By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સગર્ભા બહેનોના નિ:શુલ્ક સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર થયા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સગર્ભા બહેનોના નિ:શુલ્ક સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર થયા
અમદાવાદગુજરાત

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સગર્ભા બહેનોના નિ:શુલ્ક સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર થયા

Web Editor Panchat
Last updated: June 2, 2022 6:06 pm
Web Editor Panchat Published June 2, 2022
Share
SHARE

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સગર્ભા બહેનોના નિ:શુલ્ક સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર થયા

કોઈ સરકારી યુનિવર્સિટીમાં આવા સંસ્કાર થયા હોય તેવી દેશની પ્રથમ ઘટના

ગાંધીનગર: ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પ્રિ-નેટલ કૅર એન્ડ એજ્યુકેશન વિભાગ દ્વારા સગર્ભા બહેનો માટે નિ:શુલ્ક સામૂહિક સીમંતોન્નયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૬ યુગલોએ ભાગ લીધો. સગર્ભા બહેનો અને તેમના ગર્ભસ્થ શિશુનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તે હેતુથી વૈદિક વિધિવિધાન સાથે સીમંતોન્નયન સંસ્કાર કરાયા. આ કાર્યક્રમમાં કુલ મળીને ૨૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. હિન્દુ ધર્મના ૧૬ સંસ્કારો અંતર્ગતના આ ત્રીજા સંસ્કારની વિધિ કોઈ સરકારી યુનિવર્સિટી દ્વારા થઈ હોય તેવી દેશની સંભવત: આ પહેલી ઘટના છે.

“સગર્ભા બહેનોના ગર્ભસંસ્કાર થવા જોઈએ, સાથે તેમનું અને શિશુનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેવું જોઈએ” તેવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહે આપેલી પ્રેરણાથી આ કાર્યક્રમનું આયોજન કરાયું. યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના માર્ગદર્શનમાં, સ્કૂલ ઓફ ચાઇલ્ડ, યુથ અને ફેમિલી ડેવલપમેન્ટના વડા ડો. રાકેશ પટેલની રાહબરીમાં આ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં છઠ્ઠા તથા સાતમા માસની ગર્ભાવસ્થાવાળી બહેનોના સીમંતોન્નયન સંસ્કાર વૈદિક વિધિવિધાનથી કરવામાં આવ્યા. આ પ્રસંગે દંપતીઓને શુભકામના સાથે આશીર્વાદ આપતા યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહે કહ્યું કે, મોટાઓને બાળકના ભાવવિશ્વ સમજણ અને શિક્ષણ આપવાનું કામ આ યુનિવર્સિટી કરી રહી છે. તેમણે કહ્યું કે, આપણે સોળ સંસ્કારોની વાતો કરીએ છીએ પણ જીવનમાં ઉતારતા નથી. વર્તમાન સમયમાં જીવનમાં જે પણ પ્રશ્નો, સમસ્યાઓ વગેરે છે, તે આપણી જીવનશૈલી અને સંસ્કારોના અભાવના કારણે છે. આ બધાના નિરાકરણ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિએ જણાવ્યું કે, બાળકેળવણીનો સંપૂર્ણ આધાર માતા-પિતા છે. વર્તમાન માનનીય કુલપતિ શ્રી શાહ સાહેબે વિચાર આપ્યો છે કે, જ્યારથી એક દંપતી બાળકને લાવવાનો વિચાર કરે છે, ત્યારથી જ તે બાળક દિવ્ય બનાવવા માટેનું આયોજન થવું જોઈએ. સ્કૂલ ઓફ ચાઇલ્ડ, યુથ અને ફેમિલી ડેવલપમેન્ટના વડા ડૉ. રાકેશ પટેલે સ્વાગત પ્રવચન કર્યું. યુનિવર્સિટીના શિક્ષક જયદેવ ધાંધિયાએ સીમંતોન્નયન સંસ્કારની વિધિ કરાવી. આ કાર્યક્રમના સંયોજક તરીકે આયુર્વેદાચાર્ય ડૉ. વૃંદન જયસ્વાલ રહ્યા, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. જલપા પટેલ દ્વારા કરવામાં આવ્યું.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:childrean universitygandhi nagarsimantonnayayn
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?