Connect with us

ઇન્ડિયા

સાવધાન – વોટ્સએપ સપોર્ટ સેન્ટરના નામે થઇ શકે છે છેતરપિંડી

Published

on

સાવધાન – વોટ્સએપ સપોર્ટ સેન્ટરના નામે થઇ શકે છે છેતરપિંડી

વોટ્સએપનો બહુ બહોળો ઉપયોગ થતો હોવાથી, તેમાં છેતરપિંડીના નીતનવા કીમિયા પણ લોકો શોધતા રહે છે. જેમ કે વોટ્સએપ સપોર્ટ સેન્ટરને નામે થતી છેતરપિંડી.

તમે કદાચ જાણતા હશો કે વોટ્સએપ એકાઉન્ટ સંબંધિત આપણને કોઈ પણ સમસ્યા હોય તો આપણે સીધો વોટ્સએપનો સંપર્ક કરી શકીએ છીએ. એ માટે વોટ્સએપ એપમાં સેટિંગ્સમાં હેલ્પ સેકશનમાં જવાનું હોય છે. અહીં ‘કોન્ટેક્ટ અસ’નો વિકલ્પ જોવા મળે છે. તેને ક્લિક કરતાં એક બોક્સ ખૂલે છે, જેમાં આપણે આપણી સમસ્યા વોટ્સએપને લખીને મોકલી શકીએ છીએ (વોટ્સએપ પેમેન્ટ સંબંધિત કોઈ તકલીફ હોય તો એ માટે પેમેન્ટ્સના હોમસ્ક્રીન પરથી સપોર્ટ માટે આગળ વધવાનું હોય છે).

આ મુજબ આપણે આપણી સમસ્યા વોટ્સએપને લખીને મોકલીએ ત્યારે ઇચ્છીએ તો આપણા ફોનના મોડેલ તથા સેટિંગ્સ સંબંધિત ટેકનિકલ વિગતો ઉમેરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકીએ છીએ. આ પછી વોટ્સએપ આપણો વોટ્સએપ ચેટ દ્વારા વળતો સંપર્ક કરે છે.

Advertisement

અહીં સુધી તો બધી વાત બરાબર છે. પરંતુ તકલીફ ત્યારે શરૂ થાય છે જ્યારે વોટ્સએપની આ સુવિધાનો કેટલાક લોકો ગેરલાભ ઉઠાવે છે. વોટ્સએપના હેલ્પ સેન્ટરનો કોન્ટેક્ટ કરવાની વિધિ સાવ સીધી સાદી છે પરંતુ ઠગ લોકો સામેથી વોટ્સએપ સપોર્ટ સેન્ટરનો દેખાવ ઊભો કરીને જુદા જુદા લોકોને રેન્ડમલી મેસેજ મોકલે છે. જે રીતે પેટીએમ જેવા વોલેટમાં કેવાયસી બાકી હોવાનું કહીને લોકોને ઠગવામાં આવે છે એ રીતે વોટ્સએપમાં આપણું એકાઉન્ટ ચાલુ રાખવા માટે અમુક વેરિફિકેશન જરૂરી છે એવું કહીને આપણી વિગતો માગવામાં આવે છે. ઘણા લોકો તેમને મળેલો આવો મેસેજ સાચો છે કે નહીં તે તપાસ્યા વિના પોતાની વિગતો આપી બેસે છે.

હવે સવાલ એ થાય કે આપણને મળેલો મેસેજ ખરેખર વોટ્સએપ તરફથી આવ્યો છે કે અન્ય કોઈ વ્યક્તિ કે ઠગ તરફથી તેની ખાતરી કેવી રીતે કરવી?

