By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સંપન્ન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > મેહસાણા > મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સંપન્ન
ગવર્મેન્ટગુજરાતમેહસાણા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સંપન્ન

Web Editor Panchat
Last updated: June 21, 2025 10:49 pm
Web Editor Panchat Published June 21, 2025
Share
SHARE

———-
“Yoga for One Earth One Health” અને ” મેદસ્વિતા મુક્ત સ્વસ્થ ગુજરાત”નો ધ્યેય સાકાર કરવા રાજ્યભરમાં લાખો લોકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા
——-
ગુજરાતે વિશ્વ યોગ દિવસે નવો કિર્તીમાન પ્રસ્થાપિત કર્યો
અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ૨૧૨૧ યોગ સાધકોએ એક સાથે ભુજંગાસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ માં સ્થાન મેળવ્યું
——–
વહેલી સવારે શાંત વાતાવરણમાં યોગાભ્યાસથી અનંત અનાદિ વડનગર બન્યું યોગમય


———–
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
* ભારતના ઋષિ-મુનિઓની સમગ્ર માનવજાતને ભેટ સમાન યોગવિદ્યાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી.
* યોગ દ્વારા માનસિક અને શારીરીક સ્વાસ્થ્ય સાથે સંપુર્ણ આધ્યાત્મિક વિકાસ થાય છે
* સંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વિતા મુક્ત ગુજરાત -સ્વસ્થ ગુજરાતનો સામુહિક સંકલ્પ સાકાર કરવાની નેમ.
* યોગની પ્રાચીન પરંપરા જનઆંદોલન બનીને વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે
* આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારીરિક અને માનસિક સ્વસ્થતા માટેનું ચાલકબળ છે
———
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગ દિવસ અવસરે કરેલા પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું
———-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની “Yoga for One Earth One Health” અને “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત” થીમ સાથે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષના યોગ દિવસે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ૨૧૨૧ યોગ સાધકોના એક સાથે ભુજંગાસન દ્વારા નવો કિર્તીમાન પ્રસ્થાપિત કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ માં સ્થાન મેળવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં આ અગાઉ પણ ગુજરાતે ૨૦૨૩માં ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરત ખાતે એક સાથે ૧.૫૦ લાખ લોકોની સામૂહિક યોગ સાધનાનો વિક્રમ અને ૧લી જાન્યુઆરી ૨૦૨૪ એ એક સાથે ૧૦૮ સ્થળોએ ૫૦ હજાર લોકો દ્વારા સામૂહિક સુર્યનમસ્કારનો વર્લ્ડ રેકર્ડ રચીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર ખાતેના આ યોગ દિવસ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી અને ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલ રાજપુત તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ યોગ સાધકો સાથે સામૂહિક યોગમાં જોડાયા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમ ખાતે વિશ્વ યોગ દિવસમાં જોડાઈને દેશ વાસીઓને આપેલા પ્રેરક સંદેશનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સૌને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આપણાં ઋષિમુનીઓએ સમગ્ર માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોને પરિણામે આ પ્રાચીન યોગ સંસ્કૃતિને યુનાઈટેડ નેશન્સ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીથી વિશ્વ ભરમાં સ્વિકૃતી મળી છે.

૨૦૧૫થી દર વર્ષે તા.૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે એ શ્રેણીમાં આ વર્ષે ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે.યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે. યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મક્તા આવે છે. એટલું જ નહિ, યોગ આપણને આત્મ-શિસ્ત, સંયમ અને આત્મ-જાગૃતિ શીખવે છે.

રાજ્યભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ દોઢ કરોડ લોકો ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા છે તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના ૧૧ વર્ષ પણ આ વર્ષે પુરા થઈ રહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ યોગથી લઈને આયુષ્યમાન ભારત સુધી લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી છે. પ્રિવેન્ટીવ હેલ્થ કેર અને આરોગ્યપ્રદ જીવન શૈલી અપનાવવાના અનેક કાર્યક્રમો તેમણે શરૂ કરાવ્યાં છે.

યોગ અને પ્રાણાયામની પ્રાચીન સ્વાથ્ય વિરાસત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રયાસોથી વિશ્વના દેશોના લોકોની રોજ બરોજની જીવન શૈલીનો ભાગ બની ગઈ છે તેમ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વિતા મુક્ત ગુજરાત -સ્વસ્થ ગુજરાતનો સામુહિક સંકલ્પ કરીને યોગની પ્રાચીન પરંપરા જનઆંદોલન બનાવવી છે અને વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરવાની નેમ છે.

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રાણાયામ પ્રાચીન કાળથી આપણા ઈતિહાસમાં રોજિંદા જીવનમાં વણાયેલી છે. યોગ અને પ્રાણાયામ થકી શરીરની તંદુરસ્તી સાથે શરીર સતત ઉર્જાવાન રહે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિ, આપણા સાહિત્યની સાથે સાથે સ્વાસ્થ્ય માટે યોગ આદર્શને દુનિયા સમક્ષ ઉજાગર કરવાનું અદભૂત કાર્ય કર્યું છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આપણો પ્રાચીન ઇતિહાસ પ્રાચીન સંસ્કૃતિની સાથે પ્રાચીન જે પણ કોઈ આપણી રીત રસમો છે એને સ્વીકારવા માટે આજે વિશ્વ તૈયાર થયું છે.આજે આપણે માતૃભૂમિના પ્રાચીન વારસાની ગૌરવની ભાવના સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છે તો આપણે સૌ આપણા રોજિંદા જીવનમાં યોગને વણી સ્વસ્થ્ય જીવન માટે યોગના આદર્શને અપનાવીએ.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલ રાજપુતે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે યોગ અભ્યાસની જીવનમાં સ્વસ્થતા અને તંદુરસ્તી સાથે માનસિક અને આધ્યાત્મિક જોડાણ પણ વિસ્તૃત સમજ આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ,લોકસભાના સાંસદશ્રી હરિભાઈ પટેલ,ધારાસભ્ય સર્વે શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી મુકેશભાઈ પટેલ, દૂધ સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, અગ્રણીશ્રી ગીરીશભાઈ રાજગોર, અગ્ર સચિવ શ્રી એમ. થેન્નાસરન, જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ હસરત જૈસમીન, નિવાસી અધિક કલેક્ટરશ્રી જશવંત કે જેગોડા તેમજ પદાધિકારી અધિકારી સહિત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

ગુજરાતમાં અત્યાધુનિક રોડ નેટવર્કનું નિર્માણ: ₹93 હજાર કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 247 મૃતકોના DNA મેચ, 232 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર, 40 જિલ્લા – શહેરમાં નવા પ્રમુખોની વરણી

ભર ચોમાસે હાઇવે પર દોડતી વાઇપર વિહોણી એસ.ટી બસો મુસાફરો પર મોતની લટકતી તલવાર સમાન

TAGGED:21 JUNEbhupendrapatelgujaratyoga day
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોની સામે કેસમાં હર્ષ સંઘવીની પોલીસને હાઇકોર્ટની લપડાક !
અમદાવાદ કાયદો ગુજરાત
GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત શિક્ષણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ ભાજપ રાજકારણ
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ
ગવર્મેન્ટ ગુજરાત જાણવા જેવું જુનાગઢ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?