Connect with us

ગાંધીનગર

કૃષિ-પશુપાલન સહિત રાજ્યના સર્વગ્રાહી વિકાસનો મજબૂત પાયો  નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં નંખાયો છે

Published

on

ગાંધીનગરમાં એગ્રી એશિયા-ર૦રર પ્રદર્શન ખૂલ્લું મુકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

કેન્દ્રીય પશુપાલન-ડેરી વિકાસ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતી :-

જર્મની પેવેલિયન-પ્રાકૃતિક ખેતી વિષયક પેવેલિયન-ગોબરધન અને રાજ્ય-કેન્દ્ર સરકારની કૃષિ કલ્યાણ યોજનાઓનું વિશેષ પેવેલિયન પ્રદર્શનના મુખ્ય આકર્ષણો

ખેતીમાં ટેક્નોલોજીયુકત અભિગમથી પાકવૃદ્ધિ અને કિસાન સમૃદ્ધિની વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની નેમમાં ગુજરાત ખેતીને પ્રાથમિકતા આપી અગ્રેસર છે મુખ્યમંત્રી-

Advertisement

કૃષિ-પશુપાલન સહિત રાજ્યના સર્વગ્રાહી વિકાસનો મજબૂત પાયો  નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં નંખાયો છે

કેન્દ્રીય મંત્રી

ભારતમાં કૃષિ અને પશુપાલન વર્ષોથી એકબીજાના પૂરક રહ્યા છે ત્યારે ‘એગ્રી એશિયા પ્રદર્શન’ તેમાં વધુ પ્રોત્સાહક બળ પૂરું પાડશે રૂપાલા કેન્દ્રીય મંત્રી

ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ગુજરાતની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ૧૧માં એગ્રી એશિયા પ્રદર્શનને ખૂલ્લું મુકતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ખેતીમાં સમયાનુકુલ અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી પાકવૃદ્ધિ અને કિસાન સમૃદ્ધિની વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીની નેમ સાકાર કરવામાં ગુજરાત ખેતીને પ્રાથમિકતા આપીને અગ્રેસર રહ્યું છે.
ખેડૂતોની આવક બમણી કરી કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવવા વડાપ્રધાને જે કિસાન હિતકારી યોજનાઓ દેશને આપી છે તેનો સુચારૂ અમલ ગુજરાતમાં થઇ રહ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખેતી, ગામડુ, છેવાડાના માનવીના સર્વગ્રાહી વિકાસ માટેનો મજબૂત પાયો નાંખ્યો છે. ગુજરાત આજે કૃષિ, ઉદ્યોગ, એક્સપોર્ટ, નાણાંકીય વ્યવસ્થાપન, કોવિડ મેનેજમેન્ટ સહિત સર્વાંગી ક્ષેત્રે દેશમાં રોલમોડેલ બન્યું છે તેના મૂળમાં નરેન્દ્રભાઇ મોદીએ આપેલી વિકાસની રાજનીતિ અને સૌના કલ્યાણનો મંત્ર છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Advertisement

