કોંંગ્રેસમાં ટિકીટો વેચાઇ કે વહેચાઇ,કથિત ઓડિયો ક્લીપ વાયરલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાં ટિકીટો 50-50 લાખમાં વેચાઇ હોવાની કથિત ઓડિયો ક્લીપ ફરતી થઇ છે,જેમાં ત્રણ લોકો ફોન ઉપર કોન્ફરન્સમાં વાત કરી રહ્યા છે, જેમાં કથિત રુપથી એક નામ દહેગામના પુર્વ ધારાસભ્ય કામિની બા, કોઇ એક વ્યક્તિ ભાવીન અને પછી કોઇ ત્રિજો અજાણી વ્યક્તિ છે,, જેમાં ત્રણેય કઇ રીતે કામિની બા ને ટિકીટ મળે તેને લઇને ચર્ચા કરે છે, ત્રણેય હિન્દીમાં વાત ચિત કરે છે, જેમાં ભાવીન નામનો વ્યક્તિ તમામ જવાબદારી લે છે, અને કામિની બા કરીને એક મહિલાને સંબોધે છે, અને આ મહિલા પણ 70 નહી પણ 50 આપવાની તૈયારી દર્શાવે છે,
ત્યારે તમને જણાવી દઇએ કે કોંગ્રેસે અહી વખત સિહ અમર સિહ ચૌહાણને ટિકીટ આપી છે,,ત્યારે સુત્રો કહી રહ્યા છે કે આલ કથિત ઓડિયો ક્લીપ જાણી જોઇને બહાર ફરતી કરાઇ છે,કોંગ્રેસમાં આ વાત તમામને ખબર છેકે કોણે અને કયા ઉદ્દેશ્યથી આ ક્લીપ ફરતી કરી છે,ત્યારે સુત્રો માને છેકે આ ઓડિયો ક્લીપ ભાજપ હાઇકમાન્ડ સુધી મોકલી દેવાઇ છે,