Connect with us

એન્ટરટેનમેન્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ જાહેર કરશે

Published

on

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  ૧૦ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ જાહેર કરશે

પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિઃ અતિથિ વિશેષ તરીકે પ્રસિદ્ધ એક્ટર અજય દેવગણ ઉપસ્થિત રહેશે

રાજ્યમાં ફિલ્મ શૂટિંગ માટેની ઇકોસિસ્ટમને મજબૂત કરવા તેમજ ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે આ પોલિસી મહત્વની પુરવાર થશે
આ પાલિસીથી ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ, ફિલ્મ મેકિંગ પ્રોજેક્ટ્સ તથા બિગ બજેટ મુવીઝ અને મેગા ફિલ્મ ઇવેન્ટ્સને પ્રોત્સાહન
ગુજરાત ‘પોલિસી ડ્રિવન સ્ટેટ’ તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ સાબિત થયું છે. છેલ્લા ૨૦ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પુરું પાડવા માટે વિવિધ પોલિસીઓ જાહેર કરવામાં આવી છે. આ દિશામાં વિકાસયાત્રા આગળ ધપાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી-૨૦૨૨-૨૦૨૭’ જાહેર કરશે. આ પ્રસંગે પ્રવાસન મંત્રીપૂર્ણેશભાઈ મોદી અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી પણ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે અભિનેતા અજય દેવગણ ઉપસ્થિત રહેશે.

તાજેતરમાં, રાજ્યના પ્રવાસન વિભાગે ફિલ્મ ઉદ્યોગ જગતમાં ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે તેમજ સ્થાનિક ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે નવી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ ઘડી છે. આ માટે ફિલ્મ અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ પોલિસીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. આ પોલિસીનો હેતુ ફિલ્મ શૂટિંગ માટે ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે, જે રાજ્યમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન-સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પ્રવાસનને ઉદ્યોગનો દરજ્જો આપી વર્ષ ૨૦૧૫માં સૌ પ્રથમવાર પ્રવાસન પોલિસીની જાહેરાત કરી હતી, ત્યારબાદ હોમ સ્ટે પોલિસી અને હેરિટેજ પોલિસી પણ રાજ્ય સરકારે જાહેર કરી છે.

Advertisement

ગુજરાતમાં પહાડીઓથી માંડીને દરિયાકિનારા સુધીના આકર્ષક સ્થળો, ધોળાવીરા જેવા ઐતિહાસિક સ્થળોથી લઇને મોર્ડન ગિફ્ટ સિટી, હેરિટેજ બિલ્ડીંગોથી લઇને આધુનિક બસ સ્ટેશન્સ અને બંદરો તેમજ કચ્છના સફેદ રણથી લઇને ગીરના જંગલો અને કેટલાંય અન્ય પ્રવાસન આકર્ષણો રહેલાં છે. આ બધાં પ્રવાસન આકર્ષણો તમામ મુલાકાતીઓને અનન્ય અને યાદગાર પ્રવાસનો અનુભવ પ્રદાન કરે છે, જે ફિલ્મ શૂટિંગ પ્રવાસન દ્રષ્ટિકોણથી ગુજરાતને સૌથી વધુ ઇચ્છનીય સ્થળ બનાવવામાં મદદરૂપ છે.

રાજ્યની સૌપ્રથમ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’એ ફિલ્મો દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના પ્રવાસન સ્થળોને એક્સપ્લોર કરવા માટે ફિલ્મ નિર્માતાઓને આકર્ષવા તરફ રાજ્ય દ્વારા લેવાયેલું એક મુખ્ય પગલું છે. આ યોજના સિનેમેટિક પ્રવૃત્તિઓ માટે આકર્ષક પ્રોત્સાહનો આપે છે જે સિનેમેટિક ટુરિઝમમાં રોજગારીની નવી તકો ઊભી કરશે. આ પોલિસી રાજ્યની જનતા માટે આર્થિક તકો ઉભી કરવામાં અને પ્રાદેશિક, બોલીવુડ, હોલીવુડ, ટીવી અને ઓટીટી ઉદ્યોગ સહિતના ફિલ્મ નિર્માતાઓ માટે ગુજરાતને પસંદગીનું પ્રવાસન સ્થળ બનાવવામાં યોગદાન આપશે.

