હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો માટે 21 દિવસનું દિવાળી વેકેશન રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે.જેને લઇને વિવેકાનંદ ડાયમંડ એસોસિએશન રજુઆત કરાઈ છે કે મોટાભાગ ના રત્ન કલાકારો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના હોવાથી દિવાળી વેકેશન દરમ્યાન તેઓ પોતાના વતન માં જતા હોય છે ત્યારે ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરો દ્વારા નિયત ભાડા કરતા વધુ ભાડું વસુલ કરતા હોય છે રત્ન કલાકારો ના વ્યાપક હિતમાં એસટી ના રૂટો માં વધારો કરવા માં આવે જેથી તેમને વતનમાં જવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે.
હીરા ઉદ્યોગ માં 21 દિવસનું દિવાળી વેકેશન
