મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોક ચૌધરી સામે વાઇસ ચેરમેન યોગેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી !
મહેસાણા દૂધ સાગર ડેરીમાં રાજકારણ ગરમ
મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં થયો હોબાળો
ચેરમેન અશોક ચોધરી એ વાઇસ ચેરમેનને લાફો માર્યા નો આક્ષેપ
લાફા મારતા ચશ્મા અને ચેન પણ તોડી નાખ્યા ચેરમેન અશોક ચૌધરીએ
વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું
ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે પહોંચ્યા વાઇસ ચેરમેન યોગેશ પટેલ
યોગેશ પટેલ સાથે ડિરેકટર કનુભાઈ ચૌધરી અને ડિરેકટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા
પ્રશ્ન પૂછતાં ચેરમેન એ ઉશ્કેરાઈ લાફો માર્યો હોવાનો આરોપ
ભાજપના મેન્ડેડ થી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન
દૂધ સાગર ડેરી માં રાજકારણ ગરમ થયું
વાઇસ ચેરમેન મીડિયા ને નિવેદન આપતા ગળગળા થયા
.. યોગેશ પટેલ .. ડેરી વાઇસ ચેરમેન
મહેસાણા
મહેસાણા દૂધ સાગર ડેરી માં લાફો મારવા નો મામલો
આજે બોર્ડ મિટિંગ માં વાઇસ ચેરમેન એ જે પ્રશ્ન કર્યા હતા તેનો અમે જવાબ આપ્યો છે ચેરમેન
તેઓ જાતે જ બોર્ડ રૂમ છોડી ને ગયા છે
અમો એ કોઈ લાફો માર્યો નથી તેમણે કરેલા આક્ષેપ પાયા વિહોણા છે
મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો….
ચેરમેન અશોક ચૌધરી એ વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આક્ષેપ..
વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું…
ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે પહોંચ્યા વાઇસ ચેરમેન યોગેશ પટેલ…
યોગેશ પટેલ સાથે ડિરેકટર કનુભાઈ ચૌધરી અને ડિરેકટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા…
પ્રશ્ન પૂછતાં ચેરમેન એ ઉશ્કેરાઈ લાફો માર્યો હોવાનો આરોપ…
ભાજપના મેન્ડેડ થી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન….
ચૂંટણી પહેલાં ડેરીના ચેરમેન અશોક ચૌધરી ભરાયા, જૂથવાદમાં હવે પોલ ખૂલશે
મહેસાણાની દૂધસાગર ડેરીમાં ભાજપ સમર્થિત અશોક ચૌધરીની પેનલ સાડા ચાર વર્ષથી વહીવટ કરી રહી છે. પહેલાં અઢી વર્ષ સમુસૂતરૂ ચાલ્યા બાદ ડેરીમાં કબજો કરવા માટે અશોક ચૌધરી અને કનુ ચૌધરીની પેનલ સામ સામે આવી ગઈ છે. હવે વાઈસ ચેરમેન યોગેશ પટેલને લાફો માર્યો હોવાનો આક્ષેપ થવાની સાથે આગામી દિવસોમાં મહેસાણા જિલ્લામાં ફરીથી જાતિવાદનું રાજકારણ ગરમાય તેવી શક્યતા છે.
ઉત્તર ગુજરાતમાં સહકારી ક્ષેત્રની સૌથી મોટી ડેરી દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીના વિવાદ બાદ આજે પહેલીવાર ફરી ચર્ચામાં આવી છે. ભાજપ શાસિત ડેરીમાં હવે ડિરેક્ટરોમાં પણ 2 ભાગલા પડતાં આજે મામલો પોલિસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ડેરીના ચેરમેન પદ પર છેલ્લી 2 ટર્મથી બિરાજમાન અશોક ચૌધરી નિર્વિવાદીત રહ્યાં છે પણ આજે ડેરીના વાઈસ ચેરમેને મોટા આક્ષેપો કર્યા છે. હવે ડેરીમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપમાં જ ભાગલા પડતાં આગામી દિવસોમાં ડેરીના રાજકારણમાં નવા ફણગા ફૂટે તો નવાઈ નહીં. ઉત્તર ગુજરાતમાં ચૌધરી અને પાટીદાર સમાજનું વર્ચસ્વ છે. પાટીદારો સહકારી ક્ષેત્ર તો ડેરી સેક્ટર પર ચૌધરી સમાજનો દબદબો છે.