ભાજપમાં નારીશક્તિ ઉમેદવારી માટે ઉમટ્યું !
ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો જીતવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી પ્રક્રીયા શરુ કરી દેવાઇ છે, ત્યારે આ વખતે અમદાવાદ શહેરમાં મહિલા ઉમેદવારોની સંખ્યા વિશેષ જોવા મળી રહી છે, માત્ર અમદાવાદમાંથી 20થી વધુ મહિલાઓએ ટીકીટની માંગ કરી છે, જેને લઇને પ્રદેશના નેતાઓ પણ ચોકી ગયા છે,
ત્યારે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો
મિનાક્ષી બેન પટેલ પુર્વ મેયર ,વેજલપુર
ઇલાબેન પટેલ, નેતા ભાજપ વેજલપુર
મધુબેન પટેલ, પુર્વ સ્ટે,કમિટી ચેરમેન, નિકોલ
ગીતાબેન પટેલ, ડેપ્યુટી મેયર,નારાણપુરા વિધાનસભા
આશા બેન ટેકવાણી, પુર્વ કોર્પોરેટર, નરોડા
દિપીકા ત્રિવેદી,પુર્વ કોર્પોરેટર,નરોડા
મૈના બેન પટ્ટણી,કોર્પોરેટર,બાપુનગર વિધાનસભા
શ્રધ્ધા રાજપુત, નેતા ભાજપ, બાપુનગર
શ્રધ્ધા ઝા, નેતા ભાજપ બાપુનગર
મંજુલા બેન ઠાકોર, કોર્પોરેટર બાપુનગર વિધાનસભા
બિજલબેન પટેલ, પુર્વ મેયર, એલિસબ્રિજ વિધાનસભા
નંદીની પંડ્યા પુર્વ કોર્પોરેટર, એલિસ બ્રિજ વિધાનસભા
રાજીકા કચેરિયા,નેતા ભાજપ,એલિસ બ્રિજ વિધાનસભા
દર્શના બેન વાધેલા, અસારવા,કડી વિધાનસભા
અજંલી કૌશિક,નેતા ભાજપ,દરિયાપુર
વિણા બેન પ્રજાપતિ, નેતા ભાજપ, દરિયાપુર
મોના રાવલ,કોર્પોરેટર,મણિનગર
નિશા ઝા, પુર્વ કોર્પોરેટર, મણિનગર
શ્વેતા બ્રહ્મભટ્ટ,નેતા ભાજપ, મણિનગર,
પારુલ અનિલ પટેલ પૂર્વ કોર્પોરેટર વટવા
ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી મહિલા સશક્તિકરણમાં માને છે, પુર્વ મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલ ગુજરાતમાં સત્તા સ્થાને હતા ત્યારે તેમણે સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલા અને સ્થાનિક સ્વરાજની ચૂટણીઓમાં 50 ટકા મહિલા અનામત આપીને મહિલાઓને ખુશ કર્યા હતા, ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા મહિલાઓ માટે વિવિધ પ્રકારની ગેરંટીઓ આપીને મહિલા મતદારોને પોતાને સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે હવે ભાજપ પણ સમગ્ર ગુજરાતમાં મહિલાઓને પોતાની સાથે અકબંધ રાખવા માટે મહિલા નેતૃત્વને આગળ ધપાવવા યોજના ઘડતો હોવાનુ સુત્રો કહી રહ્યા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક જિલ્લામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ મળે તે માટે ખાસ ભાર મુકવામાં આવશે, અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિત મોટા શહેરોમાં મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે,
જેને લઇને મહિલા ઉમેદવારોએ ટિકીટ માટે દોડ લગાવી છે, ત્યારે જોવાનું રહ્યુ કે કોનુ નસીબ કેટલું બળવાન છે, તે સમય બતાવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની ઇલેકટ્રોનિકસ પોલીસી ૨૦૨૨-૨૦૨૮ નું લોન્ચીંગ ગાંધીનગરમાં કર્યું