કેન્દ્રની ભાજપ સરકાર કેમ ગુજરાતને અન્યાય કરી રહી છે? NMCના ખાડે ગયેલા વહીવટ અંગે કેમ પગલા ભરતા નથી? તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજયામં હાલમાં મેડિકલની 41 કોલેજોમા 7250, ડેન્ટલની 13 કોલેજોમાં 1255, આયુર્વેદની 44 કોલેજોની 3473 હોમિયોપેથીમાં 148 કોલેજોની 16538 દેશમાં જયાં સુધી મેડિકલની પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થયા ત્યાંસુધી અન્ય કોઇ કોર્સની નીટ આધારિત પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકે તેમ નથી. માત્ર ચાલુવર્ષે નહી પરંતુ દરવર્ષે આ પ્રકારની સ્થિતિ ઉી કરવામાં આવે છે.કમીશનની અનિર્ણાયક સ્થિતિના કારણે રાજય સરકાર દ્વારા દરવર્ષે જેટલી મેડિકલ કોલેજની જાહેરાત કરવામાં આવે છે તે શરૂ થઇ શકતી નથી. ગતવર્ષે કમીશનની આડોડાઇના કારણે બે સંસ્થાઓએ મેડિકલ કોલેજ શરૂ કરવાની સ્પર્ધામાંથઈ દૂર થઇ ગઇ હતી. ચાલુવર્ષે પણ ત્રણથી ચાર નવી મેડિકલ કોલેજોની મંજુરી આવે તેમ છે. પરંતુ કમીશનની બેદરકારી અને ઢીલીનીતિના કારણે ધીમે ધીમે સંસ્થાઓ મેડિકલ કોલેજની સ્પર્ધામાંથી દૂર થઇ રહી છે. કેન્દ્ર સરકારે તાકીદે નેશનલ મેડિકલ કમીશનમાં યોગ્ય અને જવાબદાર અધિકારીઓની નિયુક્તિ કરવી જોઇએ કે જેથી મેડિકલ અને નીટ આધારિત કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વિશ્વાસ મુકીને તૈયારી કરી શકે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જગ્યાએ નેશનલ મેડિકલ કમીશન અસ્તિત્વમાં આવ્યા બાદ મેડિકલ એજ્યુકેશનની સ્થિતિ સુધરવાના બદલે સતત કથળી રહી છે. કમીશનની અનિર્ણાયકતા અને વારંવાર બદલાતા જતાં નિર્ણયોના કારણે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કમીશન દ્વારા કરાયેલા નિર્ણયોના કારણે મેડિકલ-પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલના વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ભૂતકાળમાં મેડિકલ કોલેજ 10 વર્ષથી ચાલતી હોય તો તેને કાયમી માન્યતાં આપી દેવામાં આવતી હતી. એટલે કે આ કોલેજોએ દરવર્ષે કમીશન સમક્ષ મંજુરી માટે જવાની જરૂર પડતી નહોતી. હવે દરવર્ષે કોલેજોએ મંજુરી લેવી પડે તેવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમના કારણે દરવર્ષે કમીશન દ્વારા ઇન્સ્પેક્શન કરવાનું હોય છે. હાલમાં કમીશન પાસે એટલો સ્ટાફ જ નથી તે નિર્ધારિત સમયમાં દરેક મેડિકલ કોલેજનું ઇન્સ્પેક્શન થઇ શકે. ચાલુ વર્ષે અસંખ્ય મેડિકલ કોલેજનું ઇન્સ્પેક્શન બાકી છે. જેના કારણે કોલેજને મંજુરી મળી નથી. કોલજને મંજુરી ન મળે ત્યાંસુધી પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરી શકાતી નથી. મહત્વની વાત એ કે કમીશનમાં મહત્વની ગણાતી જગ્યાઓ પર કોઇ જવાબદાર અધિકારી જ નથી. જેના કારણે મેડિકલ એજ્યુકેશન માટે જે ઝડપથી નિર્ણય કરવો જોઇએ તે થઇ શકતો નથી. રાજયમાં 81 હજાર વિદ્યાર્થીઓએ નીટ આપ્યા બાદ હવે પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂ થશે તેની રાહ જોઇ રહ્યા છે. મેડિકલની સાથે સાથે ડેન્ટલ અને આયુર્વેદ કે હોમિયોપેથીની પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે. મેડિકલની કાર્યવાહી શરૂ ન થાય ત્યાંસુધી અન્ય કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી પણ થઇ શકે તેમ નથી. હાલ તો રાજયના 81 હજાર મળીને દેશના લાખો વિદ્યાર્થીઓ મેડિકલની પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂ થશે તેની રાહ જોઇ રહ્યા છે.