હાર્દીક પટેલ અને નૌતમ સ્વામી વચ્ચે મુલાકાત – કુછ તો લોગ કહેંગે
अफवाह थी की मेरी तबियत ख़राब हैं, लोगो ने पूछ पूछ के बीमार कर दिया।
— Hardik Patel (@HardikPatel_) April 15, 2022
કોંગ્રેસી નેતા હાર્દીક પટેલ, આજ કાલ પક્ષની કાર્યનિતીથી નારાજ છે, જેના માટે તેઓ મિડીયાંમાં પોતાની નારાજગી દર્શાવી ચુક્યા છે,પણ તેઓએ સ્પષ્ટ કહ્યુ છે કે
તેઓ કોગ્રેસ નહી છોડે, પક્ષના ભલા માટે કામ કરતા રહેશે, પણ હા તેઓ ઇલેક્શન લડવાની પોતાની ઇચ્છા જાહેર કરી ચુક્યાછે, એવામાં કોગ્રેસે પણ તેમને
સલાહ આપી છે કોઇ પણ નારાજગી તેઓ પાર્ટીના ફોરમમાં જ વક્ત કરે,, તેવામાં અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ નૌતમ સ્વામી સાથે હાર્દીક પટેલની શિષ્ટાચારના નામે
મુલાકાત થઇ,,અને નૌતમ સ્વામી ભાજપના ગુડ બુકમાં માનવામાં આવે છે,
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
સુપ્રિમ કોર્ટમાંથી જ્યારથી હાર્દીક પટેલની સજા ઉપર સ્ટે થયો છે,ત્યારથી હાર્દીક પટેલ હવે ફોમમાં છે, હાર્દીક પટેલે
પહેલા તેણે ઇલેક્શન લડવાની ઇચ્છા ખુલીને વ્યક્ત કરી,,
તેના પછી નરેશ પટેલ મુદ્દે કોગ્રેસ કોઇ નિર્યણ નથી થઇ રહ્યો તેને લઇને નાજગી વ્યક્ત કરી,,હાર્દીક સમાચાર એજન્સી પીટીઆઇને કહ્યુ કે મને કોગ્રેસના કેટલાક નેતાઓ હેરાન કરી રહ્યા છે
અને ઇચ્છી રહ્યા છે કે હુ પાર્ટી છોડી દઉ,,
I am being harassed so much that I feel bad about it. Gujarat Congress leaders want me to leave the party… I am more pained because I have conveyed the situation to Rahul Gandhi many times, but no action has been taken: Gujarat Cong working president Hardik Patel to PTI
— Press Trust of India (@PTI_News) April 14, 2022
પીટીઆઇમાં તેમના નામથી ખબર આવી, તો વિવાદ થઇ ગયો,,
કોગ્રેસ પ્રદેશ સમિતિએ હાર્દીક પટેલ પાસે ખુલાસો માંગ્યો અને તેમની નારાજગી પાર્ટીના ફોરમમાં રજુ કરવાની સલાહ આપી,, ત્યારે હાર્દીકે ટ્ટીટ કર્યુ અને કહ્યુ કે સાચુ બોલવુ જોઇએ
કારણ કે હુ પાર્ટીનુ હિત ઇચ્છુ છું પ્રદેશની જનતા અમારાથી જે અપેક્ષા રાખે છે,,તેના ઉપર આપણે ખરા ન ઉતરીયે તો આ નેતાગિરીનો કોઇ મતલબ નથી,, મેં આજ સુધી પાર્ટીમાં શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો છે
અને આગળ પણ આપતો રહીશ પદનો મોહતાજ નથી કામના ભુખ્યા છીએ,,
सच बोलना चाहिए क्योंकि मैं पार्टी का भला चाहता हूँ। प्रदेश की जनता हमसे उम्मीद रखती है और हम उस उम्मीद पर खरे न उतर सके तो फिर इस नेतागीरी का मतलब क्या हैं ! मैंने आज तक पार्टी को श्रेष्ठ देने का काम किया है और आगे भी करने वाला हूँ। पद के मोहताज नही काम के भूखे हैं।
