બેદરકારીથી બાળકનું મોત છતાં પ્રજાની પડખે રહેવાના બદલે આરોપી નર્સ અને ડોક્ટરને બચાવવામાં કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખને કેમ છે રસ !
નડિયાદ વિધાનસભા બેઠકનું શુ છે ગણિત- ભાજપ કોંગ્રેસમાં કેટલા છે દાવેદાર !
કોઇ પણ દમ્પત્તિ માટે બાળકનો જન્મ કોઇ ઉત્સવથી કમ નથી હોતો,,પણ જો સરકારી મેડકિલ સ્ટાફના બેદરકારીથી બાળકનુ મોત થાય,અને આરોપીઓને બચાવવા માટે જો કાઉન્સિલર પણ મૈદાનમાં ઉતરી આવ્યા,,સાથે આ કાઉન્સિલર
આ દમ્પત્તિને આર્થિક વળતર લઇને સમાધાન કરવાની દબાણ પણ કરાવાનો આરોપ લગાવાઇ રહ્યો છે, ઘટના અમદાવાદના ગોમતીપુર વિસ્તારની છે,,અને દમ્પતિએ હવે ન્યાય માટે જવાબદાર નર્સ અને ડોક્ટર વિરુધ્ધ પોલીસમાં અરજી કરી છે,,
ગુજરાતમા પેપરલિક કાંડમાં કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ક્રિય- યુવરાજ સિહનો આરોપ
અમદાવાદ વસ્ત્રાલમાં રહેતા જીગ્નેશભાઇ પરમાર અને તેમની પત્ની ઉન્નતી બેન પરના ઘરમાં નવો મહેમાન આવવાની તૈયારીમાં હતો, પત્ની ગર્ભવતી થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો,, ડોક્ટરોએ ડીલવરી માટે જુલાઇ મહિના સમય આપેલો હતો
ઉન્નતી બેન પરમાર નિયમિત ચેક અપ માટે ગોમતીપુર અર્બન હેલ્થ આવતા હતા, તેઓ પાચેક વખત ગોમતીપુર અર્બેન હેલ્થ સેન્ટરમાં સોનોગ્રાફી કરાવી હતી,જેમાં બાળક સ્વસ્થય હોવાનુ જણાયુ હતું, જ્યારે ઉન્નતિ બેન પરમારના બાળકનુ નવમું
મહિનો શરુ થયો ત્યારે પણ ચેક અપ માટે ગયા હતા તો તબીબોએ માતા અને બાળક બન્ને સ્વસ્થ્ય છે, ચિન્તાનો કોઇ કારણ નથી, શારીરીક અને માનસિક વિકાસ પણ સારો થઇ રહ્યો છે, ત્યારે
એક જુનના રોજ સાંજે પાચ વાગ્યાની આસપાસ ઉન્નતી બેનને દુખાવો થતા તેઓ માતા અરુણા બેન સાથે ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટર પહોચ્યા,, જ્યાં નર્સ ધ્વની બેન પંચાલ મળ્યા, ત્યાં ડોક્ટર હાજર ન હતા, જો કે ત્યાં ડો શબનમ સિદ્દીકી ડ્યુટી
ઉપર હોવાનું હાજરી પત્રકમાં બોલતું હતું, જો કે તેઓ ગેર હાજર હતા, ત્યારે ડોક્ટરની ગેર હાજરીમાં ઉન્નતી બેનને નર્સ ધ્વની પંચાલે ડોક્ટરની જેમ સાર વાર આપવાનુ શરુ કરી દીધું,, અમે અનેક વખત રજુઆત કરી હતી કે ડોક્ટરને બોલાવો
પણ ધ્વની બેને ડોક્ટરને બોલાવ્યા જ નહી,,
બીજા દિવસે સવારે એટલે 2 જુને સવારે ચાર વાગ્યે ઉન્નતિ બેન પરમારને ફરી દુખાવો થતા ધ્વની પંચાલે તેમને દવા અને ઇન્જેક્શન આપેલ,,તેમને ઉન્નતિ બેનને અર્બન હેલ્થ સેન્ટરમાં રાઉન્ડ મારવા કહ્યુ. ઉન્નતિ બેન રાઉન્ડ મારતા હતા એ દરમિયાન જ
સવાર સાત વાગ્યે ડીલીવરી માટે નર્સ ધ્વની બેન પંચાલ અને આયાબેન ઓપરેશન થિયેટરમાં લઇ ગયા,જ્યાં તેઓ ડોં શબનમ સિદ્દીકીની ગેર હાજરીમાં ઉન્નિત બેન ઉપર જોખમ લીધું,,અને ડીલીવરી કરાવી,બાળક તો થયું પણ તેમાં કોઇ હલન ચલન ન હતું,બાળકના ડીલીવરી થયાના 20 મિનીટ બાદ ડો શબનમ સિદ્દીકી દોડતા આવ્યા, અને કહ્યુ કે બાળકને ધબકારા નથી એટલે તમારે બીજી મોટી હોસ્પિટલમાં જવુ પડશે,,,ત્યારે અમે 108ની રાહ જોયા વગર બાળકને લઇને સારદાબેન હોસ્પિટલ પહોચ્યા