ગુજરાત હંમેશા ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મ મેકર્સની પ્રાયોરિટી લિસ્ટમાં રહ્યું છે. પ્રવાસન સ્થળોનું વૈવિધ્ય, ઉચ્ચ સ્તરનીઆવાસીય અને અન્ય સુવિધાઓ, સુવિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બહેતર કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશન સાથે સરકારનો સહયોગ એગુજરાતને શૂટિંગ હબ તરીકે પસંદ કરવા માટેના મુખ્ય કારણો છે. ‘રામલીલા’, ‘કાઈપો છે’, ‘પીકુ’, ‘ડી-ડે’, ‘2 સ્ટેટ્સ’, ‘મોહેંજો દરો’ અને ‘લગાન’થી માંડીને ઓસ્કાર-નોમિનેટેડ ફિલ્મો સહિત ઘણી જાણીતી અને મોટા બજેટની ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું હતું.

ગુજરાતના પ્રવાસન વિભાગે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ અને ડિજિટાઈઝેશન માટે વિવિધ પહેલો હાથ ધરી છે, જેમ કે હેરિટેજ પ્રોપર્ટીના વિકાસ અને પ્રવાસનના સર્વાંગી વિકાસમાં ખાનગી રોકાણોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વાર હેરિટેજ પ્રવાસન નીતિ ૨૦૨૦-૨૫ અને નવી પ્રવાસન નીતિ ૨૦૨૧-૨૫ની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે હવે તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ડિજીટાઇઝ કરવામાં આવી છે, જેના કારણે માનવ હસ્તક્ષેપ ઓછો થઈ ગયો છે. આ નીતિઓનો ઉદ્દેશવિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને અનન્ય પ્રવાસન અનુભવ પ્રદાન કરવાનો છે.

આ સૂચિત યોજના રાજ્યમાં હાથ ધરાયેલા નીચે મુજબના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે:
1) ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ
a. ફિલ્મ સિટી
b. ફિલ્મ અને ટીવી સ્ટુડિયો
c. ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ
d. પોસ્ટપ્રોડક્શન સુવિધાઓ
2) ફિલ્મ મેકિંગ પ્રોજેક્ટ્સ
a. ફિલ્મ શૂટિંગ
b. ટીવી અને વેબ સીરીઝ
c. ડોક્યુમેન્ટરી
d. બ્રાન્ડ એફિલિયેશન
3) બિગ બજેટ મુવીઝ અને મેગા ફિલ્મ ઇવેન્ટ્સ
a. બિગ બજેટ મુવીઝ
b. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મેગા ફિલ્મ અને મ્યૂઝિક ઇવેન્ટ્સ અને ફિલ્મ એવોર્ડ્સ
રાજ્યમાં ફિલ્મ મેકર્સને આવકારવા માટે આ પોલિસી ફિલ્મ મેકર્સને વિવિધ સુવિધાઓ આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેમકે, રાજ્યમાં સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ કરવું, TCGL (ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.)ની હોટલોમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરવું અને અન્ય એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ પ્રદાન કરવો.
• એકોમોડેશન (આવાસની સુવિધા) બુકિંગ માટે સહયોગ
• TCGLની પ્રોપ્ટીઓમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ
• ફિલ્મના નિર્માણ માટે સિક્યોરિટી પ્રદાન કરવી
• આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર્સ સાથે લાયાઝનિંગ
• જાણીતા ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્રોવાઇડરો સાથે જોડાણ
• રાજ્યના સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ
• ફીડબેક સિસ્ટમ મારફતે સતત એન્ગેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત

Advertisement

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

એન્ટરટેનમેન્ટ

કોણ છે માલવિકા મોહનન ?

Published

on

કોણ છે માલવિકા મોહનન ?

માલવિકા મોહનન એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જે મુખ્યત્વે મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. આ ફિલ્મો સિવાય તેણે હિન્દી, કન્નડ અને તમિલ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તે સિનેમેટોગ્રાફર KU મોહનનની પુત્રી છે, જેણે તેણીને રોમેન્ટિક ડ્રામા ફિલ્મ પટ્ટમ પોલ (2013) માં કાસ્ટ કરી હતી, જે તેણીની પ્રથમ ફિલ્મ બની હતી. આ ફિલ્મ પછી, તેણીએ મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું, અને તેણીને ઘણી ફિલ્મોમાં તેના અભિનય માટે પ્રશંસા પણ મળી.

