એક એવા સંત જે આધ્યાત્મિકતાની સાથે માનવતાવાદી અને સમાનતા વાદી વિચારોને પ્રાધાન્ય આપતા, મહાન સમાજ સુધારક, પરમ આદરણીય સંત શિરોમણી રોહીદાસ ની ૬૪૬મી જન્મજયંતિ નિમિતે અનુસુચિત જાતિ મોરચો, ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત કમલમ, પ્રદેશ કાર્યાલય ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા સંત રોહિદાસજીને પુષ્પાંજલિ અર્પણ કરી.હતીતેમની સાથે પ્રદેશ ભાજપ એસસી મોરચા ના મહામંત્રી વિક્રમ ચૌહાણ ,દેવેન વર્મા સહીત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં રોહિદાસ સેવા સમાજ સ્મૃતિ મંદિર, સેકટર-૬ ખાતે ગાંધીનગર ખાતે પણ દર્શન કરીને સૌની સુખ શાંતિ, પ્રગતિની કામના કરી હતી.
સંત રોહિદાસની જન્મજયંતીની ગાંધીનગરમાં કરાઈ ઉજવણી

You Might Also Like
Leave a comment