જ્યાં ઇસીજીના રિપોર્ટ આધારે શારદાબેન હોસ્પિટલના તબીબોએ બાળકને મૃત જાહેર કરેલ, એ દરમિયાન શારદાબેન હોસ્પિટલના તબીબોએ માહિતી આપી હતી કે ચોગ્ય રીતે ડોક્ટર દ્વારા ડીલીવરી કરાઇ નથી, જેને કારણે બાળક મૃત્યુ પામ્યુ છે,
ડો શિગુફ્તા બી શેખે વિડીયોમાં ભુલ સ્વિકારી
મહત્વની વાત એ છે કે જ્યારે પિડીત દમ્પતિએ આ અંગે ફરિયાદ કરી તો પહેલા તેમને સ્થાનિક અલફૈજ હોસ્પિટલના ડોક્ટર શિગુફ્તા બી શેખે જણાવ્યુ કે
સત્ય રીતે કહુ તો અમારો વાક નિકળશે,
અમારા સેટઅપનો વાક નિકળશે અમારા માણસનો વાક નિકળશે
હુ કોઇ દિવસ ખોટુ બોલતી નથી
આમા તમે કઇક આગળ વધશો તો અમારા સેટઅપમાથી ચાર માણસો ઓછા થઇ જશે
અમારી સિસ્ટમ પનીશ થશે,,
હુ તમને રિક્વેસ્ટ કરુ છું
તમારા નસીબ સારા હોત તો આવી સ્થિતિમાં પણ તમારો બાળક બચી ગયો હોત
અમે દિલ ગિર છીએ,અમે માફી માંગી લઇએ છીએ
અમને પનીશમેન્ટ મળવાથી તમને કોઇ ફાયદો મળવાનો નથી
અમે જ્યારે નવરા બેઠા હોઇશુ ત્યારે આ ઘટના હમેશા અમને યાદ આવશે,.
ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે પરિવારને દબાવવાનો કર્યો પ્રયત્ન
આ ઘટના અગે જ્યારે પરિવારે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી તો સ્થાનિક કાઉન્સિલ ઇકબાલ શેખે આ પરિવારને દબાવવાનો પ્રયત્ન કર્યો તેઓએ પરિવારને કહ્યુ કે
મોટુ મન રાખવુ પડે, હુ હકથી કહુ છુ
આપણે માફ કરી દેવુ પડે,
ક્યાં તો માફી પત્ર લખાવી લેવું પડે, અથવા તો સમાજના નામે પેનલ્ટી લેવી હોય તો આપણે તૈયાર છીએ
મહત્વની વાત એ છે કે આ પરિવારે પણ આરોપ લગાવ્યો છે કે સ્થાનિક કાઉન્સિલર ઇકબાલ શેખને ને પ્રજાની સાથે રહેવાની જરુર છે, પણ ડોક્ટર મુસ્લિમ છે, જેથી સ્થાનિક મુસ્લિમ કાઉન્સિલર તેમને બચાવવા માટે
અમને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ અમે દબાઇશુ નહી,, જનતાના પગાર લેતા આ ડોક્ટર્સ અને નર્સ જો બેદરકારી દાખવે તો તેમના ઉપર કાર્યવાહી થવી જોઇએ
સાથે જનતા ટેક્સમાંથી પગાર લેવા છતાં ફરજ ઉપર ડોક્ટર કઇ રીતે ગેર હાજર રહી શકે,, અને ગેર હાજર રહીને તેઓ જનતાના ટેક્સના નાણા પગાર સ્વરુપે કઇ રીતે લઇ શકે છે,,જેથી અમને કોઇ પણ
ભોગે ન્યાય જોઇએ છે,જેથી ભવિષ્યમાં આવી બેદરકારી કોઇ બીજા સાથે આ ડોક્ટર્સ અને નર્સ ન કરી શકે,,સાથે ઇકબાલ શેખ જેવા કાઉન્સિલરને વિચારવુ જોઇએ કે શુ તેમની મા બહેન કે પત્ની સાથે
આ ડોક્ટર્સ આવુ કરે તો પણ તેઓ નાણા આપીને સમાધાનની વાત કરશે,,આવા જનતાના પ્રતિનિધીઓને જાકારો આપવો જોઇએ,,
આમ હાલ તો આ પરિવારનો નાના દિકરા લખન પરમારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અને નર્સ વિરુધ્ધ પોલીસમાં અરજી આપીને ન્યાયની અપીલ કરી છે,
આ કેસમાં જે રીતે બેદરકારી થઇ છે તેને લઇને ફરિયાદી પોલીસ ઉપરાંત મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ કરી શકે છે,
તબીબી બેદરકારીનો અર્થ શું,
જવાબ- જ્યારે ડૉક્ટર અથવા તબીબી સ્ટાફ દર્દીની સારવાર અથવા સંભાળમાં બેદરકારી દાખવે છે. જેમ કે ખોટી દવા આપવી, ખોટી રીતે સર્જરી કરવી, ખોટું તબીબી માર્ગદર્શન આપવું, સર્જરી વખતે દર્દીને નુકસાન પહોંચાડવું, આ બધું તબીબી બુદ્ધિ હેઠળ આવે છે. કારણ કે, તેના કારણે દર્દીને નુકસાન થાય છે અને તેનું મૃત્યુ પણ થાય છે.
