By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વિસાવદર પેટા ચૂંટણીમાં AAPનો મોટો ખુલાસો: BJP ઉમેદવાર કિરીટ પટેલ ફ્રોડ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > રાજકારણ > આમ આદમી પાર્ટી > વિસાવદર પેટા ચૂંટણીમાં AAPનો મોટો ખુલાસો: BJP ઉમેદવાર કિરીટ પટેલ ફ્રોડ
આમ આદમી પાર્ટીગુજરાતજુનાગઢરાજકારણ

વિસાવદર પેટા ચૂંટણીમાં AAPનો મોટો ખુલાસો: BJP ઉમેદવાર કિરીટ પટેલ ફ્રોડ

Web Editor Panchat
Last updated: June 4, 2025 7:52 pm
Web Editor Panchat Published June 4, 2025
Share
SHARE

વિસાવદર પેટા ચૂંટણીમાં AAPનો મોટો ખુલાસો: BJP ઉમેદવાર કિરીટ પટેલ ફ્રોડ

કિરીટ પટેલે પોતે સાબિત કર્યું કે તેઓ ફ્રોડ છે: પ્રવીણ રામ

વિસાવદરના 13 ગામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી મુક્ત કરવાનો ઉલ્લેખ એક જૂઠ છે, ભ્રમ ફેલાવાનો પ્રયત્ન છે: પ્રવીણ રામ

મત લેવા માટે છેતરપિંડી કરે ઉમેદવાર, પણ મુખ્યમંત્રી કેમ સાથ આપે?: સાગર રબારી

CM પાસે નથી સત્તા, છતાં કિરીટ પટેલ મુખ્યમંત્રીનો આભાર કેમ માને છે?: પ્રવીણ રામ

કિરીટ પટેલની છેતરપિંડીમાં સાથ આપનાર CM ભુપેન્દ્ર પટેલે નૈતિકતાના ધોરણે રાજીનામું આપે: સાગર રબારી

સરકાર પરિપત્રથી ચાલે છે, બયાનથી નહીં- પરિપત્ર બતાવવાની પ્રવીણ રામની ચેલેન્જ

કિરીટ પટેલે ફોર્મમાં ઈરાદાપૂર્વક હકીકતો છુપાવી, ચૂંટણીમાં મોટી છેતરપિંડી?: સાગર રબારી

કોર્ટમાં પડકારી શકાય છે કિરીટ પટેલનું ફોર્મ, AAPની લિગલ ટીમ તૈયાર: સાગર રબારી

10 કે 13 ગામ? કિરીટ પટેલના લેટર અને ભાષણમાં તફાવત, મત મેળવવા જૂઠ ફેલાવ્યું: પ્રવીણ રામ

મુખ્યમંત્રીએ શું પ્રોટેક્ટેડ ફોરેસ્ટ મુદ્દે કોઈ સર્વે પણ કરાવ્યો છે ખરો?: સાગર રબારી

અમદાવાદ/જૂનાગઢ/ગુજરાત

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકાએ એક ગંભીર અને મહત્વપૂર્ણ મુદ્દે ઘટસ્ફોટ કરવા માટે જુનાગઢ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. . આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આજે એક ગંભીર મુદ્દા પર અમે મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ. જેમની પર ફ્રોડના આરોપ લાગતા હતા તેવા ભાજપના વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલે સાબિત કર્યું છે કે તેઓ પોતે ફ્રોડ છે. બે થી ત્રણ દિવસ પહેલા તેમણે પોતાના નામનો એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ લેટરમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વિસાવદર ભેસાણ તાલુકાના 10 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી મુક્ત કરવા માટે મુખ્યમંત્રી અને મુળુભાઈ બેરાનો આભાર. ગઈકાલે તેમના નામાંકન વખતે મુખ્યમંત્રીની હાજરીમાં તેમણે ફરી એકવાર આ વાતનો ઉલ્લેખ કર્યો અને આ વખતે 13 ગામનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ હું ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની આ વાતને નકારી કાઢું છું આ વાત વિસાવદરના લોકોની આંખોમાં ધૂળ નાખવા સમાન વાત છે. ચૂંટણી આવી છે અને તેઓ મત લેવા માંગે છે તે એટલા માટે તેઓ લોકોને ગુમરાહ કરી રહ્યા છે. કારણકે હકીકત એ છે કે આ ફેરફાર કરવાની સત્તા મુખ્યમંત્રી પાસે છે જ નહીં. આ કામ ફક્ત સુપ્રીમ કોર્ટના દિશાની નિર્દેશ અનુસાર જ થઈ શકે છે.

