મોદી તો કલ્પવૃક્ષ છે જે માંગો તે મળશે, કેજરીવાલ બાવળ છે જેમાં કાંટા વાગશે, રાહુલ બાબા તો પાક જ સાફ કરી નાંખશે. શિવરાજસિંહ ચૌહાણ
ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલા ભાજપે ગુજરાતનો ગઢ જાળવી રાખવા માટે અન્ય રાજ્ય ના નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મોદી તો કલ્પવૃક્ષ છે જે માંગો તે મળશે, કેજરીવાલ બાવળ છે જેમાં કાંટા વાગશે, રાહુલ બાબા તો પાક જ સાફ કરી નાંખશે. જયારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને વિરમગામ વિધાનસભા બેઠક પર થી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલે ચૂંટણી સભામાં કોંગ્રેસ પર પ્રહાર કરવાનું ચુક્યો ન હતો… તેમણે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધવાનું ચુક્યો ન હતો..કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. ખરેખર તેમણે કોંગ્રેસને જોડવાની જરૂર છે. ગુજરાતમાં ચૂંટણી છે અને તેઓ ભારત જોડો યાત્રામાં છે. તેઓ ચૂંટણી પહેલા ગુજરાત આવશે કે પછી એ સૌથી મોટો સવાલ છે.