અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ દસવીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ગંગારામ ચૌધરીના રોલમાં જોવા મળશે. જે ભ્રષ્ટાચારના આરોપમાં જેલ મોકલવામાં આવે છે. આ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ત્યારે આઠમું પાસ ગંગારમ જેલમાંથી જ દસમું પાસ કરવાનું નક્કી કરે છે. હવે ગંગારામ જેલમાંથી દસમાની પરીક્ષામાં સફળ થાય છે કે નહીં તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ જાણી શકાશે.
કેવું છે ફિલ્મનું ટ્રેલર
2 મિનિટ 37 સેકન્ડના ટ્રેલરમાં અભિષેક બચ્ચન ગંગારામ ચૌધરીના રોલમાં ખૂબ સારા લાગી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની પત્નીની ભૂમિકા નિમરત કૌરે ભજવી છે. તો યામી ગૌતમ આ ફિલ્મમાં એક કડક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.
ટ્રેલરની શરૂઆત એક રાજકારણીને જેલમાં મોકલવાથી થાય છે. જેલમાં જતા પહેલા તેઓ પોતાની પત્નીને મુખ્યમંત્રી બનાવી દે છે. વાર્તા એક રસપ્રદ વળાંક ત્યારે લે છે જ્યારે IPS અધિકારી રાજકારણીને અભણ કહે છે. જેને લઈ તેઓ જેલમાં રહીને આગળનો અભ્યાસ કરવાનું નક્કી કરે છે.
આ ફિલ્મ હિન્દી મીડિયમના નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મના નિર્માતાઓએ ભૂતકાળમાં પણ ઘણી શિક્ષણ આધારિત ફિલ્મો બનાવી છે. દસમીની વાર્તા પણ શિક્ષણના મહત્વની આસપાસ ફરે છે.
આ ફિલ્મની વાર્તા રિતેશ શાહે લખી છે. ફિલ્નું નિર્દેશન તુષાર જલોટા દ્વારા કરવામાં આવ્યું છે. ખ્યાત કવિ કુમાર વિશ્વાસે ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સ પણ લખ્યા છે.