તેમણે જે લેટર વાયરલ કર્યો હતો તેમાં જ લખેલું હતું કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ નિર્ણયને અમલમાં મૂકી શકાશે તો અમારો સવાલ છે કે જો નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ આ નિર્ણય પર અમલ થઈ શકતો હોય તો તમે મુખ્યમંત્રીનો આભાર શા માટે માનો છો? તમે મીડિયા સમક્ષ 13 ગામ બોલો છો, પરંતુ લેટરમાં 10 કામ લખો છો આ તફાવત કેમ? આ તમામ વાતો ફક્ત ચૂંટણીમાં મત લેવા માટે થઈ રહી છે. હવે લોકો સમજી ગયા કે મુખ્યમંત્રીની હાજરીમાં લોકોને ગુમરાહ કરવાનું કામ કરવામાં આવ્યું. મુખ્યમંત્રીને આ વાતની જાણ હશે તેમ છતાં પણ તેઓ કશું બોલ્યા નહીં, શા માટે? જો સરકારે આવું કામ કર્યું હોય તો અમને પરિપત્ર બતાવો કારણ કે સરકાર બયાનથી નહીં પરંતુ પરિપત્રથી ચાલે છે અને ઠરાવથી ચાલે છે.

બીજી મહત્વપૂર્ણ વાત કે અમે ગીરમાં રહીએ છીએ તમને ખબર છે કે ક્યારેય પણ વન વિભાગની જમીન રેવન્યુ વિભાગમાં પરત કરવામાં આવતી નથી. રેવન્યુ વિભાગમાંથી વન વિભાગ જમીન લઈ લે તેવા અનેક દાખલાઓ છે પરંતુ વન વિભાગમાં ગયેલી જમીન ક્યારે રેવન્યુમાં આવી નથી. અમુક સ્પેશિયલ કેસમાં જ આવા નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં વન વિભાગને પરત કરેલી જમીન રેવન્યુ વિભાગે એટલા જ માપની જમીન પાછી આપી હોય.

ત્રીજી એક મહત્વપૂર્ણ વાત કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટની જમીનો તો બીજા અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ છે તો પછી ફક્ત વિસાવદરના દસ ગામડાઓને જ કેમ પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી દૂર કરવામાં આવ્યા તેવી વાત તેમણે કરી? માની લો કે તમે આ કામ કરી લીધું છે તો ફક્ત વિસાવદરના ગામડા જ કેમ બીજા બધા તાલુકા અને જિલ્લાઓના ગામડાઓ માટે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો નથી? તો શું હકીકતમાં ભાજપ ગામડાઓની જમીનને પ્રોટેક્ટર ફોરેસ્ટમાંથી દૂર કરવા માંગે છે કે નહીં તે પણ મોટો સવાલ છે કારણ કે ભાજપની મંસા પર હંમેશા સવાલ ઉઠ્યા છે. જો હું ભૂતકાળની વાત કરું તો 2016માં ઇકોઝૉન મુદ્દે મેં મુખ્યમંત્રી સાથે સામે બેસીને 21 ગામોની ચર્ચા કરી હતી તે સમયે મુખ્યમંત્રીએ 21 ગામોના સેટલમેન્ટની બાંહેધરી આપી હતી અને એ વાતને દસ વર્ષ થવા આવ્યા તેમ છતાં પણ એ કામ હજુ સુધી થયું નથી.

કિરીટ પટેલ ભાષણમાં બોલે છે કે જમીનોના ભાવ વધે, પરંતુ અમારું માનવું છે કે ઈકોઝોન આવ્યા બાદ જમીનના ભાવ ઘટી જશે. જો તમારે ગીર અને વિસાવદરની જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી દો. પરંતુ તેઓ ઇકોઝોન હટાવવા માટે કોઈ પગલા નથી ભરી રહ્યા કારણકે તેઓ ફક્ત મત લેવા માટે વાતો કરી રહ્યા છે. તો અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે અને ગઈકાલે કિરીટ પટેલે પોતે સાબિત કરી દીધું કે તેઓ ફ્રોડ છે. કારણકે જે કામ કરવાની સત્તા મુખ્યમંત્રી પાસે છે જ નહીં તે કામ કરવા માટે મુખ્યમંત્રીનો આભાર તે માની રહ્યા છે આ ફક્ત મત લેવા માટે બધું થઈ રહ્યું છે. ગુજરાતની જનતા અને વિસાવદરની જનતા આવા લોકો પર ક્યારેય વિશ્વાસ કરશે નહીં.

