શારદાબેન હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં વધુ એક ગંભીર બેદરકારીનો કેસ સામે આવ્યો છે. ખોખર સબીનાબેન આરીફખાન નામની યુવતિ, મૂળ કડીથી હોવી, તેમને 26/06/2025 ના રોજ પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી. તેમના પતિ શ્રી ખોખર આરીફખાનના આક્ષેપ મુજબ રાત્રે ઈમરજન્સી દરમિયાન લેબર રૂમમાં ઉપસ્થિત સ્ટાફ અને રેસિડેન્ટ ડોક્ટરોએ તેમના સગા સાથે અણુચિત વર્તન કર્યું અને માહિતી માંગતા તેઓને અપમાનિત કરવામાં આવ્યા.
બાદમાં સીજેરિયન ઓપરેશન દ્વારા ડિલિવરી કરાઈ હતી, જેમાં બાળકના હાથમાં ફ્રેક્ચર થયો. ચોંકાવનારી વાત એ છે કે બાળકના હાથનું ફ્રેક્ચર થયું છે તે જાણકારી ડિલિવરી પછી એક કલાક બાદ આપવામાં આવી. આ સમગ્ર ઘટનાની લેખિત ફરિયાદ પતિશ્રી દ્વારા 1/7/2025 ના રોજ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ હેતલબેન વોરાને આપવામાં આવી હતી. પ્રાપ્ત થયેલા જવાબથી અસંતુષ્ટ રહીને તેઓએ ફરીથી 26/07/2025 ના રોજ લેખિતમાં ફરી ફરિયાદ કરી અને તેની નકલ ગોમતીપુરના સિનિયર મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખને પાઠવી.
કાઉન્સિલર ઈકબાલ શેખની તાત્કાલિક કાર્યવાહી:
ઈકબાલ શેખે સમગ્ર કેસની ગંભીરતા સમજીને મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(હોસ્પિટલ) ને લેખિતમાં પત્ર લખ્યો છે અને નીચેના મુદ્દાઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે:
1. નિયમો મુજબ, જ્યારે કોઈ પણ પ્રસૂતિ દર્દી લેબર રૂમમાં દાખલ થાય, ત્યારે ત્યાં ફરજે *સિનિયર ડોક્ટર જેમ કે આસિસ્ટન્ટ પ્રોફેસર (AP) કે જુનિયર આસિસ્ટન્ટ પ્રોફેસર (JAP)*નો હાજર રહેવું ફરજિયાત છે.
2. વર્તમાન સમયમાં શારદાબેન સહિત ઘણી હોસ્પિટલોમાં પ્રસૂતિ જેવી મહત્વની પ્રક્રિયા માત્ર “ફર્સ્ટ યર, સેકંડ યર, થર્ડ યર PG રેસિડેન્ટ” અથવા “સિનિયર રેસિડેન્ટ (SR)” જે હજુ તાલીમ હેઠળ હોય તેમના હવાલે કરવામાં આવે છે – જે અત્યંત ગંભીર બાબત છે.
3. ફરિયાદમાં દર્શાવ્યા મુજબ, પેશન્ટની નોર્મલ ડિલિવરીની તકો હોવા છતાં સીજેરિયન કરાયો, જે સ્પષ્ટ કરે છે કે બેદરકારી અથવા ઓવર કન્વીનિયન્સના કારણે પેશન્ટના શરીર પર વધુ આઘાત થયો.
4. બાળકના હાથનું ફ્રેક્ચર શક્ય તેટલી હળવાશથી હેન્ડલિંગ ન થવાથી, ખાસ કરીને Shoulder Dystocia જેવી સ્થિતિમાં “ડિસ્પ્લેસમેન્ટ” થવાથી થયું હોય તેવી સંભાવના છે.
5. તેથી સિનિયર ડોક્ટરોની કમિટી દ્વારા તાત્કાલિક તપાસ, જવાબદાર સ્ટાફ-ડોક્ટરો સામે કાયદેસર અને શિસ્તભંગની કાર્યવાહી તથા ભવિષ્યમાં આવું ન થાય એ માટે સ્ટ્રોંગ મોનિટરિંગ મેકેનિઝમ ઉભું કરવાની કડક માંગ રજુ કરવામાં આવી છે.
સત્તાવાળાઓ પાસેથી સ્પષ્ટ જવાબદારીની અપેક્ષા છે
આવો ગેરવર્તન અને બેદરકારીનો દુઃખદ ભૂતકાળ ફરી ન દોહરાય, દર્દીઓ સાથે માનવિય વર્તન થાય અને પોલીસી મુજબ સિનિયર તબીબોની હાજરીમાં જ ઓપરેશન થાય એ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે – એ જ ઈકબાલ શેખની લોકોના હકમાં ઉઠાવેલી દ્રઢ માંગ છે.
✍️
ઈકબાલ શેખ
સિનિયર મ્યુનિસિપલ કાઉન્સિલર
ગોમતીપુર વોર્ડ, અમદાવાદ