By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: દિલ્હીવાસીઓએ 15 વર્ષ જુની સરકાર ઉખાડીને ફેંકી દીધી, પંજાબમાં 50 વર્ષ જૂની સરકાર ઉખાડીને ફેંકી દીધી હવે તમે પણ 27 વર્ષ જૂની સરકાર ઉખાડીને ફેંકી દો: રાઘવ ચઢ્ઢા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > રાજકોટ > દિલ્હીવાસીઓએ 15 વર્ષ જુની સરકાર ઉખાડીને ફેંકી દીધી, પંજાબમાં 50 વર્ષ જૂની સરકાર ઉખાડીને ફેંકી દીધી હવે તમે પણ 27 વર્ષ જૂની સરકાર ઉખાડીને ફેંકી દો: રાઘવ ચઢ્ઢા
ગુજરાતરાજકારણરાજકોટ

દિલ્હીવાસીઓએ 15 વર્ષ જુની સરકાર ઉખાડીને ફેંકી દીધી, પંજાબમાં 50 વર્ષ જૂની સરકાર ઉખાડીને ફેંકી દીધી હવે તમે પણ 27 વર્ષ જૂની સરકાર ઉખાડીને ફેંકી દો: રાઘવ ચઢ્ઢા

Web Editor Panchat
Last updated: October 12, 2022 10:55 pm
Web Editor Panchat Published October 12, 2022
Share
SHARE

રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ જૂનાગઢના કેશોદમાં પદયાત્રામાં ભાગ લીધો અને વિશાળ જનસભાને સંબોધી.

ગુજરાતનાં યુવાનો પાસે સોનેરી તક છે, અરવિંદ કેજરીવાલજીની અને આમ આદમી પાર્ટીની ઈમાનદાર રાજનીતિવાળી સરકાર બનાવવાની: રાઘવ ચઢ્ઢા

એક વાર અરવિંદ કેજરીવાલનાં મોડલ ઓફ ગવર્નન્સની લત લાગી જશે તો વારંવાર ઈમાનદાર સરકાર બનાવશો: રાઘવ ચઢ્ઢા

દિલ્હીવાસીઓ કેજરીવાલને આઈ લવ યુ કહે છે અને ‘ઝાડુ’ નું બટન દબાવે છે: રાઘવ ચઢ્ઢા

દિલ્હીવાસીઓએ 15 વર્ષ જુની સરકાર ઉખાડીને ફેંકી દીધી, પંજાબમાં 50 વર્ષ જૂની સરકાર ઉખાડીને ફેંકી દીધી હવે તમે પણ 27 વર્ષ જૂની સરકાર ઉખાડીને ફેંકી દો: રાઘવ ચઢ્ઢા

આજે બજારમાં બે પ્રકારની રેવડી છે, એક તરફ કેજરીવાલની રેવડી છે અને ભાજપની રેવડી છે: રાઘવ ચઢ્ઢા

એક જ રંગનું શર્ટ 27 વર્ષ પહેરીને સૌ થાકી જાય છે કંટાળી જાય છે અહીં તો થાકી ગયેલી અહંકારી સરકાર છે: રાઘવ ચઢ્ઢા

સૌ પરિવર્તનની છત્રી નીચે આવી જાવ અને ઝાડુનું બટન દબાવીને આમ આદમી પાર્ટીને જીત અપાવો: રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢાએ સ્થાનિક લોકોને મળીને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો.

રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અત્યારે ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. રાઘવજીએ ભાવનગર, અમરેલી બાદ જૂનાગઢના કેશોદમાં પદયાત્રામાં ભાગ લીધો હતો. રાઘવજી ચઢ્ઢાએ કેશોદમાં પણ વિશાળ જનસભાને પણ સંબોધિત કરી હતી.

રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ કેશોદમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, ગુજરાતનાં યુવાનો પાસે આ એક સોનેરી તક છે જેમાં અરવિંદ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિ, આમ આદમી પાર્ટીની ઈમાનદાર રાજનીતિ વાળી સરકાર બનાવી શકે. એક જ પાર્ટીની થાકી ગયેલી સરકારને જોઇ જોઇને ગુજરાતનો યુવાન થાકી ગયા છે, એક જ રંગનું શર્ટ 27 વર્ષ પહેરીને સૌ થાકી જાય છે કંટાળી જાય છે અહીં તો થાકી ગયેલી અહંકારી સરકાર છે. આ વખતે પરિવર્તન માટે કોઇ ભાજપનાં સમર્થકો હોય, કોંગ્રેસનાં સમર્થકો હોય, અન્ય પાર્ટીનાં સમર્થકો હોય સૌ પરિવર્તનની છત્રી નીચે આવી જાવ અને ઝાડુનું બટન દબાવીને આમ આદમી પાર્ટીને જીત અપાવો. જ્યારથી ગુજરાતની સ્થાપના થઇ ત્યારબાદ ગુજરાતમાં 35 વર્ષ કોંગ્રેસની સરકાર અને 27 વર્ષ ભાજપની સરકાર રહી. એટલે કે 35 વર્ષ કોંગ્રેસ અને 27 વર્ષ ભાજપની સરકાર રહી તો પણ તમારા માટે કોઈ સારું કર્યું નથી. આ વખતે કેજરીવાલને એક મોકો આપીને જુઓ, એક મોકો આમ આદમી પાર્ટીને આપીને જુઓ.

