By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અગાઉની તમામ ચૂંટણીઓનાં રેકોર્ડ તૂટી જાય તે પ્રકારે મતદાન કરો અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > અગાઉની તમામ ચૂંટણીઓનાં રેકોર્ડ તૂટી જાય તે પ્રકારે મતદાન કરો અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન
ગાંધીનગરગુજરાતભાજપ

અગાઉની તમામ ચૂંટણીઓનાં રેકોર્ડ તૂટી જાય તે પ્રકારે મતદાન કરો અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન

Web Editor Panchat
Last updated: December 1, 2022 3:21 pm
Web Editor Panchat Published December 1, 2022
Share
SHARE

અગાઉની તમામ ચૂંટણીઓનાં રેકોર્ડ તૂટી જાય તે પ્રકારે મતદાન કરો અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન

આજે કડાણા (મહીસાગર) ખાતે ઝંઝાવાતી ચુંટણી પ્રચારમાં વિશાળ જનસભાને સંબોધતા કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

૧પ નવેમ્બર, ૨૦૨૧ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બિરસા મુંડા જયંતિ ને “આદિવાસી ગૌરવ દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી, સમગ્ર દેશના આદિવાસીઓને ગૌરવ અપાવવાનું કામ કર્યુ અમિતભાઇ શાહ

આદિવાસીઓના વિકાસ માટે કોંગ્રેસ દ્વારા મંજુર કરવામાં આવતાં ૯૦૦ કરોડ સામે ભાજપા એ બજેટમાં રૂા. ૧ લાખ કરોડ જેટલી વિશાળ રકમની જોગવાઇ કરી, “બિરસા મુંડા” અને “ગોવિંદ ગુરૂ” ને હંમેશ માટે અમર કરી, સાચી શ્રધ્ધાંજલી આપવાનું કામ કર્યુ અમિતભાઇ શાહ

કોંગ્રેસે આપણાં આસ્થા કેન્દ્રોને હંમેશા અપમાનિત કરવાનું કામ કર્યુ, જયારે ભાજપા એ તેના પુર્નરોદ્ધાર કરવાનું કામ કર્યુ અમિતભાઇ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે અગામી વિધાનસભા ચૂંટણી અંગે ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે કડાણા ( મહીસાગર) ખાતે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં વિશાળ જનસભાને સંબોધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત ભરમાં શાહની જનસભાઓ અને રોડ શો માં ઉમટી રહેલી વિશાળ જનમેદની ભાજપા તરફેણમાં પ્રચંડ જનાદેશનો સ્પષ્ટ સંકેત આપી રહી છે.
અમિતભાઇ શાહે કડાણા ખાતે ગુરુ ગોવિંદની પરંપરાને જાળવી રાખનારા, દેશનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા સૌ ભીલ તેમજ આદિવાસી વીરોને વંદન સાથે જણાવ્યું હતું કે ૫ ડિસેમ્બરે તમારો મત માત્ર વિધાયક કે મુખ્યમંત્રી જ નહિ પરંતુ આદિવાસીઓ સહિત દેશના વિકાસની દિશા સુનિશ્ચિત કરશે.
શાહે કહ્યું કે કોંગ્રેસે આદિવાસી સમાજે દેશ માટે આપેલા બલિદાનની ગૌરવ ગાથાની હંમેશા ઉપેક્ષા કરી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતી 15 નવેમ્બરને આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવવાનું નક્કી કરી આદિવાસીઓના સન્માનને વધાર્યું. તેઓએ કહ્યું કે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં ભગવાન બિરસા મુંડા થી લઈને ગાંધીજીના સત્યાગ્રહ સુધીમાં અનેક આદિવાસી અને ભીલ સમાજના બહેનો ભાઈઓએ અકલ્પનીય બલિદાનો આપ્યા. આ બલિદાનનોને ઉજાગર કરવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશભરમાં ૨૦૦ કરોડના ખર્ચે 10 જેટલા સ્મૃતિ કેન્દ્રો બનાવ્યા.
શાહે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે તેના 65 વર્ષથી વધુના શાસનમાં ક્યારેય કોઈ આદિવાસી ભાઈ – બહેનને રાષ્ટ્રપતિ ન બનાવ્યા. જ્યારે આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ઓરિસ્સાના ગરીબ ઘરમાંથી આવતા આદિવાસી દિકરી દ્રોપદી મૂર્મુજીને દેશના સર્વોચ્ચ પદે રાષ્ટ્રપતિ બનાવીને આદિવાસીઓને અભૂતપૂર્વ સન્માન આપ્યું. તેઓએ કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ 2003-04 માં આદિવાસીઓને તેની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવવાની શરૂઆત કરી અને 10 સુત્રી “વનબંધુ કલ્યાણ” યોજના હેઠળ આદિવાસી સહિત તેમના ગામો અને ક્ષેત્રનો ચોમુખી વિકાસ થાય તે સુનિશ્ચિત કર્યું.
શાહે વધુમાં કહ્યું કે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ક્ષેત્રમાં નવ જેટલી આઈટીઆઈ, નર્મદા જિલ્લામાં ચાર વન કૌશલ્ય કેન્દ્ર, રાજપીપળામાં મેડિકલ કોલેજ, આદિવાસી બાળકોનું પ્રાથમિક શાળામાં શત પ્રતિશત એનરોલમેન્ટ, આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપમાં વધારો કરી 33 લાખ બાળકોને સ્કોલરશીપ સહિત આદિવાસી દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા યુનિવર્સિટી સ્થાપી આ બને વીરોને અમર બનાવવાનું કામ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકારે કર્યું છે.

