By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: માલધારી સમાજ પુરતા રહેલા પાકોવર્ક, નેરણ, કાચુ, આભલા, પેચવર્ક, કત્રી, ખારેકવર્કના પરંપરાગત ભરતકામથી દેશ-દુનિયા અવગત થઇ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > કચ્છ > માલધારી સમાજ પુરતા રહેલા પાકોવર્ક, નેરણ, કાચુ, આભલા, પેચવર્ક, કત્રી, ખારેકવર્કના પરંપરાગત ભરતકામથી દેશ-દુનિયા અવગત થઇ
કચ્છગુજરાતજાણવા જેવું

માલધારી સમાજ પુરતા રહેલા પાકોવર્ક, નેરણ, કાચુ, આભલા, પેચવર્ક, કત્રી, ખારેકવર્કના પરંપરાગત ભરતકામથી દેશ-દુનિયા અવગત થઇ

Web Editor Panchat
Last updated: September 20, 2022 5:54 pm
Web Editor Panchat Published September 20, 2022
Share
SHARE

એશિયાના સૌથી મોટા પ્રાકૃતિક ઘાસના મેદાન
એવા બન્નીની વિચરતી જાતિની મહિલાઓ બની આંત્રપિન્યોર

સરકારે સહાય અને માર્કેટીંગ પ્લેટફોર્મ આપતા ઘરની ચાર દિવાલથી બહાર નીકળીને મહિલાઓએ ભરતકામની કળાને ઉજાગર કરી શહેરીજનોને ઘેલું લગાડ્યું

દાયકાથી માલધારી સમાજ પુરતા રહેલા પાકોવર્ક, નેરણ, કાચુ, આભલા, પેચવર્ક, કત્રી, ખારેકવર્કના પરંપરાગત ભરતકામથી દેશ-દુનિયા અવગત થઇ

 

એશિયાના સૌથી મોટા પ્રાકૃતિક ઘાસના મેદાન એવા કચ્છના બન્ની વિસ્તારની માલધારી મહિલાઓ સદીઓથી પરંપરાગત પશુપાલન તથા ઘરની ચાર દિવાલ વચ્ચે ગૃહિણી તરીકે જીવન વ્યાપન કરી રહી છે. આ વિસ્તારમાં રોજીરોટીના સાધન તરીકે પશુપાલન મુખ્ય વ્યવસાય છે. પરંતુ હાલ કેન્દ્ર અને રાજય સરકાર મહિલાઓની ઉન્નતિ તથા તેમને પગભર કરવા વિવિધ યોજનાઓ અમલી કરી છે. ત્યારે તેનો ફાયદો કચ્છના આ સરહદી માલધારી વિસ્તારની મહિલાઓ સુધી પણ પહોંચ્યો છે. એક ક્રાંતિકારી સફળ બદલાવ સરકારના પ્રયત્નથી જોવા મળ્યો છે. અહીંની વિચરતી પ્રજાતિની મહિલાઓ પરંપરાગત વ્યવસાય સાથે ઘરની બહાર નીકળીને પોતાની કલા-કારીગરીના જોરે પોતાનો બિઝનેસ શરૂ કરીને આત્મવિશ્વાસ સાથે વિવિધ શહેરોમાં જઇને વેચાણ કરતી થઇ છે. જે પરંપરાગત કલા અત્યારસુધી માલધારીઓના ઘર સુધી સીમિત હતી તે લોકો સુધી તો પહોંચી છે સાથે જ અહીંની મહિલાઓ તથા તેના સમગ્ર પરીવારને રોજગારીનું નવું સાધન પ્રાપ્ત થયું છે.

ઉલ્લેખનીય છે કે, બન્ની ગ્રાસલેન્ડ કચ્છના રણમાં આવેલું છે, વિવિધ માલધારી જનજાતિથી સમૃદ્ધ બન્નીની ભૂમિ હજારો વર્ષો સુધી સિંધુ અને અન્ય નદીઓ દ્વારા જમા કરેલા કાંપથી બનેલી છે. પરંતુ ૧૮૧૯ના કચ્છના ભુકંપ બાદ સિંધુ નદીએ વહેણ બદલતા આ સમગ્ર વિસ્તાર પ્રભાવી ઢંગથી શુષ્ક બની ગયો છે. પશુપાલન પર નિર્ભર આ વિસ્તારની બન્ની ભેંસ લાખેણી છે. આ વિસ્તાર જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે. સાથે પ્રવાસી અને નિવાસી પક્ષીઓની ૧૫૦થી વધુ પ્રજાતિઓને વિસ્તાર આકર્ષિત કરે છે.