હું તમને વિશ્વાસ અપાવું છું કે વીજળી, પાણી, યુવાઓનાં રોજગાર, મહિલાઓ, ખેડૂતો વગેરે માટે સારા કામો કરવામાં આવશે. એક વાર અરવિંદ કેજરીવાલનાં મોડલ ઓફ ગવર્નન્સની લત લાગી જશે તો વારંવાર ઈમાનદાર સરકાર બનાવશો.

દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક જ પાર્ટીની સરકાર હતી, જ્યારે 15 વર્ષ પછી જ્યારે ચૂંટણી યોજાઇ ત્યારે આમ આદમી પાર્ટીએ પહેલી વાર ચૂંટણી લડી હતી અને દિલ્હીની જનતાએ 15 વર્ષ જૂની પાર્ટીને ઉખાડી ફેંકીને આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. એનાં પછી દિલ્હીવાસીઓ કેજરીવાલને આઈ લવ યુ કહે છે અને ‘ઝાડુ’ નું બટન દબાવે છે. પંજાબમાં પણ લોકોએ 50 વર્ષથી ચાલતી પાર્ટીને બાજુ પર મૂકીને ‘આપ’ની સરકાર બનાવી. દિલ્હીવાસીઓ કેજરીવાલને આઈ લવ યુ કહે છે અને ‘ઝાડુ’ નું બટન દબાવે છે. ગુજરાતનાં યુવાનોએ પણ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિને સમજીને ઝાડુને વોટ આપશે.

ગુજરાતમાં રોજગાર ગેરંટી રુપે અમે કાયમી નોકરી આપીશું, એ સાથે અમે આર્થિક મદદ રુપે નોકરી મળે નહીં ત્યાં સુધી 3000 રુપિયા બેરોજગારી ભથ્થું આપીશું. આ લોકો કહે છે કે યુવાનોને 3000 રુપિયા આપશો તો સરકારની તિજોરી ખાલી થઇ જશે અને રેવડી કલ્ચર આવી જશે. આજે બજારમાં બે પ્રકારની રેવડી છે. જેમાં એક તરફ કેજરીવાલની રેવડી છે અને ભાજપની રેવડી છે. આ બંને રેવડીઓમાં ભાજપની રેવડીમાં મંત્રીઓ, સાંસદો, નેતાઓને બધું મફત મળે છે. કેજરીવાલની રેવડીમાં ગરીબ પરીવારોને મફત વીજળી મળે છે.

રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા આજે પદયાત્રા માટે કેશોદ જિલ્લામાં પહોંચ્યા છે. રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કેશોદના સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો. રાઘવ ચઢ્ઢાએ કેશોદવાસીઓને જણાવ્યું હતું કે, ભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવ્યું છે પણ અરવિંદ કેજરીવાલ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે. ‘આપ’ દ્વારા આયોજિત પદયાત્રામાં મોટી સંખ્યામાં કેશોદના સ્થાનિક લોકો પણ જોડાયા હતા. રાઘવ ચઢ્ઢાની સાથે સ્થાનિક લોકોએ ભાગ લઇને બતાવ્યું કે તેઓ આમ આદમી પાર્ટીની સાથે છે.

આમ આદમી પાર્ટીએ પહેલાં પણ ગુજરાતની જનતાની સમસ્યાઓનો અવાજ બનવા માટે ‘પરિવર્તન યાત્રા’ અને ‘તિરંગા યાત્રા’ જેવી અનેક યાત્રાઓનું આયોજન કર્યું છે અને તેને સફળતાપૂર્વક પૂર્ણ પણ કરી છે. દર વખતે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને ગુજરાતની જનતાનો ઘણો પ્રેમ અને સંપૂર્ણ સમર્થન મળ્યું છે. હવે એ નક્કી છે કે આવનારી 2022ની ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક પરિવર્તનનું કારણ બનશે. આમ આદમી પાર્ટી હંમેશા જનતા માટે કામ કરતી આવી છે અને કરતી રહેશે. અરવિંદ કેજરીવાલજી દ્વારા આપવામાં આવેલી ગેરંટી સમયસર આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પૂરી કરવામાં આવશે.

गिरनार पर्वत की गोद में स्थित प्राचीन भवनाथ मंदिर, जूनागढ़, गुजरात में दर्शन किए और महादेव का आशीर्वाद लिया pic.twitter.com/tPz89P8FBM

— Raghav Chadha (@raghav_chadha) October 12, 2022

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?