વડતાલમાં દ્વારકા , જગન્નાથપુરી , બદરિનાથ અને રામેશ્વરમ્ , ચારધામના દર્શનના હિંડોળા
વિશ્વપ્રસિદ્ધ વડતાલધામને આંગણે
[ ૧૭/૭/૨૦૨૨થી ૨૧/૮/૨૦૨૨ સુધી ભવ્ય હિંડોળા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડતાલ ગાદીના વર્તમાન પિઠાધિપતિ
પ.પૂ. શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ડો સંત સ્વામી – મુખ્ય કોઠારીશ્રી વડતાલ, શા. શ્રી નૌતમ સ્વામી , શા શ્રી ધર્મપ્રસાદ સ્વામી , શા હરિૐ સ્વામી વગેરે વડિલ સંતોના વરદહસ્તે આ
૩૬ દિવસીય મહોત્સવનું
સાંજે ૬ વાગ્યે ફુગ્ગા સાથે ઉદ્ધાટન બેનરો અને શ્રીફળ દ્વારા મંગલ ઉદઘાટન થયું હતું.
ઉદઘાટન પૂર્વે આ કાર્યમાં આર્થિક સેવા આપનારા શાસ્ત્રી સ્વામી
પૂજ્ય નૌતમપ્રકાશદાસજીએ હિંડોળા
મહિમાની વર્ણવ્યો હતો.ત્યારબાદ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી,
શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી, ભક્તિજીવન સ્વામી, ડૉ.સંત સ્વામી, શ્યામવલ્લભ સ્વામીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યુ હતું. અને આજે રવિવાર અને હિંડોળા ઉત્સવના પ્રારંભનો સંયોગ સર્જાતા મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી.
આ હિંડોળામાં ધર્મ અને રાષ્ટ્રભાવનાના , બંને પાસા ઉપસી રહ્યા છે . અહિં ધર્મની દ્રષ્ટીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ ૨૦૦ વર્ષ પહેલા જે હિંડોળા પર બેસીને ઝુલ્યા હતા તે હિંડોળાના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી રહી છે. જ્યારે રાષ્ટ્ર ભાવનાના જાગરણના ભાગરુપે આઝાદીના અમૃત મહોત્સવની ઝાંખીઓ પ્રેરણા આપી રહી છે.
૩૦ દિવસમાં આ નજારો ખડો કરવામાં ૫૦ જેટલા સ્વયંસેવકોએ એવરેજ ૧૫૦૦૦ કલાકનો શ્રમ કર્યો છે. અને આગામી ૩૬ દિવસ સુધી રોજના ૭૫ સેવકો સેવા આપશે.આ સમગ્ર હિંડોળા મહોત્સવ શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શનમાં ગોવિંદ બારસીયા , નિકિત પટેલ અને ભાવિનભાઈ વગેરે ટીમ ખડે પગે સેવા કરી રહી છે.
વડતાલ મંદિર પરિસરમાં હરિમંડપ પાછળની સંપાદિત થયેલી ૨૧૦૦૦ ચો.ફૂટ જગ્યામાં ઊભા કરાયેલા બે વિશાળ મંડપમાં (Dom)
આવા પ્રભાવી હિંડોળાના દર્શનાર્થી લોકોના ટોળાઓ આવી રહ્યા છે.
આ હિંડોળા મહોત્સવના આકર્ષણો
૧૧૦૦૦ ચો.ફૂટના પ્રથમ ડૉમમાં આગવું
આકર્ષણ:
♦️ વડતાલ જ્ઞાનબાગમાં શ્રી હરિ જ્યાં
બાર બારણાના હિંડોળે ઝૂલ્યા હતા તે
પ્રસાદીનો હિંડોળો દર્શનાર્થીઓ માટે
આકર્ષણનું કેન્દ્ર બની રહેશે:
❏ શ્રી હરિની રંગોત્સવ લીલાની પ્રતિકૃતિ:
♦️દ્વારકા: રામેશ્વર: બદ્રીનારાયણ:
જગન્નાથપુરી એમ ચારધામના દર્શનની થીમ:
• ભગવાનનો ઝૂલતો રાસ: Revolving:ના
દર્શન મન હરિ લેશે:
• પુલ્હાશ્રમની પવિત્ર યાત્રા:
• મુક્તિનાથ મંદિરની પ્રતિકૃતિ:
• ૧૦૮ ગૌમુખી ધારાના દર્શન:
• ભગવાન નીલકંઠવર્ણિએ જ્યાં તપ કર્યું
હતું તેના વિસ્તારનું આબેહૂબ દ્રષ્ય:
♦️ મહારાજ જ્યાં ફર્યા હતા તે છપૈયાની
ફૂલાચ્છાદિત ફૂલવાડી…!
♦️આઝાદીના અમૃત મહોત્સવની ઝાંખી
સાથે દેશભાવનાને ઉજાગર કરતા
દ્રષ્યો–પ્રતિકૃતિઓ આકર્ષણરુપ હશે:
♦️હવે જુઓ હિંડોળા પ્રદર્શનનો પ્રવેશદ્વાર
જ્યાં કલાત્મક છ ઝૂલા ખડા કરાયા છે
જ્યાં તમને રામ શ્યામ અને ઘનશ્યામના
દર્શન થશે…! અરે..! સાથે ઋષિમુનિઓના
તપની પ્રતિકૃતિઓ પ્રભાવિત કરશે:
♦️૧૦૦૦૦ ચો.ફૂટના બીજા ડૉમમાં
સંપ્રદાયનું માહિતીઃ પ્રસારણ સાહિત્ય:
વિશાળ ઍલીડી-ટીવી સ્ક્રીન વગેરે છે , એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.
કોની મહેરબાનીથી લુખ્ખા તત્વો બન્યા બેફામ-સુરક્ષિત ગુજરાતના વિજ્ઞાપનના ભાજપના દાવા પોકળ