— Hardik Patel (@HardikPatel_) April 14, 2022
થોડા કલાકો પછી
હાર્દીક પટેલ એક કાર્યક્રમમાં ગયા,, અને ત્યાં મિડીયાની સામે કહ્યુ કે તેઓએ પોતાની વાત મુકી છે, તેઓ ક્યારેય પાર્ટી છોડવાના નથી,
તે પછી રાત્રે પાટીદાર અનામત આદોલનના એક સમયના તેમના સાથી રહેલા અને હાલના આપના નેતા નિખિલ સવાણીએ ટ્ટીટ કરી દીધુ કે
ગુજરાત કોગ્રેસને આવનારા દિવસોમાં મોટુ ઝાટકો લાગવાનો છે,,, તેઓએ આ હાર્દીક પટેલ માટે કહ્યુ હતુ કે બીજા અન્ય નેતાઓ માટે તેની સ્પષ્ટતા
કરી ન હતી,
गुजरात कांग्रेस को आने वाले दिनों मैं बड़ा झटका लगने की तैयारी…
— Nikhil Savani (@NikhilSavani_) April 14, 2022
રાત્રે સવા અગિયાર વાગ્યે હાર્દીક પટેલે ફરી એક ટ્ટીટ કર્યુ,, જેમાં તેઓનું ફોટો અખિલ ભારતિય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ નૌતમ સ્વામી સાથે હતો,
તેઓએ લખ્યુ કે આ શિષ્ટાચાર ભેટ છે અને તેઓએ સંતના આશિર્વાદ પ્રાપ્ત કર્યા છે, તેમને બતાવી દઇએ કે થોડા દિવસ પહેલા જ ચોટીલા પાસે સંત સમાજનો સમ્મેલન મળ્યો હતો
જેમાં નૌતમ સ્વામી સરકાર સાથે મળીને સંતોમાં ભાગલા પડી રહ્યા છે ત તેવા આરોપો સંતોએ લગાવ્યા હતા, એટલે કે નૌતમ સ્વામી બીજેપી સરકારના ગુડ બુકમા આવે છે
સુત્રો તો ત્યાં સુધી કહે છે કે નૌતમ સ્વામી ગુજરાતમાં ભાજપ સરકારના સંકટ મોચક છે,
आज अखिल भारतीय संत समिति गुजरात के अध्यक्ष परम पूज्य सद्ग़ुरु श्री नौतम स्वामी जी से शिष्टाचार भेंट कर आशीर्वाद प्राप्त किया। pic.twitter.com/CB5EWHCXqw
— Hardik Patel (@HardikPatel_) April 14, 2022
ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં કોને થશે ફાયદો ! આ છે રાજકીય ગણિત
આમ જે રીતે નૌતમ સ્વામી હાર્દીક પટેલને મળ્યા તે બતાવે છે કે આ મુલાકાત ભલે શિષ્ટાચાર માટે કહેવાય છે, પણ શિષ્ટાચાર કરતા કઇક મોટુ છે,,શુ નૌતમ સ્વામી સરકારનો કોઇ સંદેશો હાર્દીક પટેલને આપ્યો છે,
કે પછી હાર્દીક પટેલ જાણી જોઇને હવે કોંગ્રેસના કેટલાક નેતાઓને સંકેત આપવા માંગે છે કે તેના માટે પણ અન્ય પક્ષના રસ્તા ખુલ્લા છે,,
નિષ્ણાંતો માને છે કે ભાજપ ઘણી વખત સાધુ સંતોના માધ્યમથી રાજકીય ઓપરેશન કરાવવામાં માહેર છે, પણ જે રીતે હાર્દીક અને નૌતમ સ્વામીની મુલાકાતને જાહેર કરાયુ છે તે ખુબર સૂચક છે,
ઘણી વખત આવા મુલાકાતોની અસર લાંબા ગાળાની રાજનિતિ ઉપર પડતી હોય છે, હાર્દીક પટેલને કોગ્રેસને રહેવું આપમાં જવુ કે પછી ભાજપમાં તે તેનો વિષય છે, આવા ફોટો જાહેર કરીને
હાલ તે પોતાની રાજકીય ક્ષમતા તો જાહેર કરી રહ્યો છે,,
વડોદરાના દસ હજાર બાળકો તંત્રના પાપે ભુખ્યા રહે છે- કોગ્રેસનો આરોપ