બી એલ સંતોષની ગુજરાતમાં એન્ટ્રી અને ભુપેન્દ્ર પટેલનું 222 દિવસના 222 નિર્યણના પુસ્કતનું વિમોચન-સંયોગ છે કે પ્રયોગ
ગુજરાતમાં ચૂંટણી જલ્દી આવી રહી છે તેની અટકળો વચ્ચે સીએમ ભુપેન્દ્ર પટેલ અને તેમના મંત્રી મંડળના 222 દિવસ પુર્ણ થયા ,,જેમાં તેઓએ 222 નિર્યણ કર્યા છે,, જેને લઇને એક પુસ્તિકનુ વિમોચન કરાયુ, જેમાં તમામ પ્રધાનોએ સીએમ સાથે
ઉભા રહીને ફોટોગ્રાફી કરાવી છે, તો બીજી બાજુ ભાજપના રાષ્ટ્રિય મહામંત્રી બીએસ સંતોષમાં ગુજરાતમાં બે દિવસનો પ્રવાસ ગોઠવાયો છે, કહેવાયુ છે કે તેઓ બે દિવસ ગુજરાતમાં રહેશે, ત્યારે ભાજપના કાર્યકર્તાઓમા ચર્ચા છે કે આ બન્ને
ઘટનાઓ સંયોગ છે કે પ્રયોગ છે,,
તમને યાદ હશે બીએલ સંતોષ છેલ્લી વખત વિજય ભાઇ રુપાણીને રાજીનામું આપી દેવાનો સંદેશો લઇને ગુજરાત આવ્યા હતા, તેના પછી શુ થયુ તે સમગ્ર ગુજરાતને ખબર છે, અને વિજય ભાઇ રુપાણીએ પણ ત્યારે બે ટર્મમાં મળીને
પાચ વરસની ખાસ અલગથી ઉજવણી પણ કરી હતી, તેવા કંડીશનમાં હવે ચર્ચા છે કે 222 દિવસના નિર્ણયને લગતા પુસ્તકનુ વિમોચન કરવાની નવા સીએમને ક્યાં જરુર પડી, શુ તેઓ હવે કોઇ નવા નિર્ણય નથી કરવાના,, જેથી તેઓએ
માત્ર 222 દિવસની કામગીરી મુકી છે, તેઓ સાઢા ચાર વરસની સરકારની કામગીરી પણ રજુ કરી શક્યા હોત, પણ તેઓએ આમ નથી કર્યુ,
આમ જે રીતે સમગ્ર ઘટના નાટકીય રીતે ભજવાઇ રહી છે, જેથી ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે જલ્દી ઇલેક્શન આવી શકે છે, જલ્દી ચૂટણી આવી રહી છે,,