By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મહાત્મા મંદિર ખાતે વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > મહાત્મા મંદિર ખાતે વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે
ગાંધીનગરગુજરાતરાજકારણ

મહાત્મા મંદિર ખાતે વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે

Web Editor Panchat
Last updated: May 16, 2022 7:01 pm
Web Editor Panchat Published May 16, 2022
Share
SHARE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૮મી મે એ વર્લ્ડ મ્યુઝિયમ-ડે થી ત્રિદિવસીય કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે
……
સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી મિનાક્ષી લેખી અને વિવિધ દેશોના યુનેસ્કોના પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતી
……
વડનગરની પુરાતન સંસ્કૃતિ-નગર રચના-સ્થાપત્ય વારસાને વિશ્વના ઇતિહાસવિદો-પુરાતત્વવિદો-સાહિત્યકારો-શિક્ષણવિદો સમક્ષ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ઉજાગર કરાશે
……
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડનગરના ભવ્ય ઇતિહાસ-વિરાસતને લેન્ડ માર્ક હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ઉજાગર કરવાનો કેન્દ્ર-રાજય સરકારના સાંસ્કૃતિક વિભાગનો ઉપક્રમ

………………
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૮મી મે વર્લ્ડ મ્યુઝિયમ-ડે ના ઉપલક્ષ્યમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી મિનાક્ષી લેખી અને વિવિધ દેશોના યુનેસ્કોના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતીમાં કરાવશે
.
આગામી.૧૮ થી ર૦ મે-ર૦રર ના ત્રણ દિવસો દરમ્યાન યોજાનારી આ કોન્ફરન્સનું આયોજન ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગ મંત્રાલયના સંયુકત ઉપક્રમે કરવામાં આવેલું છે
.
આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ વડનગરના પુરાતન ઐતિહાસિક મહત્વ, સ્થાપત્ય વારસો, નગર રચના જેવી મહત્વપૂર્ણ બાબતોને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં વિશ્વ સમુદાય સમક્ષ ઉજાગર કરીને વડનગરને ‘‘લેન્ડ માર્ક હેરિટેજ ડેસ્ટિનેશન’’ તરીકે વિકસીત કરવા માટેની વ્યૂહરચના અને આપસી વૈચારિક આદાન-પ્રદાનનું સક્ષમ પ્લેટફોર્મ બનશે
.
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિ વિભાગ તથા સંગ્રહાલય નિયામકના ઉપક્રમે યોજાનારી આ કોન્ફરન્સના સફળ આયોજન માટે રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશનમાં સમગ્ર વિભાગ સતત કાર્યરત છે
.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનારી આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં વડાપ્રધાનશ્રીની વતન ભૂમિ એવા વડનગરના પુરાતત્વીય વૈભવ વારસાને પ્રવાસન વૈવિધ્ય ધામ તરીકે વિકસાવવા અંગેનું સામૂહિક વિચાર-મંથન થવાનું છે
.
આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં જે વિવિધ વિષયોના ચર્ચાસત્રો યોજાઇ રહ્યા છે તેમાં વડનગરના ઇતિહાસ, વિરાસત અને સાંસ્કૃતિક મહત્તા, વડનગરના પુરાતત્વીય સ્થળો, જળવ્યવસ્થાપન, જળસંગ્રહની પરંપરાગત પદ્ધતિઓ, બુદ્ધિસ્ટ હેરિટેજ, પુરાતત્વીય સંગ્રહાલયોના વિકાસ માટે વૈશ્વિક સંભાવનાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે

આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રિય કક્ષાના ૮ અને રાષ્ટ્રિય કક્ષાનાા ર૦ જેટલા વકતાઓ, યુનેસ્કોના પ્રતિનિધિઓ, સાહિત્યકારો, ઇતિહાસવિદો, પુરાતત્વવિદો, વડનગરના નગરજનો, સેપ્ટ યુનિવર્સિટી, આઇ.આઇ.ટી ગાંધીનગર, ડેક્કન કોલેજ પૂના સહિતના વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવા વિદ્યાર્થીઓ સહિત અંદાજે બે હજારથી વધુ લોકો સહભાગી થશે
.
આ ત્રિદિવસીય કોન્ફરન્સના અન્ય આકર્ષણોમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આર્ટ ફેકટસ એક્ઝિબિશન, વડનગર ચાર્ટર ઓન હેરિટેજ ટુરિઝમ, ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓએ વડનગરના વિવિધ પહેલુઓ રજુ કરતા બનાવેલા સ્કેચ ચિત્રોની પ્રદર્શની ઉપરાંત કોન્ફરન્સના અંતિમ દિવસ એટલે કે તા.ર૦મી મે એ વડનગરના દર્શનીય સ્થાનોની પ્રત્યક્ષ મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે

You Might Also Like

સ્વ વિજય રુપાણીનો પાર્થિવ દેહ રાજકીય સન્માન સાથે પંચ મહાભૂતોમાં વિલીન

અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં

ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો

પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

TAGGED:mahatma manditvadnagarworld musium day
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?