાટા જેવી ભારતીય કંપની દ્વારા સૂચિત હસ્તાંતરણથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો આત્મ નિર્ભર ભારતનો ધ્યેય પાર પાડવાનું એક વધુ કદમ ગુજરાત ભરશે
ફોર્ડ મોટર્સના પ્લાન્ટમાં ૩૦૪૩ સીધી રોજગારી અને અંદાજે ૨૦ હજાર જેટલી આડકતરી રોજગારી આપવામાં આવે છે.

આ પ્લાન્ટ બંધ થવાના કારણે અંદાજે ૨૫ હજાર જેટલા લોકો રોજગારી ગુમાવે તે રાજય સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો હતો.
આ ઉપરાંત આ પ્લાન્ટને સ્પેરપાર્ટસ પૂરા પાડતા એન્સિલરી એકમો પણ બંધ થશે અને તેમાં કામ કરતા કામદારોની રોજગારી ઉપર પણ અવળી અસર પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી
આ સૂચિત હસ્તાંતરણથી હવે તે પ્રશ્ન નું નિવારણ આવી શકશે

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતને ઓટો હબ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સેવા કાળ દરમ્યાન સેવેલા સ્વપ્નને સાકાર કરવા ઔદ્યોગિક નીતિ-૨૦૦૯ અંતર્ગત, રાજ્ય સરકારે મેગા/ ઇનોવેટીવ પ્રોજેકટને સહાય આપવાનું જાહેર કર્યું હતું
.
મેગા/ ઇનોવેટીવ યોજના હેઠળ ફોર્ડ મોટર્સ સાથે રાજ્ય સરકારે-૨૦૧૧માં સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટ (SSA) કર્યા હતા.
ફોર્ડ મોટર્સ દ્વારા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા ખાતે પ્લાન્ટ શરૂ કરવામાં આવેલો હતો

કુલ ૪૬૦ એકર જમીનમાં વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ (૩૫૦ એકર) અને એન્જિન પ્લાન્ટ (૧૧૦ એકર) વિસ્તારમાં આવ્યા છે.

ટાટા મોટર્સ દ્વારા, તેની સબસીડરી ટાટા પેસેન્જર ઇલેક્ટ્રીક મોબિલિટી લિ, તરફથી સાણંદ ખાતેના ફોર્ડ કંપીનીના પ્લાન્ટની કામગીરી હસ્તગત (Acquire) કરવા વિધિસર દરખાસ્ત કરવામાં આવી છે
.હવે ફોર્ડ ઇન્ડિયા ના સાણંદ પ્લાન્ટના કર્મચારીઓનો ઊભો થનારો બેરોજગારીનો પ્રશ્ન પણ આ સૂચિત હસ્તાંતરણથી નિવારી શકાશે અને સ્થાનિકોને પણ રોજગારીના અવસર મળશે.
આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ અંગેના ત્રિ-પક્ષીય સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા

આ ત્રિ-પક્ષીય સમજૂતી કરાર પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા, ટાટા મોટર્સના એમ.ડી શૈલેષ ચંદ્રા તેમજ ફોર્ડ ઇન્ડિયાના ટ્રાન્સફર્મેશન ઓફિસર અને કન્ટ્રી હેડ બાલાસુંદરમએ હસ્તાક્ષર કર્યા હતા.

પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !

રાજ્ય પોલીસ ભેંસોના કતલ પર પાસાને લઇને બદલી શકે છે નિર્યણ !

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

TAGGED:'SANANDautomotivebhupendra ptelford indiagujarathastgatindustriespateltata motars
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?