બિઝનેસ
Bank Holidays List: આ અઠવાડિયે સતત 4 દિવસ બંધ રહેશે બેંકો! બ્રાન્ચમાં જતા પહેલા જોઈ લો રજાઓનું આખું લિસ્ટ
Published
2 years agoon
Bank Holiday March 2022: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી માર્ચ 2022 માટે જારી કરવામાં આવેલી બેંકોની રજાની (Bank Holidays in March 2022) યાદી અનુસાર, આ અઠવાડિયના 7 દિવસમાંથી 4 દિવસ બેંકો બંધ રહેશે. જો તમે પણ બેંક સંબંધિત કોઈ કામ કરવા ઈચ્છો છો, તો બ્રાન્ચમાં જતા પહેલા બેંકોની રજાની યાદી જરૂર ચેક કરી લો. આરબીઆઈ તરફથી જાર કરવામાં આવેલા આ લિસ્ટ અનુસાર, માર્ચ 2022માં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે.
અઠવાડિયમાં 4 દિવસ બંધ રહેશે બેંકો
– 17 માર્ચ – હોલિકા દહન – દેહરાદૂન, કાનપુર, લખનઉ અને રાંચીમાં બેંકો બંધ
– 18 માર્ચ – ધુળેટી – બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈમ્ફાલ, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમ સિવાયના અન્ય સ્થળોએ બેંક બંધ.
– 19 માર્ચ – હોળી/યાઓસાંગ – ભુવનેશ્વર, ઈંફાલ અને પટનામાં બેંકો બંધ.
– 20 માર્ચ – રવિવાર – સાપ્તાહિક રજા
RBIએ આપી માહિતી
માર્ચ મહિનામાં બેંકોની કુલ 13 દિવસની રજાઓમાં 4 રજાઓ રવિવારની છે. આ સિવાય તહેવારોના કારણે પણ ઘણી રજાઓ પડવાની છે. જણાવી દઈએ કે, આ રજાઓમાંથી કેટલીક એવી પણ રજાઓ છે જે આખા દેશમાં એક સાથે નહીં પડે એટલે કે આખા દેશમાં એક સાથે 13 દિવસ સુધી બેંકો બંધ નહીં રહે. RBIની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં છે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.
જુઓ રજાઓનું લિસ્ટ
– 1 માર્ચ – મહાશિવરાત્રી – અગરતલા, આઈઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, કોલકાતા, નવી દિલ્હી, પણજી, પટના અને શિલોંગ સિવાયના સ્થળોએ બેંકો બંધ રહેશે.
– 3 માર્ચ – લોસર – ગંગટોકમાં બેંક બંધ
– 4 માર્ચ – ચાપચર કુટ – આઈઝોલમાં બેંક બંધ
– 6 માર્ચ – રવિવાર – સાપ્તાહિક રજા
– 12 માર્ચ – શનિવાર – મહિનાનો બીજો શનિવાર
– 13 માર્ચ – રવિવાર – સાપ્તાહિક રજા
– 17 માર્ચ – હોલિકા દહન – દેહરાદૂન કાનપુર, લખનઉ અને રાંચીમાં બેંકો બંધ
– 18 માર્ચ- હોળી/ધુળેટી/ડોલ જાત્રા – બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈમ્ફાલ, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમ સિવાયના સ્થળોએ બેંકો બંધ
– 19 માર્ચ – હોળી – ભુવનેશ્વર, ઈમ્ફાલ, પટનામાં બેંક બંધ
– 20 માર્ચ – રવિવાર – સાપ્તાહિક રજા
– 22 માર્ચ – બિહાર દિવસ – પટનામાં બેંક બંધ
– 26 માર્ચ – શનિવાર – મહિનાનો ચોથો શનિવાર
– 27 માર્ચ – રવિવાર – સાપ્તાહિક રજા
ગાંધીનગર
ઉદ્યોગો પર્યાવરણ જાળવણી નો ખ્યાલ રાખીને ઔદ્યોગિક વિકાસ સાધે: ભૂપેન્દ્ર પટેલ
Published
9 months agoon
February 25, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ત્રીજી વર્લ્ડ ટેક્ષટાઈલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, સૌથી જૂના ઉદ્યોગ એવા આ ટેક્ષટાઈલ ઉદ્યોગે સમય સાથે કદમ મિલાવી અદ્યતન ટેકનોલોજી દ્વારા વર્લ્ડ માર્કેટમાં આગવું સ્થાન મેળવ્યું છે.