આનો એક સહેલો રસ્તો છે. જે રીતે ફેસબુક, ટ્વીટર વગેરેમાં જે તે એકાઉન્ટ અસલી હોવાનું દર્શાવતા વેરિફિકેશન માર્ક હોય છે એ જ રીતે વોટ્સએપમાં પણ એકાઉન્ટ જેન્યુઇન હોવાનો એક ટિક માર્ક હોય છે. આવી સગવડ માત્ર વોટ્સએપના બિઝનેસ એકાઉન્ટને મળે છે. વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટનો ઉપયોગ કરતી કંપની અમુક વિધિ પૂરી કરીને તેમનું એકાઉન્ટ વેરિફાય કરી શકે છે અને એ પછી તેમના વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટમાં એકાઉન્ટ અસલી હોવાનું ચિહ્ન ઉમેરાય છે. આ ચિહ્ન વોટ્સએપમાં એકાઉન્ટ યૂઝરના નામ પછી જોવા મળે છે.

દેખીતું છે કે વોટ્સએપ સપોર્ટ સેન્ટરનો દેખાવ કરતા ઠગના એકાઉન્ટને આવો વેરિફિકેશન માર્ક મળે નહીં. આથી તે અન્ય કોઈ જગ્યાએ વેરિફિકેશન માર્કની ઇમેજ ઉમેરે છે. ઠગ માટે સૌથી સહેલો રસ્તો પોતાની પ્રોફાઇલ ઇમેજમાં વોટ્સએપનો લોગો ઉમેરી ત્યાં જ એકાઉન્ટ વેરિફાઇડ હોવાનું દર્શાવતો ગ્રીન બેજ મૂકી દેવાનો હોય છે. વાસ્તવમાં વોટ્સએપમાં એકાઉન્ટ વેરિફિકેશન માર્ક યૂઝર એકાઉન્ટના નામની પછી ઉમેરાય છે, એની પ્રોફાઇલ ઇમેજમાં નહીં. આથી વોટ્સએપ સપોર્ટ સેન્ટરના નામે કોઈ મેસેજ આવ્યો હોય અને તેમાં જે તે બિઝનેસ એકાઉન્ટના નામની બાજુમાં વેરિફિકેશન માર્ક જોવા ન મળે પરંતુ પ્રોફાઇલમાં એવો માર્ક જોવા મળે તો તેનો અર્થ સ્પષ્ટ છે એ કોઈ ઠગનું નકલી એકાઉન્ટ છે અને એ તમને વોટ્સએપના સપોર્ટ સેન્ટરના નામે ઠગવાનું કોશિશ કરી રહ્યો છે.

આવું થાય ત્યારે એ મેસેજના જવાબરૂપે તમારી કોઈ પણ માહિતી આપશો નહીં. વધારાના એક કદમ તરીકે તમે એ યૂઝર એકાઉન્ટને શંકાસ્પદ એકાઉન્ટ તરીકે વોટ્સએપને રિપોર્ટ કરી શકો છો અને એ પછી એ એકાઉન્ટને બ્લોક કરી દેવું સારું.

Advertisement

સામાન્ય રીતે ઠગ લોકો વોટ્સએપ સપોર્ટ સેન્ટરના નામે આપણા ક્રેડિટ કાર્ડ કે આધાર કાર્ડની વિગતો, પાન નંબર કે પછી વોટ્સએપના છ ડિજિટના પાસકોડ જેવી વિગતો માગતા હોય છે અને એમ ન કરવામાં આવે તો એકાઉન્ટ બ્લોક થઈ જશે તેવી આડકતરી ધમકી આપવામાં આવતી હોય છે. વોટ્સએપ તરફથી સત્તાવાર રીતે આવી જ કોઈ માહિતી માગવામાં આવતી નથી. આથી આવા છટકામાં ફસાશો નહીં!

