By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગરગુજરાતરાજકારણ

ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Web Editor Panchat
Last updated: August 10, 2022 5:44 pm
Web Editor Panchat Published August 10, 2022
Share
SHARE

અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ-જાહેર સેવાઓ અસરકારક કાર્યક્ષમ-ઝડપી બનાવવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ

-ઃ ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ સામાન્ય માનવી સુધી પહોચાડવાનો ઇઝ ઓફ લીવીંગ’ અભિગમ અપનાવતી ગુજરાત સરકાર

-ઃ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલીસીના મુખ્ય હેતુઓ-ઉદેશ્યો:-

પોલિસી પાંચ વર્ષ માટે અમલી રહેશે

ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રપ હજાર જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી સર્જનની નેમ

રાજ્ય સરકારના વિભાગો કોમર્શીયલ ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા કેટેલીસ્ટની ભૂમિકામાં

ડ્રોનના વ્યાપક ઉપયોગ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ-ઇનોવેશન-મેન્યૂફેકચરીંગ-ટેસ્ટિંગ-ટ્રેનિંગ જેવા ક્ષેત્રોમાં ખાનગી અને જાહેર રોકાણોને પ્રોત્સાહિત કરાશે

ડ્રોન ઉત્પાદકો-વપરાશ કર્તાઓ-પાયલટ સહ પાયલટે ડિઝીટલ સ્કાય પ્લેટફોર્મ પર નોંધણી કરાવી UIN મેળવવો પડશે

DGCA દ્વારા ડ્રોન એર સ્પેસ મેપમાં જાહેર કરાયેલા સીમાંકન ક્ષેત્રનું પાલન કરવાનું રહેશે

ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે લાયકાત ધરાવતા માનવ બળની ઉપલબ્ધિ માટે ડ્રોન ઇન્ફ્રાસ્ટ્રકચર ટ્રેનિંગને પ્રોત્સાહન અપાશે

ઇનોવેશન માટે યંગ ટેલેન્ટને પ્રોત્સાહન

ડ્રોન ટ્રાફિક નિયમન-અકસ્માતોની ઘટના-ઉલ્લંઘન-ગૂનાહિત પ્રવૃત્તિ માટે ડ્રોનના ઉપયોગના કેસોની તપાસ ગુજરાત પોલીસ કરશે

રાજ્ય સરકારના વિવિધ વિભાગો ૬ મહિનામાં તેમના સંબંધિત કાર્યક્ષેત્રોમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાના આયોજનો કાર્યક્રમો નિર્ધારિત કરશે

પોલીસીના અમલીકરણ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ૮ વરિષ્ઠ સચિવોની એમ્પાવર્ડ કમિટીની રચના

ગુજરાતે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ સહિતની વિવિધ જાહેર સેવાઓ વધુ અસરકારક, લોકભોગ્ય અને કાર્યક્ષમ તથા ઝડપી બનાવવાની દિશામાં એક નવતર કદમ ભર્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ગુજરાતની મહત્વાકાંક્ષી ‘ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ’ પોલિસી જાહેર કરી છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ લોકોને પહોચાડી ‘‘ઇઝ ઓફ લીવીંગ’’ સરળ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
રાજ્ય સરકારે આવી સેવાઓ વધુ લોકભોગ્ય બનાવવા સાથે ડ્રોન ઇકો સિસ્ટમના માધ્યમથી રોજગાર નિર્માણની નવિન તકોના સર્જનનો અભિગમ પણ આ ‘ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી’ જાહેર કરવામાં રાખ્યો છે.
ગુજરાતમાં પોલીસ દળ પાસે ડ્રોનનો કાફલો હાલ કાર્યરત છે અને તેનો ઉપયોગ કાયદાના અમલીકરણ માટે કરવામાં આવે છે
તાજેતરની રથયાત્રા દરમ્યાન ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એટલું જ નહિ, ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા ઉદ્યોગ ખાણ વિભાગે ‘ત્રિનેત્ર’ ડ્રોન પણ લોંચ કરેલા છે.
ડ્રોનની વૈશ્વિક પહોચની વિપૂલ સંભાવનાઓ અને સ્કેલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ડ્રોનના પ્રમોશન અને ઉપયોગ માટેની આ નીતિ જાહેર કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પોલીસી નું લોન્ચિંગ કર્યું તે અવસરે મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર તેમજ પોલીસ મહાનિદેશકશ્રી આશિષ ભાટિયા પણ ઉપસ્થિત રહ્યા હતા

મુખ્યમંત્રીએ જાહેર કરેલી નીતિની વિશેષતાઓ-
_____
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ નીતિની સમયાવધિ-પાંચ વર્ષની રાખવામાં આવી છે.

આ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીમાં જે ધ્યેય રાખવામાં આવેલા છે તેમાં

રાજ્યમાં કાર્યક્ષમતા વધારવા તેમજ સેવાઓની ડીલીવરી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી મેન્યૂફેકચરીંગ અને ઇનોવેશન સહિતની વાયબ્રન્ટ ડ્રોન ઇકો સિસ્ટમનું નિર્માણ કરવું.

ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રોજગારીની તકો વધારીને રપ હજાર જેટલી પ્રત્યક્ષ, પરોક્ષ રોજગારીનું સર્જન કરવું.

ઇનોવેશન માટે યંગ ટેલેન્ટને પ્રોત્સાહન

મુખ્યમંત્રીએ યુવા પ્રતિભાઓ ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે પોતાનું કૌશલ્ય અને સામર્થ્ય દર્શાવી શકે તે માટે ઇનોવેશન્સ માટે યંગ ટેલેન્ટને જોડવાનો રવૈયો પણ દાખવ્યો છે.
આ હેતુસર પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરવા માટે સરકારના વિવિધ વિભાગો, પ્રતિષ્ઠિત સંસ્થાનો અને ઉદ્યોગ કમિશનર કચેરીના સ્ટાર્ટઅપ ગુજરાત સેલ સાથે સહભાગીતાથી હેકાથોન અને ગ્રાન્ડ ચેલેન્જના આયોજનને પ્રોત્સાહન અપાશે
આવા આયોજનના વિજેતા સોલ્યુશન્સને પુરસ્કારો અપાશે અથવા સંબંધિત વિભાગો સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તક આપવામાં આવશે.

રાજ્ય સરકારના સંબંધિત વિભાગો પ્રોકયોરમેન્ટ પોલિસી અનુસાર સ્ટાર્ટઅપ, મેઇક ઇન ઇન્ડીયા કંપનીઓ, માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીઝને તેમની સેવાઓ અને ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તકોને પ્રાધાન્ય આપશે

રાજ્ય સરકારે જાહેર કરેલી આ ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી અંતર્ગત વિવિધ વિભાગો, પબ્લિક સેક્ટર અંડર ટેકીંગ અને બોર્ડ, સંસ્થાઓ ૬ મહિનામાં તેમના સંબંધિત કાર્યક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા યોજનાઓ અને કાર્યક્રમો નિર્ધારીત કરશે.

જે વિભાગો ડ્રોનનો પોતાના કાર્યક્ષેત્રમાં ઉપયોગ કરવાના છે તે આ મુજબ છે-

ગૃહ વિભાગઃ- ભીડ સંચાલન, વાઇટલ ઇન્સ્ટોલેશન સિક્યોરિટી, વીવીઆઇપી સુરક્ષા, બોર્ડર અને તટીય સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મોટા કાર્યક્રમો અને શોભાયાત્રાની સુરક્ષા, સર્ચ ઓપરેશન, ટ્રાફિક મેનેજમેન્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ:-
જંતુનાશક દવાઓનો છંટકાવ, ખાતરનો ઉપયોગ, બીજ વાવણી, માટીની ગુણવત્તાની દેખરેખ, Survey of Soil Erosion

ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનર, ઉદ્યોગ અને ખાણ વિભાગ
ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ માટે ખાણકામ વિસ્તારોની દેખરેખ, ગેરકાયદેસર ખાણકામ અટકાવવા, ખનીજ લીઝ અને બ્લોક્સનું સર્વેક્ષણ.

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ-
તેલ અને કુદરતી ગેસની પાઇપલાઇનની દેખરેખ, પાવરલાઇનની દેખરેખ, ઓનશોર અને ઓફશોર એસેટને સુરક્ષિત કરવા

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

પાયલટ અને યુઝરની તાલીમ.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-

તબીબી સપ્લાય અને લોહીની ડિલીવરી

ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળઃ- બચાવ અને રાહતકાર્ય

શહેરી વિકાસ વિભાગ-

શહેરી જમીનના ઉપયોગનું પ્લાનિંગ, સ્વચ્છતા સર્વેક્ષણ

સિંચાઈ વિભાગ-

જળાશયો અને સિંચાઈ નહેરોની દેખરેખ

વન વિભાગ

– સિંહ ગણતરી, વન્યસંપદાનું ટ્રેકિંગ, મેપિંગ અને મોનિટરીંગ, ઇકોલોજીકલ ઓડિટ, શિકારને અટકાવવા
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-

ઉત્સર્જનની દેખરેખ

મહેસૂલ વિભાગ-

GIS આધારિત સર્વે અને સર્વે નંબરનું મેપિંગ
માર્ગ અને મકાન વિભાગ-

રિપેર કાર્યનો અંદાજ, ચાલુ પ્રોજેક્ટની દેખરેખ વગેરે

You Might Also Like

સુજલામ-સુફલામ જળ અભિયાન લોકભાગીદારી અને જન સહયોગથી રાજ્યમાં જળક્રાંતિનું જન આંદોલન બન્યું છેઃ-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હવામાન શાસ્ત્રીની ચૂંટણી પર લખી કવિતા

ઔવેસીનુ શુ છે પ્લાન ગુજરાત !

ચેતન કમાન્ડોએ અમૃત મહોત્સવની કરી ઉજવણી

હાર્દીક પટેલે રામ મંદિર મુદ્દે ભરત સિહ પર કર્યા પ્રહાર પછી તેઓ પણ ધોવાયા !

TAGGED:bhupendra patelCHIEF SECRETARY PANKAJ KUMARcmo gujaratDRAWN PROMOTION
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?