સાણંદ મહેફીલ કાંડમાં પોલીસે રેસોર્ટના માલિક સામે કેમ નથી કાર્યવાહી ! રાજકીય દબાણ કે અધિકારીઓ સામેલ !
કોઇ પણ પ્રકારનો હાઇ પ્રોફાઇલ કેસ હોય, ડ્રગ્સ કે દારૂના મહેફિલ કેસ હોય કે પછી મોટા ઘરના નબીરાઓ પકડાતા હોય તેવામાં ભાગે રેડ કરનારી પોલીસ ભીંસમાં મુકાય છે અથવા તો વિવાદમાં આવે છે. આવી જ સ્થિતિ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની થઈ છે. પ્રતિક સાંઘીએ દારૂ સાથે બર્થ-ડેની ઊજવણી માટે બોલાવેલા 70થી વધુ લોકો પૈકી 40 ટકાએ આલ્કોહોલનું સેવન કર્યું ન હોવાનું સાણંદ પોલીસ કહી રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે, દારૂની મહેફિલમાં હાજર રહેનારા અને કાર્યવાહી વિના છોડી દેવાયેલા યુવક-યુવતીઓના પોલીસે નિવેદન સુદ્ધાં નોંધ્યા નથી. ગણતરીના સમયમાં જ મહેફિલ કેસની કામગીરી આટોપી લઈને ઘટના માટે મુખ્યત્વે જવાબદાર ગ્લેડ વન રિસોર્ટ ના સંચાલકોને ફરિયાદમાંથી બાકાત રાખતા પોલીસ કાર્યવાહી વિવાદ અને ચર્ચામાં આવી છે. સુત્રોનું કહેવુ છે કે આ સંચાલકો ગુજરાતના બહુ મોટા બિલ્ડર ગ્રુપ સાથે સંકડાયેલા છે, પરિણામે રાજકીય દબાણ સીધોદિલ્હી સુધીનો પોલીસ ઉપર પડી રહ્યો છે, ત્યારે રેસોર્ટ સંચાલકોને બચાવવા પોલીસ હવાતિયા મારી રહી છે, સાથે જો આ સંચાલકોને નહીં બચાવવામાં આવે તો કેટલાક પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરી જાય તેવી સંભાવના પણ વ્યક્ત થઇ થઇ રહી છે.
બિલ્ડરને બચાવવામાં કોને છે રસ !
અમદાવાદ પોલીસે સાણંદના જે રેસોર્ટમાં રેઇડ કરીને વિવાદનો મધપૂડો છેડી દીધો છે, સુત્રોની માનીએ તો જેનુ રેસોર્ટ છે તેનો રાજકીયની સાથે સાથે આઇપીએસ અધિકારીઓ સાથે પણ સારો ઘરોબો છે, કેટલાક ઉચ્ચ કહી શકાય તેવા પોલીસ અધિકારીઓ અહી ગોલ્ફ રમવા નિયમીત આવે છે, આની પહેલા પણ સંખ્યાબધ્ધ પાર્ટીઓ એટલે કે માદક દ્રવ્યો સાથેની ઉજવણીઓ થઇ ચુકી છે,ત્યારે પોલીસે કેમ પગલા ન લીધા,,તે પણ એક સવાલ છે, તે સિવાય અનેક વ્યવસાયિક ઉદ્યોગ ઘરાનાઓ માટે પણ આ પાર્ટી કે ઉત્સવ ઉજવવા માટે ફેવરીટ અડ્ડો છે, ત્યારે સવાલ એ થાય છે કે શુ આમાં જે તે બિલ્ડરના વ્યવસાયિક દુશ્મનોએ સ્થાનિક પોલીસ સાથે મળીને ખેલ પાડ્યો છે, એટલે કે શુ વ્યવસાયિક લડાઇમાં પોલીસ હાથો બની ગઇ છે , તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે,
સાણંદના ગોલ્ફ રિસોર્ટમાં પોલીસના દરોડા અને કાર્યવાહી
સાણંદ પોલીસ મથકના પીઆઈ એચ. જી. રાઠોડ હાલ રજા પર છે અને તેમના પોલીસ સ્ટેશનનો ચાર્જ પીઆઈ યુ. બી. જોગરાણા પાસે છે. સાણંદ એસડીપીઓ કચેરીના પીએસઆઈ સી. કે. રાવ ને માહિતી મળી હતી કે, ગ્લેડ વન રિસૉર્ટમાં દારૂ પાર્ટી ચાલી રહી છે. અસલાલી પીઆઈ, બોપલ, ચાંગોદર અને અસલાલીના 1-1 પીએસઆઈ તેમજ સ્ટાફને એકઠો કરી રાત્રિના 1.15 કલાકે બેંકવેટ હોલમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 80થી વધુ યુવક-યુવતીઓ સ્થળ પરથી મળી આવ્યાં હતાં. દરોડા દરમિયાન સિંગલ મોલ્ટ સ્કૉચ વ્હીસ્કી, જીન અને ટકીલાની 14 જેટલી ખાલી-ભરેલી બૉટલ, બીયરની બે બૉટલ, 7 હુક્કા અને સિગરેટના 30 પેકેટ તેમજ ફરસાણ-કોલ્ડ્રીંકસ મળી આવ્યું હતું. આ મામલે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ જોગરાણા ની રૂબરૂમાં પીએસઆઈ રાવની ફરિયાદ અનુસાર કેસ નોંધવામાં આવ્યો હતો.
એક ધારાસભ્યનો ભત્રિજો બીજાનો જમાઇ પણ સામેલ હોવાન ચર્ચા !
રાજકીય દબાણ તેમજ મોટા માથાઓની સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીઓને ઝૂકવું પડ્યું છે. મધરાત્રિ બાદ રેસોર્ટ માં પડેલી રેડ બાદ લકઝુરિયસ ગાડીઓનો કાફલો સાણંદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. સ્થાનિક તેમજ ઉચ્ચ અધિકારીઓ પર ભલામણના ફોન શરૂ થતાં કેટલાંક નબીરાઓને રવાના કરવાનો નિર્ણય પોલીસને લેવો પડ્યો હતો. કેમ કે, દબાણ કરનારા BJP MLA તેમજ કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધારાસભ્ય હતાં. છોડી દેવાયેલા 30થી વધુ નબીરાઓમાં એક અમદાવાદના ભાજપ ધારાસભ્યનો ભત્રીજો હતો. આ ધારાસભ્ય હમણાં જ એક ગંભીર મામલામાં પોલીસને ભલામણ કરવાના મુદ્દે ચર્ચામાં આવ્યા હતા. જ્યારે અન્ય કિસ્સામાં કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જાણીતા ધારાસભ્યનો જમાઈ હોવાની ચર્ચા છે.