કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ થયો
વડોદરામાં ભવ્ય સ્વાગત બાદ આણંદમાં પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી
નવા નિમાયેલા જિલ્લા પ્રમુખો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો
ગંભીરા બ્રિજ દુર્ઘટનાનાં પીડિત પરિવારોને મળી સાંત્વના પાઠવી હતી
મુલાકાત પહેલા રાહુલ ગાંધીને પીડિત પરિવારોને મળતા પોલીસે અટકાવતા વિરોધ થયો
Rahul Gandhi visit gujarat લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા. દરમિયાન, તેમણે આણંદ ખાતે સંગઠનનાં કાર્યક્રમ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી અને નવા નિમાયેલા જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો. પ્રવાસ દરમિયાન, રાહુલ ગાંધીએ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા પશુપાલકો સાથે પણ બેઠક કરી હતી અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાનાં પીડિત પરિવારોને મળી સાંત્વના પાઠવી હતી. જો કે, આ પહેલા પોલીસ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે તકરાર જોવા મળી હતી. પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળતા પોલીસે અટકાવ્યા હોવાનો કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો હતો. ગુજરાત પ્રવાસ પૂર્ણ કરી રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થયા છે.
આણંદમાં પ્રશિક્ષણ શિબિરમાં નવા જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કર્યો
લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી પોતાનો એક દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી જવા રવાના થયા છે. સવારે વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસનાં નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી આણંદ ખાતે નિજાનંદ રિસોર્ટમાં યોજાયેલ પ્રશિક્ષણ શિબિરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવ નિયુક્ત શહેર જિલ્લાનાં અધ્યક્ષો સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીને કેવી રીતે વધુ મજબૂત કરવી ? આવનારી ચૂંટણીઓમાં કેવી રીતે જીત સુનિશ્ચિત કરવી ? તે અંગે રણનીતિ ઘડવા સહિતની તાલીમ આપવા નવા જિલ્લા પ્રમુખો માટે ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે, જેમાં દિલ્હીથી કોંગ્રેસનાં મોટા નેતા આવીને તાલીમ આપશે.
દૂધ ઉત્પાદક સંગોષ્ઠીમાં પશુપાલકો સાથે રાહુલ ગાંધીની વાર્તાલાપ
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બંધન પાર્ટીપ્લોટમાં પશુપાલક આગેવાનો સાથે પણ સંવાદ કર્યો હતો. દૂધ ઉત્પાદક સંગોષ્ઠીમાં પશુપાલકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો અને રાજ્યમાં પશુપાલકો સાથે થતા અન્યાય મુદ્દે ચર્ચા કરી હતી. દૂધ ઉત્પાદક સંગોષ્ઠીમાં રાજ્યમાં ગૌચરની જમીનનો મુદ્દો પણ ચર્ચાઓ હતો અને સહકારી સંઘો અને મંડળમાં ચાલતી મેન્ડેન્ટ પ્રથા અંગે પણ ચર્ચા થઈ હતી.
દૂધ ઉત્પાદકોની વાતને કોંગ્રેસ જન સમર્થન આપશે : લાલજી દેસાઈ
સેવાદળનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ કહ્યું હતું કે, દૂધ સંઘ સાથે સંકળાયેલા 170 લોકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો. દૂધ પેદા કરનાર હાલ દૂધ પી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમણે આરોપ લગાવી કહ્યું કે, દરેક દૂધ સંઘનો વહીવટ ભાજપના નેતાઓ પોતાના મળતિયાને સાથે રાખીને કરે છે. નકલી દૂધનો કાળો કારોબાર પણ ગુજરાતમાં જોવા મળે છે. તેના લીધે લોકો કેન્સર જેવા રોગનો ભોગ બને છે. દૂધ મંડળી અવાજ ઉઠાવે છે તો તે મંડળી બંધ કરીને અવાજ દબાવમાં આવે છે. દૂધ ઉત્પાદકોની વાતને કોંગ્રેસ જન સમર્થન આપશે. દૂધ ઉત્પાદકોનાં મુદ્દાઓને રાહુલ ગાંધી લોકસભામાં પણ ઊઠાવશે. ગુજરાતમાં જો દૂધ ઉત્પાદકો આંદોલન કરશે તો રાહુલ ગાંધી ત્યારે પણ ગુજરાત આવશે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનાનાં પીડિત પરિવારોને મળી સાંત્વના પાઠવી હતી