 

શાહે ઉમેર્યું હતું કે કોરોના સમયમાં પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી દેશના વૈજ્ઞાનિકોએ ખૂબ ટુંકા ગાળામાં રસી વિકસાવી અને ૨૩૦ કરોડ ડોઝ આપી નાગરિકોના જીવન સુરક્ષિત કર્યા. આવા કપરા સમયમાં પણ કોંગ્રેસે રાજકારણ રમી આ ” મોદી રસી” છે ન લેવાય તેવી ભ્રમણાઓ ફેલાવી લોકોના જીવન સાથે ચેડા કરવાનું ગંભીર પાપ કર્યું. આદરણીયશ્રી મોદીજીએ લોકડાઉનમાં પણ દેશના પ્રત્યેક ગરીબના ઘરમાં ચૂલો સળગતો રહે તેની ચિંતા કરીને સવા બે વર્ષ સુધી પ્રતિ વ્યક્તિ, પ્રતિ માસ ૫ કિલો અનાજ નિશુલ્ક આપ્યું.
શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકારે ગુજરાતના દરેક ગામમાં 24 કલાક વીજળી, પીવાનું પાણી, શિક્ષણ અને પ્રત્યેક ગામમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચાડ્યા અને સાથે સાથે આદિવાસી ક્ષેત્ર સહિત સમગ્ર રાજ્યમાં ગામડાઓને રોડથી જોડ્યા. સંતરામ પુર માં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, સાયન્સ કોલેજ, તાલુકા કક્ષાએ ડાયાલિસિસ કેન્દ્રો, ઉજ્વલા યોજના હેઠળ 75 હજાર બહેનોને ગેસ કનેક્શન, ૫૫૦૦ લોકોએ પોતાનું ઘર, ૪.૨૨ લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ અન્વયે ૫૦૯ કરોડ રૂ. ની સહાય, બાલાસિનોરમાં ડાયનોસોર પાર્ક, ૧.૫૩ લાખ ગરીબોને શૌચાલય, બાલાસિનોરના સરોદ, કાનપુર, ડકાનીયા સહિતના ગામોમાં પાણીની વ્યવસ્થા ભાજપા સરકારે કરી છે
શાહે કહ્યું હતું કે કોંગ્રેસે આસ્થાના કેન્દ્રોને કાયમ અપમાનિત કર્યા. કરોડો લોકોની આસ્થા જેની સાથે જોડાયેલ છે તેવા ભગવાન રામના ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ સહિત કાશી વિશ્વનાથ, કેદારનાથ, બદ્રીનાથ, અંબાજી મંદિર, સોમનાથ મંદિર અને પાવાગઢમાં મજાર હટાવી માં મહાકાળીનું મંદિર બનાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આસ્થાના કેન્દ્રોને ઊર્જાવાન બનાવ્યા છે.
ભાજપા ઉમેદવારોની તરફેણમાં કમળનું બટન દબાવી, અગાઉની તમામ ચૂંટણીઓનાં રેકોર્ડ તૂટી જાય તે પ્રકારે મતદાન કરવા ઉપસ્થિત સૌને હાકલ કરી હ

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:2022ASEMBLY ELECTIONBJPElectiongujarat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?