ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !
ખોડલધામના પ્રમુખ (Khodal Dham Pramukh) અને પાટીદાર નેતા નરેશ પટેલ કોગ્રેસના સીએમ પદના ઉમેદવાર બનશે તેવા સમાચારો વહેતા થયા છે,,ત્યારથી સો.મિડીયા ઉપર નરેશ પટેલ કોણ છે( who is naresh patel) તેવી પુછ પરછ શરુ કરી દેવાઇ છે.ગુજરાત બહારના નોન ગુજરાતી બેલ્ટમાંથી આ નામને લઇને સર્ચિંગ ચાલુ થઇ ગયુ છે, ટ્રીટર ઉપર તો અનેક યુઝર્સ પુછતા દેખાઇ રહ્યા છે, સુત્રોની માનીએ તો કોગ્રેસ પણ નરેશ પટેલને ( Naresh Patel ) લઇને હવે ભાજપ (BJP) ના રસ્તે જઇ રહી છે,તેમ કહી શકાય છે
નરેશ પટેલ માટે શુ છે રણનિતિ?
ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે, તેનાથી કોગ્રેસને વ્યાપક નુકશાન થશે તે વાત કોગ્રેસના એક એક નેતાને ખબર પડી ગઇ છે, કારણ હતુ ગાંધીનગર મહાનગર પાલિકાનુ પરિણામ આપે ગાંધીનગરની ચૂટણીમાં સૌથી વધુ નુકશાન કોગ્રેસને કર્યો હતો, જેથી કોગ્રેસને એવા સાફ સુથરા ચહેરાની જરુર હતી જે સમાજિક રીતે તો મજબુત હોય સાથે પક્ષને મતો પણ અપાવી શકે..જેથી છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલને કયા પક્ષમાં જશે તેને લઇને અનેક અટકળો ચાલતી હતી, કારણ કે નરેશ પટેલ 15 એપ્રિલ કોઇ પણ નિર્યણ કરવાની જાહેરાત કરી હતી, તે પહેલા તેમને આપ, ભાજપ અને કોગ્રેસ ત્રણેય પક્ષો તરફથી જોડાવવા માટે આમંત્રણ આપી દેવાયો હતો, ત્યારે હવે જે રીતે માહિતી આવી છે તે પ્રમાણે દેશની રાજનિતિના(POLITICS) ચાણક્ય એવા પ્રશાંત કિશોરે(Prashant Kishor) , રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને(Ashok Gehlot) મધ્યસ્થ બનાવીને નરેશ પટેલને કોગ્રેસમાં જોડવવા માટે રાજી કરી લીધા છે, જેમાં રાહુલ ગાંધીની( Rahul Gandhi) પણ સહમતી છે,
નરેશ પટેલને બનાવાશે કેમ્પેઇનિંગ કમિટીના ચેરમેન !
સુત્રોની માનીએ તો ગુજરાત કોગ્રેસે તેમને સીએમ પદની ઓફર આપી છે, ત્યારે સોશિયલ મિડીયામાં જે રીતે ચાલી રહ્યુ છે તેની માનીએ તો કોગ્રેસ પહેલા તેમને કેમ્પેઇનિંગ કમિટીના ચેરમેન CAMPAINING COMMITI CHAIMAN) બનાવશે પછી તેમને સીએમ પદના ઉમેદવાર તરીકે પ્રતિસ્થાપિત કરી શકે છે, ઉલ્લેખનિય છે કે 2013માં નરેન્દ્રમોદીને (NARENDRA MODI) ગોવાની કારોબારીમાં ભાજપે પહેલા કેમ્પેઇનિંગ કમિટીના ચેરમેન બનાવ્યા હતા પછી પીએમ બનાવ્યા હતા, ઉદ્દેશ્ય એ છે કે આ બહાને નરેશ પટેલને સમગ્ર ગુજરાતમાં કોગ્રેસના ચહેરા તરીકે સ્થાપિત કરી શકાય.
સો.મિડીયા ઉપર નરેશ પટેલની સર્ચ વધી ! હુ ઇઝ નરેશ પટેલ
નરેશ પટેલની NARESH PATEL) ગુજરાતમાં કોગ્રેસના સીએમ તરીકે જાહેરાત થતાની સાથે જ હવે સોશિયલ મિડીયા ઉપર તેમના નામને લઇને ચર્ચાઓ શરુ થઇ ગઇ છે ગુજરાત બહારના લોકો તેમના વિશે જાણવા ઇચ્છુક છે કે નરેશ પટેલ કોણ છે,સાથે જવાબો પણ અપાઇ રહ્યા છે,તેમની માહીતી પણ અપાઇ રહી છે, કેટલાક તો ખોડલધામ સંસ્થા શુ છે તેની પણ પુછ પરછ કરી રહ્યા છે, સાથે નરેશ પટેલ કેવી રીતે પાટીદારોમાં લોકપ્રિય છે. અને જો તેઓ કોગ્રેસમાં જશે તો કોગ્રેસની સિકલ બદલાશે તેવી પણ વાત કરી રહ્યા છે,
રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે !
નરેશ પટેલ જો કોગ્રેસમાં જશે તો નિશ્ચિત છે કે હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંતપાટીલની (C R PATIL) 150 સીટો જીતવાની તેમની રણનિતી ઉંધી પડી શકે છે,જેથી ભાજપ હવે પાટીદારોને(PATIDAR) મનાવવા માટે આગામી દિવસોમાં વધુ કેસો પાછા
ખેચવાના નિર્ણય કરી શકે છે, જે કેસો પાટીદાર આદોલનો દરમિયાન થયા છે, ભાજપ પાસે હવે બે વિકલ્પ છે,,એક તો તે હવે માત્ર જીતના રેકોર્ડની હટ છોડીને જીત માટે પ્લાનિંગ કરે,, અથવા નરેશ પટેલ સમાન કોઇ
બીજો નેતા ઉભો કરે,,સાથે લેઉઆ પાટીદારોને એક કરીને નરેશ પટેલની અસરને ખાળી શકે,, કારણ કે ગુજરાતમાં હવે લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાની સંભાવના રહેશે