રાહુલ ગાંધીએ ગંભીર બ્રિજ દુર્ઘટના પીડિત પરિવારો સાથે પણ મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી. આરોપ છે કે મુલાકાત પહેલા રાહુલ ગાંધીને પીડિત પરિવારોને મળતા પોલીસે અટકાવ્યા હતા. પોલીસે પીડિત પરિવારોને અટકાવતા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. 8 જેટલા પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી. દરમિયાન, કોંગ્રેસનાં નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસ પક્ષમાં પહેલા પક્ષને નુકશાન કરનારા નેતાઓને સન્માન મળતું હતું પરંતુ હવે માત્ર પક્ષમાં વફાદારી પૂર્વક કામ કરનારાઓને જ સન્માન મળશે નવા નેતૃત્વ અને નવા ક્લેવર સાથે જનતાની સમસ્યાઓ અને પ્રાણપ્રશ્નોને લડવા મેદાનમાં આવીશું તો ભાજપના ભ્રષ્ટ નિષ્ફળ શાસનથી ત્રસ્ત જનતા જ આપણને ચૂંટણીઓ જીતાડશે
ઈમાનદારી પૂર્વક કામ કરનાર જિલ્લા અઘ્યક્ષો માટે મારા અને ખડગેજી સહિત તમામ નેતાઓના દ્વાર હંમેશા ૨૪ કલાક ખુલ્લા રહેશે
ભાજપ શાસનની ૩૦ વરસની સૌથી નબળી સરકાર હાલમાં રાજય ઉપર શાસન કરી રહી છે. પ્રજા તેનાથી ત્રસ્ત અને નારાજ છે. નવી વિશ્વસનીય નેતાગીરી સાથે નવા કલેવર સાથે આપણે પ્રજા સમક્ષ જઈ તેમની સમસ્યાઓ અને પ્રાણપ્રશ્નોને ઉજાગર કરીશુ તો ગુજરાતની જનતા જરુરથી આપણને સત્તાના સિહાસન સુધી પહોચાડશે.
હું સંગઠન સૃજન અભિયાનનો પાઈલોટ પ્રોજેકટ અન્ય રાજયોમાંથી પણ શરુ કરી શકતો હતો પરંતુ મેં ગુજરાતને જ પસંદ કર્યુ છે તેનું માત્ર કારણ મને ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વિજયની સંભાવનાઓ દેખાઈ રહી છે માટે મેં પાઈલોટ પ્રોજેકટ તરીકે ગુજરાતની પસંદગી કરી છે.
ગુજરાતમાં હંમેશા કોગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચૂટણી જંગ ખેલાય છે. 1 ખેલાય છે. ત્રીજા પક્ષને ગુજરાતની જનતા સ્વીકારતી નથી. રાહુલજી એ પોતાના સંબોધનમાં કહ્યુ હતું કે, ૨૦૧૭ની ચૂંટણીઓ સમયે મેં ફકત ચાર મહિના પહેલા જ ચૂંટણીની બાગડોર સંભાળી હતી અને આપણે સત્તાની ખૂબ જ નજીક પહોચી ગયા હતા. જો સુરતની ૧૬ સીટોમાં ભાજપે રમત ના કરી હોત તો આપણી સરકાર નિશ્ચિત હતી.
દેશમાં ભાજપ મતદાર યાદીઓ સાથે ચેડા કરીને જ સરકારી મશીનરીનો દુરુપયોગ કરી ચૂંટણીઓ જીતે છે. તમામ જિલ્લા અધ્યક્ષોએ પોતાના મતવિસ્તારની મતદારયાદીની ચકાસણી કરવી ખૂબ જ જરુરી છે.
આ વખતે આપણે ૨૦૨૭ની ચૂંટણીઓ જીતવાના પ્રયાસના ભાગરૂપે અઢી વર્ષ અગાઉ ચૂંટણીના મેદાનમાં સક્રિય થવા છીએ તો નિશ્ચિત છે કે આપણે સરકાર બનાવીશું.
નવા નિમાયેલા જિલ્લા પ્રમુખોને આપણે સત્તા આપીએ છીએ કે તેઓ ઉમેદવારને નકકી કરી શકશે. જિલ્લા પ્રમુખો નકારાત્મક અભિપ્રાય આપશે તે ઉમેદવારને ટીકીટની ફાળવણી કરવામાં નહી આવે.
હાલમાં જે જિલ્લા અધ્યક્ષો પર વિશ્વાસ મૂકીને જવાબદારી સોપાઈ છે તેઓ સક્ષમ રીતે જવાબદારી નહી નિભાવે તો તેમને તાત્કાલિક બદલી દેવામા આવશે.
કોઈપણ ઉમેદવાર સંગઠનના સાથ સહકાર વિના પોતાના બળ પર માત્ર ૨૦ દિવસના પ્રચાર દ્વારા ચૂટણી જીતી શકે નહી. આગામી ચૂંટણીઓ આપણે સંગઠનના આધારે જીતવાની