By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આવનારી ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક બદલાવ જરૂર લાવશે. ગોપાલ ઇટાલિયા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > રાજકોટ > આવનારી ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક બદલાવ જરૂર લાવશે. ગોપાલ ઇટાલિયા
ગુજરાતરાજકારણરાજકોટ

આવનારી ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક બદલાવ જરૂર લાવશે. ગોપાલ ઇટાલિયા

Web Editor Panchat
Last updated: September 22, 2022 9:32 pm
Web Editor Panchat Published September 22, 2022
Share
SHARE

આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ બોટાદના નિલમ ડાયમંડ માર્કેટ ખાતે ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કર્યો.

ગોપાલ ઇટાલિયાએ ઘરે ઘરે જઈને આમ આદમી પાર્ટીની ગેરંટીઓની જાણકારી આપી.

ગોપાલ ઇટાલિયાએ જાતે લોકોના રજીસ્ટ્રેશન કર્યા બાદ લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા.

લોકો એ વિશ્વાસ જતાવ્યો કે, ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓના હાથમાં ગુજરાત સુરક્ષિત રહેશે અને દિવસે ને દિવસે પ્રગતિ કરશે.

‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં આમ આદમી પાર્ટીને જનતા તરફથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે: ગોપાલ ઇટાલિયા

ગુજરાતમાં ‘આપ’ની સરકાર બન્યા બાદ અમે દરેક બેરોજગારને રોજગાર, મફત વીજળી, મહિલાઓને સન્માન રાશિ, વેપારીઓને ભયમુક્ત વાતાવરણ, વિનામૂલ્યે શ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્યની સુવિધા આપીશું: ગોપાલ ઇટાલિયા

 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ શહેરથી આમ આદમી પાર્ટીની ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ની શરૂઆત કરી, સ્થાનિક વિસ્તારોમાં જઇને આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરે ઘરે જઈને આ ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું હતું. આ કેમ્પેનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ ગેરંટીઓની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આમ આદમી પાર્ટી આ કેમ્પેઈન દ્વારા સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મજબૂત થઈ રહી છે. સમગ્ર ગુજરાતના લોકોએ પણ આ કેમ્પેન ને ખૂબ જ સારું સમર્થન આપીને એ સ્પષ્ટ કરી દીધું છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની રહેશે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે બોટાદના નિલમ ડાયમંડ માર્કેટ ખાતે ડોર ટુ ડોર પ્રચાર કરીને બોટાદના લોકોને આમ આદમી પાર્ટીની ગેરંટીઓની માહિતી આપી. ગોપાલ ઇટાલિયાએ સ્થાનિક લોકો વચ્ચે જઈને લોકો સાથે ચર્ચા કરી અને આમ આદમી પાર્ટીની મહત્વતા અને આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં કરેલા કામો વિશે પણ માહિતી આપી.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ડોર ટુ ડોર કેમ્પેનમાં ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ ગુજરાતની જનતાને જે ગેરંટીઓની ભેટ આપી છે તેના વિશે લોકોના ઘરે ઘરે જઈને માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે દરેક બેરોજગારને રોજગાર આપીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી 3000 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપીશું. 10,00,000 નવી સરકારી નોકરીઓનું સર્જન કરીશું. જેમ દિલ્હીમાં વીજળી મફત મળે છે અને પંજાબમાં વીજળીનું બિલ હવે શૂન્ય છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે.

18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને ₹ 1000 સન્માન રાશિ આપવામાં આવશે. જે રીતે દિલ્હીમાં સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં વધુ સારી બનાવવામાં આવી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ વ્યવસ્થિત સરકારી શાળાઓ બનાવીશું, જેથી લોકોનો શિક્ષણ પાછળ થતો ખર્ચ સમાપ્ત થશે. ખાનગી શાળાઓને ફી વધારવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમામ મેડિકલ સારવાર મફત કરાશે, તમામ દવાઓ, તમામ ટેસ્ટ, તમામ ઓપરેશન મફત થશે, પછી તે કોઈપણ રોગ હોય. જો તમે વ્યવસાયિક રૂપે વેપાર ધંધો કરો છો તો ‘આપ’ની સરકાર બન્યા બાદ વેપારીને સન્માન આપવામાં આવશે. વેપારીઓ માટે લાયસન્સ રાજ, રેડ રાજ અને હપ્તા ખોરી બંધ કરીને ભયમુક્ત વાતાવરણ બનાવવામાં આવશે.

લોકો સાથે વાત કર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ જાતે જ લોકોના રજીસ્ટ્રેશન માટે લોકો પાસે આમ આદમી પાર્ટીના રજીસ્ટ્રેશન નંબર પર મિસ કોલ કરાવ્યા અને ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઈન’ અંતર્ગત લોકોના નામ, વિધાનસભાનું નામ, ફોન નંબર તેમજ પરીવારની સંખ્યા અને અન્ય માહિતી લઈને લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા.

‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં આમ આદમી પાર્ટીને જનતા તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. ખુબ જ મોટી સંખ્યામાં લોકો ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલજી દ્વારા કરેલા કામોની સરાહના પણ કરી રહ્યા છે. ગુજરાતની જનતાને વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલ જે કહે છે તે કરીને બતાવે છે. એટલે ગુજરાતમાં બદલાવ માટે લોકો હવે આમ આદમી પર જ ભરોસો કરી રહ્યા છે. આવનારી ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક બદલાવ જરૂર લાવશે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:આમ આદમી પાર્ટીગોપાલ ઇટાલિયા
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?