માલવિકાએ તેણીનું શાળાકીય શિક્ષણ મુંબઈમાં કર્યું હતું, જ્યાં તેણે વિલ્સન કોલેજમાંથી માસ મીડિયામાં ડિગ્રી મેળવી હતી, જેના કારણે તેણી સિનેમેટોગ્રાફર અથવા દિગ્દર્શક તરીકે તેના પિતાને મદદ કરી શકી હતી. તેણી આગળ અભ્યાસ કરવા માંગતી હતી, પરંતુ તેના પિતાના કહેવાથી તેણે કેટલીક ક્રીમની જાહેરાત વગેરેના શૂટિંગમાં કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી તેને અભિનયમાં રસ પડવા લાગ્યો.

Advertisement

 

તેને આગામી મલયાલમ ફિલ્મમાં અભિનય કરવાની તક પણ મળી. પરંતુ માલવિકાએ તેની સાથે જોડાતા પહેલા આવો નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવાનો સમય માંગ્યો હતો. ત્યારબાદ તેણીએ ઓડિશનમાં હાજરી આપી અને પટ્ટમ પોલમાં મુખ્ય પાત્ર તરીકે પસંદગી પામી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ અજાયબી બતાવી શકી ન હતી અને તેને અસફળ જાહેર કરવામાં આવી હતી. ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો

તેણી તેની બીજી ફિલ્મ નિર્ણાયકમ (2015) માં બેલે ડાન્સર બની હતી. આ ફિલ્મે સારી કમાણી કરવાની સાથે સાથે સારી સમીક્ષાઓ પણ મેળવી હતી. પરંતુ બાદમાં તેણીએ ફિલ્મના નિર્માણની વચ્ચે છોડી દીધી હતી.[8] 2016માં, માલવિકાએ તેની પ્રથમ કન્નડ ફિલ્મ નાનુ મટ્ટુ વરલક્ષ્મી (2016)માં અભિનય કર્યો હતો.જેમાં તેણે નવોદિત પૃથ્વી સાથે કામ કર્યું હતું. 2017), તે પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

Advertisement
Continue Reading

એન્ટરટેનમેન્ટ

અમેરિકાના કેન્સાસમાં ગુજરાતીઓએ ઉજવી નવરાત્રી

Published

on

અમેરિકા ના કેન્સાસ માં ગુજરાતીઓ ઉજવી નવરાત્રી

ગુજરાતીઓ નો નવરાત્રી એ સૌથી પ્રિય તહેવાર છે.ગુજરાતીઓ દેશમાં હોય કે વિદેશમાં પોતાના પ્રિય તહેવારની ઉજવણી કરવાનું ના ભૂલે.ગુજરાતીઓ વિદેશમાં જઈને પણ પોતાના પ્રિય તહેવારની ભવ્યતાથી ઉજવણી કરતા હોય છે.આવાજ ઉત્સવ પ્રેમી જીગર બારોટ અભી પંચાલ ભૌમિક અમીન સહીત નીકંપની આર કે એન્ટરટેઇન્મેન્ટ દ્વારા ગુજરાતીઓ માં લોકપ્રિય ગાયક કલાકાર એશ્વર્યા મજબુદાર નોઅમેરિકામાં કેન્સાસ સીટી ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં કેન્સાસ, મિસૌરી, ઓકલોહોમા, અરકાનસાસ, નેબ્રાસ્કા સહીત ના રાજ્યો ના ગુજરાતીઓ એ ભાગ લીધો હતો આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.

 

Advertisement

Continue Reading

એન્ટરટેનમેન્ટ

મલાઈકા અરોરાએ 1.35 લાખનો શર્ટ પહેર્યો

Published

on

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા બોલ્ડ નેશ માટે જાણીતી છે બોલ્ડ આઉટફિટ ને લઇ સતત લોકોમાં ચર્ચામાં રહેતી હોય છે તાજેતર માં મલાઈકા મુંબઈમાં નાઇટ આઉટ કરતી જોવા મળી હતી. એ સમયે મલાઈકાએ માત્ર શર્ટ પહેર્યો હતો.

મલાઈકાએ બાલેન્સિયાગા બ્રાન્ડનો વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. મલાઈકાએ શર્ટની સાથે બોટમ પહેર્યું નહોતું. ગમબુટ તથા સ્લિંગ બેગથી લુક કમ્પ્લિટ કર્યો હતો. મલાઈકાએ કારમાં બેસતા પહેલાં ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.જેને લઇ સોશિયલ મીડિયામાં ટ્રોલ તેના ચાહકોએ કરી હતી

 

 

Advertisement

Continue Reading

Trending