આ કેસમાં ડીલીવરી કરાવવાનો અધિકાર નર્સને ન હતું,, ડોક્ટર ડીલવરી સમયે ફરજ ઉપર હાજર રહેવું જોઇએ ,, તેઓ ફરજ ઉપર ગેર હાજર રહ્યા હતા,તેઓએ આવી રીતે બેદરકારી દાખવી છે,
પ્રશ્ન- મેડિકલ બેદરકારી થઈ, તે કેવી રીતે નક્કી?
જવાબ- કોઈ વ્યક્તિ હોસ્પિટલ કે ડૉક્ટર પાસે એ આશા સાથે જાય છે કે ત્યાં તેની યોગ્ય સારવાર થશે. દર્દીની સારવાર કેવી રીતે કરવી તે નક્કી કરવાની ફરજ ડૉક્ટરની છે. આ માટે શું કરવું પડશે, કઈ દવા આપવી જોઈએ અને કઈ નહીં. જ્યારે ડોક્ટર કે મેડિકલ સ્ટાફ તેમની ફરજ યોગ્ય રીતે નિભાવતો નથી તો તેને સારવારમાં બેદરકારી ગણી શકાય.
આ કેસમાં કયો ઇન્જેક્શન આપ્યો અને કઇ દવા આપી તેની કોઇ નોધ કરાઇ ન હતી, જેથી કઇ દવા અપાઇ તે ખબર ન હતી,,જે મેડિકલ સ્ટાફનો મોટો ભુલ હતો,,
પ્રશ્ન- તબીબી બેદરકારી અંગે કોઈ કાયદો છે કે નહીં?
જવાબ- હા, આ માટે કાયદો છે. ક્યારેક કુશળ ડૉક્ટર પણ બેદરકાર બની જાય છે. આ બેદરકારીનો સંબંધ વ્યક્તિના જીવન અને મૃત્યુ સાથે છે. તેથી તેને ગુનો ગણવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, ડૉક્ટર, હોસ્પિટલ, નર્સિંગ હોમ અથવા આરોગ્ય કેન્દ્ર સામે કેસ દાખલ કરી શકાય છે.
આ કેસમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે,
પ્રશ્ન- હું મેડિકલ બેદરકારીની ફરિયાદ કેવી રીતે નોંધાવી શકું?
જવાબ- તમે આ રીતે ફરિયાદ કરી શકો છો…
તમે તબીબી અધિક્ષકને લેખિત ફરિયાદ કરી શકો છો.
ફરિયાદ કર્યા બાદ તેની કોપી સીએમઓ (ચીફ મેડિકલ ઓફિસર)ને આપવાની રહેશે.
જો CMO તરફથી કોઈ જવાબ ન મળે અથવા તમે તેમના જવાબથી સંતુષ્ટ ન હોવ, તો તમે તમારા રાજ્યની મેડિકલ કાઉન્સિલને ફરિયાદ કરી શકો છો.
જો તબીબી બેદરકારીને કારણે જાનહાનિ થાય અથવા જીવને જોખમ હોય તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય છે.
જો કોઈ તબીબ સારવારમાં બેદરકારી દાખવે તો તેની સામે ફોજદારી અને સિવિલ એમ બંને કેસ કરવામાં આવે છે.
ડૉક્ટર સામે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહક કોર્ટમાં પણ કેસ થઈ શકે છે.
ફોજદારી કેસના કિસ્સામાં, ગુનાનો ઇરાદો સાબિત કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જ્યારે ડોક્ટર ક્રિમિનલ કેસમાં દોષિત સાબિત થાય છે, તો તેને જેલની સજા થઈ શકે છે.
સિવિલ કેસમાં, પીડિત નુકસાન માટે વળતરનો દાવો કરી શકે છે.