ભાજપમાં સામેલ થયેલ તબીબોથી કયા ધારાસભ્યોની કપાશે ટિકીટ !
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ ભાજપ કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ અને નેતાઓને તો જોડી રહી છે, સાથે સાથે સમાજિક
આગેવાનો, ધાર્મિક આગેવાનો લબ્ધ પ્રતિષ્ઠિત તબીબોને પણ જોડીને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભાજપને વધુ મજબુત કરી રહ્યા છે
રવિવારે તેઓએ સંખ્યા બધ્ધ તબીબો ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં જોડાયા, આ તબીબોમાં કેટલાક નામો એવા પણ છે કે જેનાથી
ભાજપના જ ધારાસભ્યોને એલર્જી થઇ શકે છે,
અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !
રવિવારના દિવસે તબીબો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પાટનગરના નિવાસ સ્થાને મહેમાનગતિ માણવા પહોચ્યા,, સીએમની મહેમાનગતીથી
પ્રભાવિત થઇ તબીબો ભાજપમાં જોડાવવા માટે કમલમ પહોચી ગયા,, જો કે પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ તેમને આવકારવા માટે
ઉપસ્થિત ન હતા, ત્યારે તાબડતોબ સીએમ ભુપેન્દ્ર દાદા કમલમ પહોચ્યા, અને સંખ્યા બધ્ધ તબીબોને ભાજપનો ખેસ પહોરાવ્યો હતો અને
પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપ સિહ વાધેલાએ કેસરીયા ટોપી પહેરાવીને આવકાર્યા હતા, આમ તો આ કાર્યક્રમમા 100થી વધુ તબીબો જોડાયા હતા
જેઓ આગામી સમયમાં ભાજપ માટે પ્રચાર કરશે, પણ આ તબીબો પૈકી ત્રણ નામ મહત્વપુર્ણ છે, જેમાં સિવિલ હોસ્પિટલના પુર્વ સુપ્રિટેન્ડેન્ટ
એમ એમ પ્રભાકર, ડો,જે પી મોદી અને ડો,પ્રણય શાહ ખાસ હતા, કારણ કે ભાજપ તેમને અમદાવાદના વિવિધ વિધાનસભા વિસ્તારમાંથી
ચૂંટણી લડાવી શકે છે
એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !
ડો.એમ એમ પ્રભાકરને અસારવા અથવા કડીથી મળી શકે છે ભાજપની ટીકીટ
ડો એમ એમ પ્રભાકર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ રહી ચુક્યા છે, કોરોના મહામારી દરમિયાન પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે
તેમની ખાસ નિમણુંક કરાઇ હતી, હાલ તેઓ એસએમએસ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે, વર્ષ 2007માં ગુજરાત વિધાનસભાની
ચૂંટણી વખતે તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદી,પુર્વ આરોગ્ય પ્રધાન અશોક ભટ્ટ અને પ્રદેશ ભાજપના મહામંત્રી જયંતિ ભાઇ બારોટે તેમને શહેર કોટડા
વિધાનસભા બેઠક માટે ચૂટણી લડવા ઓફર કરી હતી, જો કે એ સમયે તેઓએ નમ્રતા પુર્વક તેઓ ચૂંટણી લડવાની ના પાડી હતી, એ સમયે ભાજપે તેમને
ચૂંટણી હારી જશો તો પણ સારા પોસ્ટિંગ માટે પણ તૈયારી બતાવી હતી જો કે તેઓએ નિવૃતિ કાળ સુધી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવા માંગે
તેમ કહી ચૂંટણી લડવાનું ટાળ્યુ હતું હવે જ્યારે તેઓ નિવૃત થઇ રાજકીય રીતે ભાજપના ભગવે રંગાયા છે ત્યારે તેઓ આગામી વર્ષ 2022માં યોજાનાર
વિધાનસભાની ચૂંટણીમાં અનુસૂચિત જાતી માટે અનામત બેઠક અસારવા અને કડી વિધાનસભા બેઠક માટે મજબુત દાવેદાર માનવામાં આવે છે
કારણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અસારવા વિધાનસભા મતક્ષેત્રમાં આવે છે, ત્યારે સામાજીક ન્યાય બાબતોના પ્રધાન પ્રદીપ પરમાર
અસારવા બેઠકથી પ્રતિનિધીત્વ કરે છે, ડો પ્રભાકરના આવવાથી પ્રદીપ પરમાર માટે ફરી વાર ટીકીટ મેળવવી મુશ્કેલ બની શકે છે, જો તેમને કડીમાં
ભાજપ ટીકીટ આપે તો કરશન સોલંકીને એમ એમ પ્રભાકરને જીતાડવા માટે મહેનત કરવી પડશે,
ડો જે પી મોદી વેજલપુર વિધાનસભા
વેજલપુર વિધાનસભા બેઠક પર વર્ષ 2012થી કિશોર ચૌહાણનો કબ્જો છે, તેઓ ઓબીસી સમાજના પ્રતિષ્ઠીત નેતા માનવામાં આવે છે,
ત્યારે ડો જે પી મોદી પણ ઓબીસી સમાજમાંથી આવે છે, અને તેઓ કોરોના કાળ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ
તરીકે સર્વોત્તમ ફરજ બજાવી ગુજરાત સરકાર અને ભાજપનો વિશ્વાસ સંપાદિત કર્યો છે, ત્યારે ભાજપની ગુડ બુકમાં મનાતા ડો જે પી
મોદી જેવા સ્વચ્છ , નખશિખ પ્રમાણિક અને પ્રતિષ્ઠિત ચહેરાને વેજલપુર વિધાનસભા બેઠકથી ચૂંટણી લડાવી શકે છે, ત્યારે બે ટર્મથી સિનિયર ધારાસભ્ય
અને પ્રધાન પદથી થોડા માટે વંચિત રહી ચૂકેલા ઓબીસી નેતા કિશોર ચૌહાણને જે પી મોદીને જીતાડવા માટે મહેનત કરવી પડશે,
કોંગ્રેસના ધારાસભ્યના ફરિયાદ બાદ દર્દીઓ સાથે ગેરવર્તુણુંક કરનારી સિવિલની તબીબને સાઇડ પોસ્ટમાં મુકાઇ
ડો પ્રણય શાહ ને મળી શકે એલિસબ્રિજની ટીકીટ
ડો પ્રણય શાહ બી જે મેડિકલ કોલેજના ડીન રહી ચુકયા છે, તેઓ રાજ્યમાં એમબીબીએસમાં પ્રવેશની કામગીરી જોતા હતા, તેઓ પણ ભાજપના વિશ્વાસુ
તબીબ ગણાય છે, તેઓને ભાજપ એલિસ બ્રિજ બેઠક પરથી ચૂટણી મેદાનમાં ઉતારી શકે છે, એલિસ બ્રિજ બેઠક પર ભાજપ બ્રહ્મ સમાજ અને
વણિક સમાજના પ્રતિનિધીઓને મેદાનમાં ઉતારતો રહ્યો છે વર્ષ 2007થી રાકેશ શાહ એલિસબ્રિજ બેઠકનુ પ્રતિનિધિત્વ કરે છે,
ત્યારે આ વખતે ભાજપ તેમના સ્થાને પ્રણય શાહને નવા ચહેરા તરીકે મેદાનમાં ઉતારી શકે છે,