By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં કોને થશે ફાયદો ! આ છે રાજકીય ગણિત
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં કોને થશે ફાયદો ! આ છે રાજકીય ગણિત
અમદાવાદગુજરાતરાજકોટ

ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં કોને થશે ફાયદો ! આ છે રાજકીય ગણિત

Web Editor Panchat
Last updated: April 14, 2022 3:57 pm
Web Editor Panchat Published April 14, 2022
Share
SHARE

ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં ભાજપને થશે મોટો ફાયદો !

આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે કોગ્રેસના નેતા ઇન્દ્રનિલરાજ્યગુરુ પોતાના અન્ય બે સહયોગિયો સાથે જોડાઇ ગયા,,
ત્યારે રાજનિતિક નિષ્ણાંતો તેનો અનેક મતલબ કાઢી રહ્યા છે,ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવાથી
કોંગ્રેસને મોટુ નુકશાન થશે, પણ તેની સામે આમ આદમી પાર્ટીને રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે નવી નેતાગિરી મળશે
નિષ્ણાંતો માને છે કે રાજકોટની કમ સે કમ ચાર સીટો ઉપર કોગ્રેસના બદલે હવે આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધશે

 

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

https://twitter.com/isudan_gadhvi/status/1514542092248256517?s=20&t=NBDVCX4SkBSEFVEg6BPzUA

ઇન્દ્રનિલ રાજ્યગુરુ, વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇ જેવા નેતાઓએ કોગ્રેસનો હાથ છોડીને આપનો ઝાડુ પકડી લીધો છે,
પહેલા તેઓ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીમાં મુલાકાત કરી,, પછી તેઓ અમદાવાદ આવીને
આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઇ ગયા,

 

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

इंद्रनिल राजगुरु जी एवं वसरामभाई सागठिया जी का मैं आम आदमी पार्टी में स्वागत करता हूँ। हम सबको मिलकर गुजरात के लोगों की हर उम्मीद को पूरा करना है। pic.twitter.com/JX8TNTfEjF

— Arvind Kejriwal (@ArvindKejriwal) April 14, 2022

આપમાં ઇન્દ્રનિલ રાજ્યગુરુનો જોડાવવાનો મતલબ શુ છે

રાજકોટના સ્થાનિક રાજકીય પંડીતો કહે છે કે ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવાથી કોંગ્રેસને રાજકોટના શહેરી વિસ્તારમાં
નુકશાન થશે,, અને આપને ફાયદો થશે, પણ ભાજપને કોઇ મોટુ નુકશાન નહી થાય,,રાજકોટ શહેરની ચાર સીટ
-રાજકોટ પૂર્વ ,
-રાજકોટ પશ્ચિમ
-રાજકોટ દક્ષિણ
-રાજકોટ ગ્રામીણ એસસી
અત્યારે ભાજપ પાસે છે,, ત્યારે આ ચાર સીટ ઉપર ઓછા વત્તા પ્રમાણમાં ઇન્દ્રનિલ રાજ્યગુરુની અસર જોવા મળે છે, રાજકીય વ્યક્તિત્વની સાથે
સાથે બ્રહ્મ સમાજમાં પ્રભુત્વ ધરાવે છે,

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ

ઇન્દ્રનિલ રાજ્યગુરુને વારસમાં મળી છે રાજનિતી !

ઇન્દ્રનિલ રાજ્યગુરુને વારસામાં રાજનિતી મળી છે, તેમના પિતા સંજય રાજ્યગુરુ રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ રહી ચુક્યા છે
2017માં તેઓ તત્કાલિન સીએમ વિજય રુપાણી સામે ઇલેક્શન લડી ચુક્યા છે, હવે વિજય રુપાણી સામે તેઓ હારી ચુક્યા છે
તેમની ચર્ચા એટલા માટે પણ થઇ હતી કે તેઓએ પોતાની સંપત્તિ 141 કરોડની સંપત્તિ હોવાનું ચૂંટણીમાં ઉમેદવાર તરીકે
સોંગંધનામામાં જાહેર કર્યુ હતું,

 

 

કોંગ્રેસને કોઇ ફેર નહી પડે-કોગ્રેસ નેતા
કોંગ્રેસના સિનિયર નેતાઓએ જણાવ્યુ છે કે ઇન્દ્રનિલ રાજ્યગુરુના જવાથી પક્ષને કોઇ ફેર નહી પડે, જ્યારથી તેઓ ચૂંટણી હારી
ગયા છે ત્યારથી તેઓ નિષ્ક્રિય થઇ ગયા હતા, તેઓ કોઇ કાર્યક્રમમાં પણ હાજરી પણ આપતા નહતા, તેમની સાથે તેમના
ટેકેદારો પણ ગયા નથી ,, જે લોકો કોંગ્રેસની વિચારધારામાં માને છે તેઓ પક્ષની સાથે છે,

 

કમાભાઇ રાઠોડની રાજકીય તાકાત સામે ભાજપ થયુ નતમસ્તક !