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ખેતી ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે સાથે પોષણયુકત ખેતી માટે નેચરલ ફાર્મીંગ-પ્રાકૃતિક ખેતીનો પણ વ્યૂહ સરકારે અપનાવ્યો છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ઉપરાંત ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી ખેતી ક્ષેત્રના સમ્યક વિકાસ માટે ખેતીને પ્રાથમિકતા આપે છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતે કૃષિક્રાંતિ, વાયબ્રન્ટ સમિટથી ઔદ્યોગિક રોકાણોની વ્યાપક સફળતા, એફ.ડી.આઇ મેળવવામાં અગ્રીમસ્થાન અને નીતિ આયોગના ગુડગર્વનન્સ તેમજ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં અગ્રેસર રહેવાની પરંપરા પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જાળવી રાખી છે.
ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને વિશ્વના પ્રવાહ અનુરૂપ પાક પદ્ધતિ અને કૃષિ જ્ઞાન-વિજ્ઞાન ઘર આંગણે પૂરા પાડવામાં આવા પ્રદર્શનો ઉપકારી બનશે.
તેમણે પ્રદર્શનીના જર્મની પેવેલિયન, પ્રાકૃતિક ખેતી વિષયક પેવેલિયન-ડ્રોન પેવેલિયન સહિતના વિવિધ પેવેલિયન અને સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.
મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ આ ‘એગ્રી એશિયા’ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતમાં કૃષિ અને પશુપાલન વર્ષોથી એકબીજાના પૂરક રહ્યા છે ત્યારે આ ત્રિદિવસીય એગ્રી એશિયા અને ૯મું પશુપાલન-ડેરી ટેકનોલોજી પ્રદર્શન તેમાં વધુ પ્રોત્સાહક બળ પૂરું પાડશે.
કોરોનાના કારણે વૈશ્વિક મંદીના માહોલમાં પણ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારતીય અર્થ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાતની ભૂમિકા પણ અગત્યની રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની પશુપાલન હિતલક્ષી નીતિઓ તેમજ પશુપાલકોના પરિશ્રમને પરિણામે ગુજરાતના પશુપાલકો આજે દૈનિક રૂપિયા ૧૫૦ કરોડની માતબર રકમનું દૂધ ભરાવી રહ્યા છે જે દૂધ સહકારી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ છે. તેમ રૂપાલાએ જણાવ્યું હતું.
, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌપ્રથમ ગુજરાતમાં પશુપાલન સાથે જોડાયેલી કામધેનું યુનિવર્સિટીની સ્થાપના અને કૃષિ મહોત્સવ થકી દેશને પશુપાલન અને કૃષિ સંશોધન ક્ષેત્રે નવી દિશા આપી છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ખેડૂતોને ઝીરો ટકાએ કૃષિ ધિરાણ આપવામાં આવે છે.
વડાપ્રધાનના માર્ગદર્શનમાં ભારતભરના ખેડૂતો આજે ડ્રોન ટેકનોલોજી થકી ખેતી કરતાં થયાં છે તેમાં પણ ગુજરાત સરકારે ખેડૂતોને ડ્રોન થકી ખેતીમાં દવાના છંટકાવ પર સબસિડી આપીને દેશને નવો રાહ ચિંધ્યો છે.
કૃષિ-પશુપાલન સંબંધિત વિવિધ સ્ટોલ્સની મુલાકાત તેમજ વિવિધ સેમિનારમાં સહભાગી થવા કેન્દ્રીય મંત્રીએ ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને અનુરોધ કરીને આ સુંદર આયોજન બદલ મુખ્યમંત્રી સહિત અધિકારીઓ અને આયોજકોને અભિનંદન આપ્યાં હતા.
આ પ્રસંગે GPDFAના ચેરમેન ડૉ. ભરતભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરીને તા. ૯ સપ્ટેમ્બરથી શરૂ થયેલાં ત્રિદિવસીય ૧૧માં એગ્રી એશિયા અને ૯માં પશુપાલન-ડેરી ટેકનોલોજી પ્રદર્શનની વિસ્તૃત રૂપરેખા આપી હતી.
આ પ્રદર્શનમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ થીમના આધારિત પેવેલિયનની સાથેસાથે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર્સ, ઈફકો, GGRC સહિત કૃષિ અને પશુપાલન સંબંધિત ટેકનોલોજી આધારિત વિવિધ કંપનીઓના સ્ટોલ્સનો આ પ્રદર્શનમાં સમાવેશ થાય છે.
આ એક્ઝિબિશન પ્રારંભ પ્રસંગે GCMMFના ચેરમેન શામળભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, મહારાષ્ટ્રના સાંસદ ડૉ. અનિલ, ગુજરાત એગ્રોના પૂર્વ ચેરમેન બાબુભાઈ જેબલિયા, પ્રદર્શનમાં પાર્ટનર કન્ટ્રી જર્મનીના શ્રીયુત્ત સ્ટિફન, ગુજરાતના કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પુરી, ઉચ્ચ અધિકારીઓ, કૃષિ-પશુપાલન સાથે જોડાયેલાં ઉદ્યોગપતિઓ, પ્રગત્તિશીલ ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગાંધીનગર

ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ થશે મતદાન

Published

on

ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ થશે મતદાન

ગુજરાતવિધાનસભા ની બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે 48 કલાક બાકી છે ત્યારે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે..હવે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારો વ્યક્તિગત સંપર્ક કરી ને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરશે બીજા તબક્કામાં ની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે.રાજયની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે.

પ્રથમ તબક્કામાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ.સહિતના જિલ્લાઓમાં મતદાન થશે

બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા.સહિતના જિલ્લાઓમાં મતદાન થશે
મહત્વપૂર્ણ બાબત તો એ છે કે સમગ્ર ગુજરાતમાં આ વખતે બીજેપી કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ત્રિકોણીયો જંગ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે..જેને લીધે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ કોને ફાયદો થશે કોને નુકશાન થશે તેતો ચૂંટણી ના પરિણામો બતાવશે આપ ઉપરાંત એ આઈ એમ આઈ એમ પણ ગુજરાતમાં લઘુમતી અને દલિતોના પ્રભાવ વાળા વિસ્તારમાં ચૂંટણીઓ લડી રહી છે જેને કારણે કોંગ્રેસ અને આપ ના ઉમેદવાર ને નુકશાન થઇ શકે છે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે..

Advertisement

Continue Reading

ગાંધીનગર

તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા “એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું કરાયું આયોજન

Published

on

તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા
“એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું કરાયું આયોજન

યુગપ્રધાનઆચાર્ય પરમ પૂજ્ય ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા જનજનના હૃદયમાં ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્રરક્ષાની આહલેક જાગે તે માટે “એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું અદભુતપૂર્વં આયોજન થયું હતું.લોક કલાકાર સાંઈરામ દવે દ્વારા ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્રની રક્ષા માટે લોકોને કાર્યરત થવા હાકલ કરી હતી. આ ઉપરાંત લોકશાહીના પવિત્ર અવસરે શાંતિ – સલામતી અને સમૃદ્ધિ માટે મતદાન કરવાની હાકલ કરી હતી.

 

આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે અને ભવ્ય ભારત અને દિવ્ય ભારતની દિશામાં આગળ ધપાવવા કાર્યરત હોય તેવા રાષ્ટ્ર – સંસ્કૃતિ અને ધર્મ પ્રેમીઓના સમર્થનમાં આળસ ખંખેરી આગળ આવવા અપીલ કરવામાં આવેલ હતી.

Advertisement

તપોવની બાળકોના ગગનભેદી નારાઓ અને કાવ્યપાઠે ઉપસ્થિત હજારોની જનમેદનીને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

Continue Reading

ગાંધીનગર

કોંગ્રેસ ભાજપનું ગઠબંધન ખુલ્લું પડ્યું અરવિંદ કેજરીવાલ

Published

on

 

કોંગ્રેસ ભાજપનું ગઠબંધન ખુલ્લું પડ્યું અરવિંદ કેજરીવાલ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 87 વિધાનસભાની બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે..ત્યારે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ પરસોત્તમ રૂપાલા ,ગોરધન ઝડફિયા અને દિલીપ સંઘાણી સહીત સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી છે.ત્યારે દિલ્હીના અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમે પહેલીથી જ કહેતા હતા કે ભાજપ કોંગ્રેસ બન્ને એકજ છે..અત્યાર સુધી તેઓનું છૂપું ગઠબંધન હતું જે ચૂંટણી નજીક આવતા હવે ખુલ્લું પડી ગયું છે..

Advertisement

Continue Reading

Trending