અમદાવાદમાં ગુજરાતની વાસ્તવિકતા વ્યક્ત કરતા બોર્ડ લાગ્યા, બોર્ડમાં કોઈએ લખ્યું કે “રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ – ગેંગરેપ થઈ શકે છે”
હર્ષ સંઘવીની પોલીસે ગેંગરેપના પોસ્ટર લગાવી સીએમ ભુપેન્દ્ર પટેલની નાક કાપી !
ગુજરાતમાં ભાજપ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈ અલગ જ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 6500થી વધુ બળાત્કારની ઘટનાઓ ઘટી છે, 36થી વધારે ગેંગરેપની ઘટનાઓ ઘટી છે. ગુજરાતમાં રોજ 5થી વધારે બળાત્કાર થાય છે. અને આજે ગુજરાતના સોલા વિસ્તારમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે “રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ – ગેંગરેપ થઈ શકે છે”. આ ઘટના પર આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે કડક શબ્દોમાં સરકાર સમક્ષ સવાલો પૂછતા કહ્યું કે મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ મહિલા સુરક્ષાની વાતો કરે છે પરંતુ આજે અમદાવાદ જેવા મોટા શહેરમાં ખુલ્લામાં આ બોર્ડ લાગ્યા છે જે ગુજરાતની વાસ્તવિકતા વ્યક્ત કરે છે, અમારો સવાલ ગુજરાતના મુખ્યમંત્રી ને છે કે શું ગુજરાતની મહિલાઓએ રાત્રે ઘરની બહાર નહીં નીકળવાનું કે નહિ નીકળવાનું?
મજાની વાત એ છે કે આ મત વિસ્તાર સ્વય સીએમ ભુપેન્દ્ર પટેલનું છે, અને તેમના વિસ્તારમાં હવે દિકરીઓ સુરક્ષિત નથી, તેઓ રાત્રે કે પછી એકલા નિકળશે તો તેમની ઉપર રેપ થઇ શકે છે,,તેવા બોર્ડ લગાવીને ગુજરાત પોલીસે જ ભાજપના 30 વરસના કુશાસનની પોલ ખોલી નાખી છે, હર્ષ સંઘવી અને ભુપેન્દ્ર પટેલને આ બોર્ડ થકી ગુજરાત પોલીસે અરીસો દેખાડ્યો હોય તેમ લાગી રહ્યો છે, ત્યારે ચર્ચા છે કે શુ પોલીસે જાણી જોઇને ભુપેન્દ્ર પટેલને બદનામ કરવા માટે આ પોસ્ટર્સ લગાડ્યા છે કે પછી જન જાગૃતિના નામે કોઇએ પોલીસને અંધારામા રાખીને લગાવ્યા છે
પીએમ મોદી અને શાહ સમગ્ર વિશ્વમાં દાવો કરે છે કે અડધી રાત્રે પણ ગુજરાતમાં મા દિકરીઓ ગરબા રમી શકે છે કોઇ હાથ પણ અડાડી શકતા નથી,
હવે પોલીસે જાતે આ પોસ્ટર લગાવીને સાબિત કરી દીધુ છે કે અડધી રાત્રે બહેન દિકરીઓ માતાઓને સુરક્ષિત રાખવામાં તે નિષ્ફળ છે, પરિણામે મહિલાઓએ રાત્રે પોતાના રિસ્ક ઉપર નિકળવું અને રેપ કે ગેંગ રેપ થાય તો પોતે જવાબદાર રહેશો,,