ઇન્ડિયા

KIIT યુનિવર્સિટીમાં હર્ષોલ્લાસ સાથે છઠ પર્વની ઉજવણી, વિશેષ કાર્યક્રમનું આયોજન

Published

on

KIIT યુનિવર્સિટીમાં હર્ષોલ્લાસ સાથે છઠ પર્વની ઉજવણી, વિશેષ કાર્યક્રમનું આયોજન

મહાપર્વની ઉજવણીમાં ડો. સામંતા પણ ઉપસ્થિત રહ્યા
     
ઉત્તર ભારતના સૌથી મહત્ત્વના તહેવાર- છઠ પૂજાની ભવ્ય ઉજવણી KIIT (કિટ) યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી. લોકોની શ્રદ્ધાના આ મહાપર્વના અવસરે યુનિવર્સિટીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિટ અને કિસ યુનિવર્સિટીના સંસ્થાપક ડો. અચ્યુતા સામંતા, યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સસ્મિતા સામંત અને કુલસચિવ જ્ઞાનરંજન મહંતી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા ઉત્તર ભારતના હજ્જારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને છઠ માતાની પૂજા-અર્ચના કરી હતી.
છઠ પૂજા નિમિત્તે ડો. સામંતાએ આ પર્વના મહત્ત્વ અંગે જણાવ્યું હતું કે, આ તહેવાર ફક્ત પર્વ જ નહીં પરંતુ એક એવી સંસ્કૃતિ છે જે લોકોમાં પરસ્પર સહકાર અને ભાઇચારાનો સંદેશો આપે છે. તેમણે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શુભકામના પાઠવી હતી અને તમામના તંદુરસ્ત આરોગ્યની કામના કરી હતી.
ડો. સામંતાએ તમામના જીવનમાં પ્રેમ સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી સૂર્ય દેવને પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, KIIT યુનિવર્સિટીમાં દેશના દરેક રાજ્યમાંથી 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. KIIT યુનિવર્સિટીની વિશેષતા એ છે કે, વર્ષના જુદા જુદા સમયે દેશના વિવિધ ક્ષેત્રોમાં ઉજવાતા અલગ-અલગ તહેવારોનું ત્યાં આયોજન કરવામાં આવે છે.

Continue Reading

ઇન્ડિયા

વિશ્વ રેન્કિંગમાં ‘કિટ’ એ મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરીઃ ટાઇમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગ 2023માં સ્થાન મેળવ્યું

Published

on

વિશ્વ રેન્કિંગમાં ‘કિટ’ એ મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરીઃ ટાઇમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગ 2023માં સ્થાન મેળવ્યું

ભુવનેશ્વર : ‘કિટ’ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે. બુધવારે ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ-2023 જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ‘કિટ’ દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે ‘કિટ’ 801+ની સ્થિતિમાં હતી, આ વર્ષે તેમાં 200 રેન્કનો સુધારો થયો છે અને તે હવે 601+ પર છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા શૈક્ષણિક વાતાવરણ, સંશોધન, નવીનતા, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ અને ઉદ્યોગ સમાવેશ જેવા માપદંડોના આધારે રેન્કિંગ આપવામાં આવે છે.

આ વર્ષે ‘કિટ’ દ્વારા રજત જયંતીની ઉજવણી કરીને, આ સિદ્ધિ મેળવતા સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને કર્મચારીઓમાં ખુશી વ્યાપી છે. ટાઇમ્સહાયર એજ્યુકેશન વિશ્વની તમામ યુનિવર્સિટીઓ માટે આ રેન્કિંગ તૈયાર કરે છે. ગત વર્ષ કરતા વધુ સારું પ્રદર્શન કરીને, ‘કિટ’ આ વર્ષે દેશનાં પૂર્વ વિસ્તાર અને ઓડિશાની યુનિવર્સિટીઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ખૂબ જ ટુંકાગાળામાં આ યુનિવર્સિટીને વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની સમકક્ષ બનાવવા માટે ઘણા શિક્ષણવિદોએ ‘કિટ’ અને KISSના સંસ્થાપક અચ્યુત સામંતની પ્રશંસા કરી છે. વિદ્વાનોએ કહ્યું છે કે, સામંતની દીર્ઘ દૃષ્ટિના કારણે, ઓડિશાની એક યુનિવર્સિટીને આજે સ્થાપિત અને જૂની યુનિવર્સિટીઓને પાછળ રાખીને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની સમકક્ષ બનાવી છે.

આ નિમિત્તેે સામંતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના તમામ પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોને કારણે આ સફળતા શક્ય બની છે. કિટ યુનિવર્સિટીના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ સંસ્થાપક સામંતના નિરંતર પ્રયાસો અને દૂરંદેશીતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ સામંતે કહ્યું છે કે, આ ‘કિટ’ની સફળતા છે.