હજુ તો કિરીટ પટેલ ઉમેદવાર તરીકે આવ્યા છે અને તેઓ લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે તો માની લો કે જો તેઓ જીતી જશે તો તેઓ જીત્યા પછી શું-શું કરશે? અમને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરની જનતા આ બાબતે ચોક્કસ મજબૂત જડબાતોડ જવાબ આપશે અને બદલો લેશે. હું કિરીટ પટેલને એટલું જ કહીશ કે જો તમે લોકોનું ભલું કરવા જ ઈચ્છતા હોય તો ઇકોઝોન રદ કરાવી દો અને બીજા અનેક ગામડાઓ પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાં છે તો તેમાંથી પણ દૂર કરાવી દો. ફ્રોડ કરીને અને લોકોની આંખોમાં ધૂળ નાખીને જો કોઈ એક વ્યક્તિ મત લેવા માંગે છે તો વિસાવદરની જનતા આવી કોઈ વાત ચલાવી લેશે નહીં.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જે વ્યક્તિ માટે અનેક લોકો કહી ચૂક્યા છે કે તે ફ્રોડ છે તેમણે ગઈકાલે જાતે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ એક ફ્રોડ છે. મુખ્યમંત્રીની હાજરીમાં જો આ વાત કરવામાં આવી હતી તો હવે મુખ્યમંત્રી પોતે જાહેર કરે કે શું આ કામ કરવા માટે ક્યારેય પણ તેમણે કોઈ સર્વે કરાવ્યો છે કે કેમ? ઉમેદવાર ચૂંટણીમાં મત લેવા માટે છેતરપિંડી કરે તેનો એ મતલબ નથી કે બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિ આ છેતરપિંડીમાં ભાગીદાર બને. જો મુખ્યમંત્રી આ છેતરપિંડીમાં ભાગીદાર થયા છે તો ભુપેન્દ્રભાઈ પટેલે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. બંધારણીય પદોનો ઉપયોગ પેટા ચૂંટણી માટે ક્યારેય પણ થઈ શકે નહીં.

બીજી વાત કે કિરીટભાઈ પટેલના ફોર્મ માં બે વાંધા હતા, પહેલું કે, ચૂંટણીના ફોર્મની સાથે એક એફિડેવીટ રજૂ કરવાનું હોય તે એફિડેવિટનું ચૂંટણી પંચનું એક ફોર્મેટ હોય છે તે ફોર્મેટમાં તમારે સવાલોના જવાબો લખવા પડે છે અને જ્યાં વધારાની વિગતો આપવાની હોય ત્યાં અલગથી બીડાણ માટેની નોંધ હોય છે. ચૂંટણી પંચનો જે ખરડો છે તેમાંથી એક આખો પેરેગ્રાફ કિરીટ પટેલની એફિડેબિટમાંથી ગાયબ થઈ ગયો છે. માટે તેમણે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવી છે એવું આપણે માની શકીએ.

બીજું કે એક કોલમ હોય છે જેમાં હા અથવા ના માં જવાબ આપવાનો હોય છે તેમાં તેમણે “લાગુ પડતું નથી” તેવો જવાબ લખ્યો છે. જો જવાબ હા હોય તો તેની વિગતો આપવી પડે અને જો જવાબ ના હોય તો માત્ર ના લખવાનું હોય છે, પરંતુ એની જગ્યાએ કિરીટભાઈ પટેલે “લાગુ પડતું નથી” લખ્યું છે અને એ લખવાનો અર્થ એવો છે કે તેમણે ઈરાદાપૂર્વક કોઈ વિગતો છુપાવી છે જે વિગતો તેઓ આપવા માંગતા ન હતા. માટે તેમણે હા અને નાની જગ્યાએ એક વચ્ચેનો જવાબ લખ્યો કે “લાગુ પડતું નથી”. આ બંને બાબતો એવી છે જેમાં કોઈ પણ ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે અને ચૂંટણીના કાયદા પ્રમાણે જો તમે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવો છો તો તેને કોર્ટમાં પડકારી શકાય છે. આ ફોર્મ મંજૂર થઈ ગયું હોય કે પછી ચૂંટણી પણ જીતાઈ ગઈ હોય તેમ છતાં પણ પાછળથી કોર્ટ આ ફોર્મને રદબાતલ કરી શકે છે. ચૂંટણી પંચે કિરીટ પટેલનું આ ફોર્મ મંજૂર કર્યું છે તેના માટે અમે અમારા લીગલ એક્સપર્ટની સાથે બેસીને આગળ કેવા પગલાં ભરવા તે મુદ્દે ઝડપથી નિર્ણય લઈશું

You Might Also Like

‘વન કવચ’ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત, જાપાનીઝ પદ્ધતિથી 400 હેક્ટરમાં તૈયાર થશે ગાઢ જંગલ

ગાંધીનગરમાં નિર્માણ પામ્યું ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત

મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત

પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

“પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું
Uncategorized
મુ્ખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુડ ગર્વનન્સ માટે રાજ્ય સરકારની માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ના અમલમાં આમૂલ પરિવર્તન લાવતી ક્રાંતિકારી સૂચનાઓ
Uncategorized
પીએમ મોદી વૃક્ષારોપણ
વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2025 ગુરૂવારે “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ માતૃવન – વન કવચમાં વૃક્ષારોપણ કરશે
Uncategorized
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ ક્રાઈમ ગુજરાત
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?