કેન્દ્રિય કાપડ રાજ્યમંત્રી મંત્રી દર્શનાબહેન જરદોશની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યો અને વિશ્વના દેશોના કાપડ ઉદ્યોગકારો સહભાગી થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી એ ટેક્ષટાઈલ ઉદ્યોગો સહિતના ઉદ્યોગોને પર્યાવરણ જાળવણીનો ખ્યાલ રાખીને વિકાસ માટે પ્રેરક અનુરોધ કર્યો હતો.
વિકાસની ગતિ – પ્રગતિનો જે માર્ગ આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકાસની રાજનીતિથી આપણે કંડાર્યો છે તે હવે એક નવો અધ્યાય બની ગયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ વાઇબ્રન્ટ સમિટની જે શૃંખલા શરૂ કરાવી તેના પરિણામે વિશ્વભરના ઉદ્યોગકારો- વેપારકારો માટે ગુજરાતમાં વૈશ્વિક તકો ખુલી છે.
એટલું જ નહીં આજે વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદ પણ ગુજરાત બની ગયું છે.
મુખ્યમંત્રી એમ પણ ઉમેર્યું કે, વડાપ્રધાન ના દીશા દર્શનમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક સત્તા બની ગયું છે. અને કોરોનાકાળમાં પણ આત્માનિર્ભરતાની ગતિમાં રોક આવવા દીધી નથી.
ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગોની જરૂરિયાતમાં સરકાર મદદ માટે સાથે રહેશે તેમ જણાવતા ઉમેર્યું કે, ટેક્સટાઇલ નીતિને અનુરૂપ કાપડ ઉદ્યોગ ના વિકાસ માટે આ વર્ષના બજેટમાં સરકારે ૧૫૮૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
આ પ્રસંગ કેન્દ્રીય કાપડ મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, આજે ટેક્સટાઇલ ક્ષેત્રને અગ્રેસરની દિશામાં લઈ જવા માટે ગુજરાતમાં જે ઈકો સિસ્ટમ ઊભી થઈ છે એ ટેક્સટાઇલ માર્કેટ માટે લાભદાયી સાબિત થઈ રહી છે.
આજે ટેક્સટાઇલ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં પણ રહ્યું છે.
તેમણે હેન્ડલુમ ક્ષેત્રની વાત કરતા કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં હેન્ડલુમ ક્ષેત્રનો સતત વિકાસ થઈ રહ્યો છે. G20 અંતર્ગત હેન્ડલુમ ક્ષેત્રને પણ એક નવી દિશા મળી છે. આ ક્ષેત્રમાં પણ વિપુલ તકો ઊભી થઈ છે.
આ પ્રસંગે સાંસદ હસમુખ પટેલ ,ટેક્સટાઇલ એસોસિએશનના પ્રેસિડેન્ટ આર.કે વીજ, અરવિંદ લિમિટેડ ડિરેક્ટર પુનિત લાલભાઈ, ધ ટેક્સટાઇલ એસોસિયેશન ઇન્ડિયાના કોન્ફરન્સ ચેરમેન અને વાઇસ પ્રેસિડન્ટ ટી.એલ પટેલ, ઇંડોરામાં વેન્ચર લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉદય ગીલ તેમજ મોટી સંખ્યામાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
ગિફ્ટ સિટી ખાતે ક્રેડાઈ ગાંધીનગર દ્વારા આયોજિત “ટ્રાઈસિટી પ્રોપર્ટી ફેસ્ટ-૨૦૨૩” નો શુભારંભ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ના હસ્તે થયો. સામાન્ય તેમજ છેવાડાના માણસને પોતાનું ઘરનું ઘર મળે એ અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નું છે. આ પ્રકારના પ્રોપર્ટી ફેસ્ટ આ અભિયાનમાં અગત્યનો ભાગ ભજવતા હોય છે. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણાસહિતના શહેર ભાજપના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ
અદાણીની અદા! બદમાશ મૂડીવાદ પ્રો. હેમંતકુમાર શાહ,
Published
10 months agoon
February 5, 2023
ગૌતમ અદાણીએ તેમની કંપનીનો ₹ ૨૦૦૦૦ કરોડનો ઇસ્યુ રદ કરવાની અને રોકાણ કરનાર સૌને પૈસા પાછા આપવાની જાહેરાત આજે મોડી રાતે કરી છે.