સૌથી મહત્વની વાત એ છે કે, વિવિધ ભરતકામ માટે પણ અહીંનો પ્રદેશ જાણીતો છે. અહીંની મહિલાઓની આંગળીના ટેરવે ગજબનો કસબ છુપાયેલો છે. મહિલાઓના પરંપરાગત પહેરવેશમાં તે ઉડીને આંખે વળગે છે. પરંતુ અત્યારસુધી આ કળા ઘરની ચાર દિવાલથી બહાર નીકળી ન હતી. પરંતુ સરકારના પ્રોત્સાહન, આર્થિક અને માર્કેટીંગ સહાયના કારણે હાલ શહેરી, ગ્રામીણ મહિલાઓની જેમ અહીંની માલધારી મહિલાઓ ઘરની ચાર દિવાલ બહાર નીકળીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. આમ, અહીંની મહિલા આંત્રપ્રિન્યોર બની ગઇ છે.

તાજેતરમાં ભુજ હાટમાં જયારે આખા ગુજરાતમાંથી વિવિધ કલા-કારીગરો પોતાની કળાનું પ્રદર્શન-વેચાણ કરવા પધાર્યા હતા. ત્યારે કચ્છના છેવાડાના બન્નીના ગોરેવાલીની ૪૦ વર્ષીય ઉમલાબેન કેસા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પરં૫રાગત પહેરવેશ તથા પોતાની સંસ્કૃતિને જાળવી રાખીને તેઓ એક બિઝનેસવુમનની જેમ પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી રહ્યા હતા. સાથે જ લાઇવ ભરતકામ દર્શાવીને ગ્રાહકોને તે પોતાની કળા, હથોટીથી વાકેફ કરી રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અત્યારસુધી રોજગારીના સાધનો સીમિત હતા જેનાથી પરિવારને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. અમારી પાસે કલાકારીગરી તો હતી પરંતુ મહિલાઓ ઘરમાં જ રહીને કામ સંભાળતી હોવાથી કોઇ દિવસ બહાર નીકળીને કંઇ નવું કરવાનો વિચાર આવ્યો ન હતો. ઓછા શિક્ષણ, આત્મવિશ્વાસના અભાવ વચ્ચે અમને સરકારે પગભર થવા પ્રોત્સાહિત કરતા સમગ્ર પરીવાર મારી પડખે ઉભીને હાલ મારી મદદ કરી રહ્યો છે. સરકાર દ્વારા સખી મંડળની સ્થાપના કરાવીને વિવિધ યોજનાઓના લાભ સાથે પ્રોડકટના વેચાણ માટે પ્રદર્શન- મેળામાં નિ:શુલ્ક પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું હોવાથી અમારા જેવી અશિક્ષિત મહિલાઓને પણ ખુલ્લુ આકાશ પ્રાપ્ત થયું છે. નવા વિચાર સાથે નવી દિશા મળી છે, હાલ અમે પણ શિક્ષિત મહિલાઓની જેમ કમાણી કરીને અમારા પરિવાર, બાળકોને મદદરૂપ બની રહી છીએ. જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમે આભારી છીએ.

તેઓ ઉમેરે છે કે, છેલ્લા એક વર્ષથી ચામુંડા સખી મંડળની સ્થાપના કરીને અમે અહીંના પરંપરાગત ભરતકામથી વિવિધ પ્રોડકટ બનાવીને વેંચાણમેળાના માધ્યમથી તથા વેપારીઓને વેચાણ કરી રહ્યા છીએ. ભરતકામમાં જોઇએ તો, પાકો, નેરણ, કાચુ, આભલા, પેચવર્ક, કત્રી, ખારેક વગેરેનો ઉપયોગ કરીને પેચ, બોર્ડર, બ્લાઉઝ, કઝરી, વોલપીસ, સાડી બોર્ડર, સ્ટોલ વગેરે બનાવીએ છીએ. હાલ સખી મંડળમાં ગોરેવાલીની ૧૫ બહેનો જોડાયેલી છે. જેઓને ઘર બેઠા કામ મળી રહેતા તેઓ પરીવાર પણ સંભાળી શકે છે તથા રોજગારી પણ રળી રહી છે. છેલ્લા એક વર્ષમાં મેં મુંબઇ, દિલ્લી, કલકત્તા, હૈદરાબાદ, બેંગ્લોર, વડોદરા, અમદાવાદ વગેરે જગ્યાએ પ્રદર્શન – મેળામાં ભાગ લઇને વેચાણ કર્યું છે. જેના કારણે અમને બજારની જાણકારી સાથે કઇ રીતે વધુ બિઝનેસ વિકસાવી શકાય તેમજ પ્રોડક્ટમાં શું ફેરફાર જરૂરી છે તેની ખૂબ જ માહિતી મળી છે. સાથે જ બિઝનેસના પાયાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. અમારા જેવી છેવાડાના વિસ્તારની મહિલાઓ જે વર્ષોથી ચાર દિવાલથી બહાર નીકળી જ ન હતી તેઓને સરકારે બિઝનેસ વુમન બનાવી દિધી છે જે બદલ સરકારનો હું દિલથી આભાર માનીશ.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:kutchhmaldhari smajકત્રીપેચવર્ક
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?