Advertisement

Continue Reading

ઇન્ડિયા

ક્રાંતિકારી સંત શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી નિધન

Published

on

ક્રાંતિકારી સંત શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી નિધન

જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષે થયું છે. તેઓએ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે સાડા 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. સ્વામી શંકરાચાર્ય બીમાર હતા.તેઓએ દેશની આઝાદીની લડાઈમાં જેલમાં ગયા હતા.રામ જન્મભૂમિ ના ચાલી રહેલા વિવાદ દરમ્યાન તેઓ રામ મંદિર ના નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી.
શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે માહિતી આપી હતી કે સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને સોમવારે સાંજે 5 વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે.

જગદગુરુ શંકરાચાર્ય શ્રીસ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી બે મઠ (દ્વારકા અને જ્યોર્તિમઠ)ના શંકરાચાર્ય છે.તેમના પૂર્વાશ્રમની વાત કરીએ તો તેઓ નો જન્મ સિવની જિલ્લાના જબલપુરની પાસે દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું

તેઓએ 9 વર્ષની ઉંમરે ઘર છોડીને ધર્મ યાત્રા શરૂ કરી હતી. એ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા અને જ્યાં તેઓને બ્રહ્મલીન શ્રીસ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું.ગાંધીજી એ વર્ષ 1942 માં ભારત છોડો ની અંગ્રેજો સામે લડાઈ છેડી ત્યારે તેઓ માત્ર 19 વર્ષની ઉંમરે આઝાદી ની લડાઈ માં જોડાઈ ગયા હતા તેઓ ત્યારે ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા હતા, કેમકે તે સમયે દેશમાં અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થવાની લડાઈ ચાલી રહી હતી. શંકરાચાર્યજીના 99મા જન્મદિવસની ઉજવણી હરિયાળી તીજના દિવસે કરવામાં આવી હતી.
નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ અંતિમ શ્વાસ લીધા. આશ્રમમાં તેમના રુમને હોસ્પિટલ બનાવવામાં આવી હતી.
નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ અંતિમ શ્વાસ લીધા. આશ્રમમાં તેમના રુમને હોસ્પિટલ બનાવવામાં આવી હતી.
તેઓ એ વર્ષ 1950માં દંડ દીક્ષા લીધી
સ્વામી સ્વરૂપાનંદે 9 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું હતું. જે પછી તેઓ કાશી પહોંચ્યા, ભારતના દરેક પ્રસિદ્ધ તીર્થસ્થાનો, સ્થળો અને સંતોની મુલાકાત લીધી. સ્વામી સ્વરૂપાનંદને 1950માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. જ્યોતિમઠ પીઠના બ્રહ્માલિન શંકરાચાર્યએ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેમને 1981માં શંકરાચાર્યની પદવી મળી હતી.
1942માં જ્યારે ભારત છોડો આંદોલનની જાહેરાત કરવામાં આવી ત્યારે સ્વામી સ્વરૂપાનંદ પણ આ આંદોલનમાં જોડાયા હતા. 19 વર્ષની ઉંમરે તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે પ્રખ્યાત થયા. તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્યપ્રદેશની જેલમાં 6 મહિના સુધી કેદ રહ્યા હતા.

Advertisement

રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે દ્વીપીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ પરમ પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ આજરોજ દેવલોક ગમન કર્યું છે તે જાણી અત્યંત વ્યથિત છું . તેઓના રૂબરૂ દર્શન અને આશીર્વાદ લેવા અનેક વખત સદભાગી બન્યો હતો . તેઓ સ્પષ્ટ વક્તા અને ઉત્તમ સ્વભાવના ધણી હતા . તેઓનો મારા પ્રત્યેનો પ્રેમ કદી નહીં વિસરી શકાય . સમગ્ર સનાતન ધર્મ તેમજ દ્વારકાને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

ગુજરાત ના જાણીતા રાજકીય વિશ્લેષક હર્ષદ બ્રહ્મભટ્ટે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

 

Advertisement
Continue Reading

Trending