અમેરિકાની હિડેનબર્ગ રિસર્ચ કંપની દ્વારા અદાણી જૂથની કંપનીઓ પર હિસાબી ગોટાળાના આક્ષેપો મૂકાયા પછી અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવમાં ભારે કડાકો બોલાયો હતો.
પરંતુ જૂથની મુખ્ય કંપનીનો ₹ ૨૦,૦૦૦ ઇસ્યુ ચાલુ રાખવામાં આવ્યો હતો.
નાના રોકાણકાર લોકો તો અદાણી જૂથની કંપનીઓના શેરના વેચવાલ હતા, એટલે ખરીદે કોણ? રસપ્રદ બાબત એ હતી કે તેમ છતાં કેટલીક નાણાં સંસ્થાઓ અને બેન્કો તથા ઉદ્યોગપતિઓએ બજાર ભાવ કરતાં પણ વધારે ભાવે શેર ખરીદ્યા હતા! આ એક બીજા જ કાવતરાનો ભાગ હતું. ઇસ્યુમાં ₹૨૦૦૦૦ કરોડ મળત નહિ તો ભારે ભવાડો થાત.
ગૌતમ અદાણીએ ઈજ્જત બચાવવા માટે પહેલેથી જ એ બધાને કહ્યું હોઈ શકે કે “પહેલાં ભરી દો પૈસા, પછી હું ઇસ્યુ કેન્સલ કરીને પૈસા પાછા આપી દઈશ.” આમ, સાપ મારે નહિ અને લાકડી ભાંગે નહિ એવો કારસો રચાયો!
લોકોની આંખમાં ધૂળ નાખવાનો આ અદ્ભુત કિસ્સો છે. આ બદમાશ મૂડીવાદ (crony capitalism)નું વરવું સ્વરૂપ છે.
ખરેખર તો સેબી અને ભારત સરકારે અદાણી જૂથની કંપનીઓ સામેના આરોપો તપાસવા માટે એક સમિતિની રચના કરીને એક મહિનામાં તેનો અહેવાલ મેળવીને પગલાં લેવાં જોઈએ. કોર્પોરેટ ગવર્નન્સનો પારદર્શિતાનો સિદ્ધાંત એની માગણી કરે છે હવે તો.
એ યાદ રહેવું જોઈએ કે, અમેરિકામાં એનરોન કોર્પોરેશન નામની કંપનીના અને ભારતમાં સત્યમ કોમ્પ્યુટર નામની કંપનીના આ જ પ્રકારના હિસાબી ગોટાળા બહાર આવ્યા ત્યારે રોકાણકારોની દશા બગડી ગઈ હતી. અને એ વાતની યાદ અપાવું કે ૧૯૯૬માં માત્ર ૧૩ દિવસ ટકેલી અટલ બિહારી વાજપેયીની સરકારે એક જ કામ કરેલું અને તે એ કે કૌભાંડી એનરોન કોર્પોરેશનના મહારાષ્ટ્રના દાભોલ પાવર પ્લાન્ટને મંજૂરી આપવાનું!
પણ શું અદાણી સામે તપાસ થશે? કોઈ પગલાં લેવાશે?
આવા સવાલો નહીં પૂછવાના, યાર. અદાણીએ હમણાં જ કહ્યું હતું કે એમની કંપનીઓ પરનો હુમલો તો ભારત સામેનો હુમલો છે.
અને હા, અદાણીની કંપનીમાં અબુ ધાબીના શેખ તાહનુન બિન ઝાયેદની કંપનીએ ₹ ૩૨૦૦ કરોડનું રોકાણ કર્યું હતું!
બોલો,
હિંદુ રાષ્ટ્રની
ભારત માતા કી જય!
પ્રો. હેમંતકુમાર શાહ,

ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું

બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
Trending
-
અમદાવાદ2 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ2 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ2 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત2 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા2 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર2 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ2 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ2 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