By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસો CPSEના યોગદાન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસો CPSEના યોગદાન
ગાંધીનગરગુજરાત

રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસો CPSEના યોગદાન

Web Editor Panchat
Last updated: June 9, 2022 1:19 pm
Web Editor Panchat Published June 9, 2022
Share
SHARE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રેરક ઉપસ્થિતિમાં “ અંગેના ત્રિદિવસીય પ્રદર્શનનો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ- સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ પ્રદર્શન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇસીઝ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.

ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા દેશભરમાં ૬ થી ૧૨ જૂન દરમિયાન આઇકોનિક સપ્તાહની ઉજવણી અન્વયે યોજાઇ રહેલા આ પ્રદર્શન સાથે આત્મનિર્ભર ભારત માટે CPSEની ભૂમિકા વિષયક પરિષદનો પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો.

આ પરિષદમાં મહત્વકાંક્ષી જિલ્લા- એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને CSR વિષયક બાબતો અંગે વર્કશોપ -ડિસ્કસન સિરિઝ યોજાશે.

એટલું જ નહીં MSE પાસેથી પ્રાપ્તિ અને CPSEની એન્યુઅલ ઓડીટ પ્રણાલી જેવી બાબતો અંગે વિવિધ CPSEsના CEOs એક કોમન પ્લેટફોર્મના માધ્યમથી વૈચારીક આદાન-પ્રદાન કરવાના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રદર્શન અને પરિષદનો પ્રારંભ કરાવતાં, ગાંધીનગરની આ કાર્યક્રમ માટે પસંદગી કરવા બદલ કેન્દ્રીય નાણામંત્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી ના દિશાદર્શનમાં ભારતે સંયુક્ત અર્થતંત્ર અપનાવ્યું છે. આ માળખાની વિશેષતા એ છે કે તેમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર એમ બંનેને મહત્વની ભૂમિકા નિભાવવાની તક મળે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની પાંચ થીમ, ફ્રિડમ સ્ટ્રગલ, આઇડિયાઝ @75, રીસોલ્વ @75, એક્શન@75 અને એચિવમેન્ટ@75 તે બધી જ થીમ CPSEs અને PSEs સાથે સુસંગત રીતે જોડાયેલી છે.

આવા પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ દેશમાં પ્રાથમિક ક્ષેત્રથી માંડીને સેવા ક્ષેત્રમાં યોગદાન આપી વિકાસની ગતિ, આત્મનિર્ભરતાની દિશા વધુ તેજ બનાવે છે, તેવો મત શ્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં આવા PSEsની સંગીન અને મજબૂત ઉપસ્થિતિની ભૂમિકા આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગિફ્ટ સિટીની સુવિધાઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ગિફ્ટ સિટીમાં વિશાળ જગ્યા, ICT નેટવર્ક, ગ્લોબલ ટ્રેઝરી ઓપરેશન્સ શરૂ કરી શકવાની સુવિધાઓ, બેક ઓફિસ અને IT ઓપરેશન્સની વ્યાપક સગવડોનો લાભ લેવા CPSEs ગિફ્ટ સિટીમાં મૂડી-રોકાણ, વ્યવસાય કરવા આવે તેવો અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ આ પરિષદમાં સહભાગી થઇ રહેલા વિવિધ CPSEsના CEOsને લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની અવશ્ય મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
……….

You Might Also Like

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત

ભાજપના ભ્રષ્ટ નેતાઓ ના કારણે ગુજરાત આજે 3.50 લાખ કરોડના દેવામાં ડૂબી ગયું છેઃ ઇસુદાન ગઢવી

અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી યોજશે ભાજપ જ્ઞાન પરિક્ષા

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધે જુની પેન્શન યોજનાની માંગ સાથે કાર્યક્રમ યોજ્યો,

TAGGED:amit shahazadi amrut mahotsavc r patilcm bhupendra patelharsh sanghvijagdish panchaljitu vaghanimansukh mandviyaNarendra Modinirmla sitaramanvallbhbhai kakdiyaviajy rupani
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું
ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?