ભાજપ વધુ મજબતુ થશે, ભાજપ

જ્યારે આ મુદ્દે ભાજપના નેતાઓ માને છે કે ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જવાથી કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં મોટુ નુકશાન થશે
અને હવે સૌરાષ્ટ્રમાં ત્રિપાંખીયો જંગ થશે તો ભાજપને મોટો ફાયદો થશે જેમ ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીમાં
આપની એન્ટ્રી થતા ભાજપને પ્રથમ બહુમતિ સાથે સત્તા મળી હતી,,

વડોદરાના દસ હજાર બાળકો તંત્રના પાપે ભુખ્યા રહે છે- કોગ્રેસનો આરોપ

આપમાં જોડાયા પછી રાજ્યગુરુએ કેજરીવાલ માટે શુ કહ્યુ
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. એવું દિલ્હી અને પંજાબમાં જીત મેળવી પુરવાર કર્યું છે. પંજાબમાં જીત બાદ ગણતરીના દિવસોમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો એક મેસેજ કરો એવું અભિયાન શરૂ કર્યું છે, જે ગુજરાતમાં દેખાતું નથી. હું એવું માનું છું કે અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં, AAP માટે લડે છે. આમ આદમીનો પક્ષ અને સરકાર બને એનાથી પ્રભાવિત થયો હતો.

https://www.panchattv.com/government-joking-in-the-name-of-midday-mill-lunch2319-2/
મારામાં વિશ્વાસ રાખનારા આપમાં જોડાયા- ઇન્દ્રનિલ રાજ્યગુરુ

ઇન્દ્રનિલ રાજ્યગુરુએ કહ્યુ કે  જાહેર જીવન હંમેશાં લોકો માટે રહ્યું હતું. હું કોંગ્રેસમાં હતો, ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દૃષ્ટિએ લાંછન છે. હંમેશાં લોકો માટે મારે મારો સમય આપવો છે. લોકો માટે સમય આપવો હોય તો ભાજપ કરતાં કોંગ્રેસ સારો પક્ષ છે અને આજે આમ આદમી પાર્ટી સારી લાગે છે, એટલે AAPમાં જોડાયો છું. આગામી દિવસો આમ આદમી પાર્ટીના છે. પ્રાઇવેટ હોસ્પિટલને ડોકટરો મળે તો સરકારી હોસ્પિટલમાં ડોકટરો કેમ ન મળે. આજે હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને કહું છું કે જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય તથા નીડર ઊભા રહેવાનો માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ AAPમાં જોડાય એવું ઈચ્છું છું.

 

ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !

નરેશ પટેલ સમજુ છે- ઇન્દ્રનિલ

ભાજપ ગુજરાતને ગમતું નથી. કોંગ્રેસ દમ દેખાડતું નથી. આપ સૌને ગમે છે. મને વિચાર આવ્યો એટલે હું જોડાયો છું. આજકાલ રાજકીય સ્થિતિ છે કે સોદા થયા એવું કહેવાય છે. હું સોદાનો માણસ નથી. ત્યાં મારી પ્રતિષ્ઠા નહોતી એવું નહોતું. અગત્યની વાત એ છે કે ભાજપની સરકાર ન જોઈએ, એ કોંગ્રેસમાં છે નહીં એટલે AAPમાં જોડાયા છીએ. હું પાર્ટી જે નક્કી કરે એમ ચૂંટણી લડીશ. હું લડવા કરતાં પાર્ટીને ઉપયોગી થાઉં, પરંતુ અગત્યતા ચૂંટણી લડવાની નહીં. કોંગ્રેસમાં મારો વ્યક્તિગત વાંધો ન હતો. કોંગ્રેસમાં આયોજનની ક્ષમતા છે. નરેશ પટેલ મારા મિત્ર છે. કોંગ્રેસમાં જોડાવાના છે એ મને ખબર નથી. નરેશ પટેલ હોય ત્યાં મારું કદ વધે, પણ ઘટે નહિ. કોઈપણ સમાજની સારું ઈચ્છતી વ્યક્તિ જોડાતી હોય અને તેમને લાગે તો જોડાય જાય.

ગુજરાત રાજ્ય સયુક્ત કર્મચારી મોર્ચો હવે સરકારને માંગણીઓને લઇને ઘેરશે

આમ આદમીની સત્તાને વાર નથી- રાજ્યગુરુ

આજે હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય અને નીડર ઊભા રહેવાનો માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ આમ આદમીમાં જોડાય એવું ઈચ્છું છું. બહુ વાર લાગશે એવું માનનારા લોકોને કહેવા માગીશ કે આમ આદમીની સત્તાને વાર નથી. સરકાર 2022માં AAPની બનશે. સૌના સહિયારા પ્રયાસથી થોડા જોરના ઝટકા મારવાના છે. ભ્રષ્ટાચારનો ભરડો લઈ ચૂકેલા ભાજપને 2022માં જ દૂર કરીએ એવી ગુજરાતની જનતાને મારી અપીલ છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આજે આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર છે. આજે અરવિંદ કેજરીવાલના નેતૃત્વથી પ્રભાવિત થઈ કોંગ્રેસના ત્રણ નેતા AAPમાં જોડાઈ રહ્યા છે. કાલે કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને કોમલબેન AAPમાં જોડાયાં છે. જેને કામ કરવું હોય, લોકસેવા કરવી હોય તેમના માટે માત્ર AAP વિકલ્પ છે.

You Might Also Like

મહિલા નેતાના પતિને કોણે દેખાડ્યા ધોળે દિવસે તારા !

મક્કમ સરકાર અડીખમ વિકાસગાથા પુસ્તક કોના લાભાર્થે બહાર પાડવામાં આવ્યું

આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે.હર્ષસંધવી ગૃહ રાજયમંત્રી

સંત સવૈયાનાજીનો ગોખ ભાજપને કેમ યાદ આવ્યો !

પોલીસના નવા નેતા કોણ !

TAGGED:AAPArvind KejriwalBJPCongressindranil rajyguruIsudan Gadhavikejriwalnaresh patelrajkotsaurastra
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?