By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ઈકોનોમીગાંધીનગરગુજરાત

ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઈ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Web Editor Panchat
Last updated: June 7, 2025 7:18 pm
Web Editor Panchat Published June 7, 2025
Share
SHARE


…
32 કરોડના રોકાણ સાથે કાર્યરત સેન્ટરમાં ફિનટેક કેન્દ્રિત અભિગમ-એ.આઈ. અને ડેટા એનાલિટીક્સ – બ્લોકચેન અને ક્લાઉડ આધારિત સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે
…
૧ હજાર પ્રોફેશનલ્સને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક
…
રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઈ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


….
:મુખ્યમંત્રી:
* પાછલા ૧૧ વર્ષોમાં દેશમાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં એ.આઇ. આધારિત ઉદ્યોગો, સેમીકંડક્ટર અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને વિશેષ પ્રોત્સાહન આપવા પોલીસીઝ અને મિશન કાર્યરત થયા છે.
* ભારતને સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર રાખવા ગુજરાત લીડ લેવા સજ્જ છે.
….
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઇ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં એ.આઇ. સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન બનાવનારા એક્સપર્ટસ, પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટ-અપ્સને એક સાથે લાવવાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.

ઇન્ફોસીસ દ્વારા ગિફ્ટ સિટીમાં કાર્યરત થયેલું આ ડેવલોપમેન્ટ સેન્ટર ફિન્ટેક ફ્રેમવર્ક અન્વયે અતિ આધુનિક નાણાંકીય ટેકનોલોજીના સોલ્યુશન પુરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. એટલું જ નહીં, ગ્લોબલ સર્વિસીસ અને ઇનોવેશન પર પણ વિશેષ ભાર અપાશે.

આ ઉપરાંત નાણાકીય સંસ્થાઓ માટે ખાસ તૈયાર કરાયેલ અદ્યતન એનાલિટિક્સ, મશીન લર્નિંગ અને AI-સંચાલિત ઇનસાઇટ્સ પૂરી પાડવામાં આવશે અને ડિજિટલ પેમેન્ટ, સ્માર્ટ કરારો અને એસેટ ટોકનાઇઝેશન માટે સુરક્ષિત, પારદર્શક સોલ્યુશનનું એનાલિસ પણ કરવામાં આવશે.

32 કરોડ રૂપિયાના રોકાણ સાથે કાર્યરત થયેલું ઇન્ફોસીસનુ આ ડેવલોપમેન્ટ સેન્ટર અંદાજે 1,000 થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીના અવસર પણ પૂરા પાડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ડેવલોપમેન્ટ સેન્ટર ગુજરાતમાં શરૂ કરવા માટે ઇન્ફોસીસનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે વડાપ્રધાનશ્રીના આગવા વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી દેશનું ટેક અને ફીનટેક હબ બન્યું છે અને વિશ્વના અનેક અગ્રણી આઇ.ટી., ફિનટેક તેમજ ન્યૂ એજ ટેકનોલોજીના એકમો ગિફ્ટ સિટીમાં કાર્યરત છે.

તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ડિજિટલ ઇન્ડિયા મિશનના પરિણામે પાછલા એક દશકમાં ટેકનોલોજીની પરિભાષા બદલાઈ ગઈ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પાછલા 11 વર્ષમાં દેશમાં આઇ.ટી. આધારિત ઉદ્યોગો, સેમીકંડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને વિશેષ પ્રોત્સાહન આપવા પોલીસીઝ અને મિશન શરૂ થયા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતને સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઇઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર રાખવામાં ગુજરાત લીડ લેવા સજ્જ છે. તેમણે રાજ્યમાં ઇનોવેશન ક્ષેત્રે યુવાઓનું માર્ગદર્શન કરતી “આઈ-ક્રિએટ”ની સ્થાપનામાં ઇન્ફોસીસના સંસ્થાપક નારાયણ મૂર્તિની મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરી હતી.

ઇન્ફોસીસના સી.ઇ.ઓ. જયેશ સંઘરાજિકાએ આ પ્રસંગે ઇન્ફોસીસની પ્રગતિ ગાથા જણાવતા કહ્યું કે વૈશ્વિક કન્સલ્ટિંગ અને આઇ.ટી. સેવાઓ પ્રદાન કરતી ઇન્ફોસીસ 1981માં સ્થપાયેલી છે.

વૈશ્વિક સાહસોની સિસ્ટમ્સ અને કાર્યપદ્ધતિઓનું સંચાલન કરવામાં ચાર દાયકાથી વધુના બહોળા અનુભવ સાથે, ઇન્ફોસિસ ૫૬ દેશોમાં તેના ક્લાયન્ટ્સને કુશળતાપૂર્વક માર્ગદર્શન પૂરું પાડે છે અને ૩.૨૦ લાખથી વધુ કર્મચારીઓનું સંખ્યા બળ ધરાવે છે.

આ ઉપરાંત ૨૦૨૪માં ઇન્ફોસિસને ભારતના શ્રેષ્ઠ નોકરીદાતાઓમાંના એક તરીકે માન્યતા મળી છે અને મહિલાઓ માટે ભારતના શ્રેષ્ઠ કાર્યસ્થળોમાં સતત ચોથા વર્ષે ટોચની ૫૦ મોટી કંપનીઓમાં સ્થાન પ્રાપ્ત થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર, આઇ.એફ.એસ.સી.એ.ના ચેરપર્સન કે રાજારમણ, ઇન્ફોસીસના સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ રજનીશ માલવિયા, નિલાદ્રી પ્રસાદ મિશ્રા અને રાજ્યના આઇ.સી.ટી અને ઇ-ગવર્નન્સ ડાયરેક્ટર શ્રીમતિ કવિતા શાહ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતાં
—

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bhupendrapatelgandhinagargiftcitypmmodi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?