By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજયમાં આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂતાઈથી આગળ વધારાશે:ગૃહ રાજય મંત્રી  હર્ષ સંઘવી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > રાજયમાં આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂતાઈથી આગળ વધારાશે:ગૃહ રાજય મંત્રી  હર્ષ સંઘવી
ગાંધીનગરગુજરાતરાજકારણ

રાજયમાં આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂતાઈથી આગળ વધારાશે:ગૃહ રાજય મંત્રી  હર્ષ સંઘવી

Web Editor Panchat
Last updated: September 21, 2022 7:23 pm
Web Editor Panchat Published September 21, 2022
Share
SHARE

સંગઠિત ગુનાઓને ડામવા રાજય સરકારનો મકકમ નિર્ધાર

રાજયમાં આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂતાઈથી આગળ વધારાશે:ગૃહ રાજય મંત્રી  હર્ષ સંઘવી

NCRBના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ,ખૂન,મહિલા સંબંધી ગુનાઓમાં ૩૬ રાજયોમા ગુજરાત છેલ્લી હરોળમાં:આ માત્ર ને માત્ર ગુજસીટોક કાયદાને આભારી

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું હતું

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી એ કહ્યું હતું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે એ માટે રાજય સરકારે સંગઠિત ગુનાઓને ડામવા રાજય સરકારે મકકમ નિર્ધાર
કર્યો છે.
આતંકવાદ સામે ની લડાઈને વધુ ને વધુ મકકમતાથી આગળ વધારવાનું મન બનાવીને ગુનેગારો સામે કડકમાં કડક કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે.

આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે,ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે રાજય સરકારે વટહુકમ બહાર પાડયો હતો એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે.તેમણે વધુમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેડળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહ્યું છે જેના પરિણામે કેન્દ્ર સરકારના NCRBના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ,ખૂન સંબંધી ગુનાઓ, મહિલા સંબંધી ગુનાઓમાં દેશના ૩૬ રાજયોમાં ગુજરાત છેલ્લી હરોળમાં આજે છે માત્ર ને માત્ર રાજયમાં અમલી ગુજસીટોક કાયદાને આભારી છે.

તેમણે વધુ માં કહ્યું કે,રાજ્ય સરકારે, આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે વિશેષ જોગવાઇઓ કરવા અને સંગઠિત ગુના સિન્ડિકેટ્સની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા તેમજ તેની સાથે સંકળાયેલી અને તેને આનુષંગિક બાબતો માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ,૨૦૧૫થી રાજ્યમાં અમલમાં છે.

આ અધિનિયમના અમલ દરમિયાન કોઇપણ જોગવાઇનું રાજ્યમાંની વ્યક્તિઓને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ન થાય તેમજ અમુક જોગવાઈઓ વધુ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન કરવા માટે, સરકારે આ અધિનિયમની કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ), કલમ ૪ અને કલમ ૨૦ની પેટા-કલમ (૫) સુધારા કર્યા છે.
આ નવી જોગવાઈ મુજબ, કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ)માં “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, મોટા પ્રમાણમાં જુગારના કૌભાંડ ચલાવવા, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને આતંકવાદી કૃત્ય ચાલુ રાખવું તે” એ શબ્દોને બદલે, “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવી તે” એ શબ્દો મૂકવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, આ અધિનિયમની કલમ-૪માં, “અથવા કોઈપણ સમયે” એ શબ્દોને બદલે, “અથવા આ અધિનિયમના આરંભની તારીખ પછી કોઈપણ સમયે” એ શબ્દો મૂકવામાં આવ્યાં છે. તેમજ મુખ્ય અધિનિયમમાં કલમમાં પેટા-કલમ(૫)માં, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ અથવા બીજા અધિનિયમ હેઠળના” એ શબ્દોને બદલે, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ હેઠળના” શબ્દ નો ઉપયોગ કરાશે.

આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વ સંમતીથી પસાર કરાયું હતું

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bhupendra patelcmo gujaratharsh sanghviઆતંકવાદગુજસીટોકમાનવ તસ્કરી કૌભાંડસાયબર ગુના
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?