પીએમ નરેન્દ્રમોદીએ મતદારો વચ્ચે રહેવા કેમ આપી સલાહ આપી
પાચ રાજ્યો પૈકી ચાર રાજ્યોમાં ધમાકેદાર જીત સાથે વડા પ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસનો આયોજન કર્યો, બે દિવસમાં અનેક કાર્યક્રમોમાં તેમની હાજરી,,રોડ શો બતાવે છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો તેઓએ શંખનાદ કર્યો છે,બે દિવસીય કાર્યક્રમમાં તેઓએ જે રીતે કાર્યકર્તાઓમાં જોશનો સંચાલન કર્યુ, પદાધિકારીઓ સાથે ધારાસભ્યો અને સાસંદો વચ્ચે સંવાદ કર્યો, તમામને લોકો વચ્ચે રહેવાનુ સુચના આપી, સાથે સંગઠન અને સરકાર જે રીતે કાર્યકરી રહ્યા છે, તેમા વધુ પ્રગતી લાવવા પણ સુચના આપી,,તે સિવાય મહા પંચાયત સમ્મેલન કરીને ગામે ગામ સુધી રાજ્યથી માંડી કેન્દ્રની યોજનાઓની માહિતી આપી,અને દેશમાં વિકાસની ગતિને કઇ રીતે તેઓ આગળ લઇ જવા માંગે છે તેનો સંદેશો આપ્યો તો સાથે ખેલ મહાકુંભ મારફતે, તેઓએ યુવાઓ સાથે સીધો સંવાદ કર્યો,, જેના ભાજપમાં વહેલી ચૂંટણી શકે છે તેવી સંભાવના વ્યક્ત થઇ હી છે,
સંગઠનમાં વહેલી ચૂંટણીને લઇને ચર્ચા કેમ થઇ રહી છે,,તેના છે આ કારણો
એપ્રિલ સુધી બોર્ડ નિગમોમાં બોર્ડ નિગમોમાં નિમણુંકોની શક્યતા
સરકારમાં લગભગ બે મહિના પહેલા કેટલાક બોર્ડ નિગમોના ચેરમેન અને ડીરેક્ટર્સના રાજીનામા લીધા હતા,ભાજપ સંગઠને બોર્ડ નિગમો માટેની યાદી પણ સરકારમાં મોકલી આપી હતી, પણ સુત્રો માને છે કે હવે માર્ચના અંતમાં આથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં બોર્ડમાં 150થી વધુ લોકોની નિમણુક બોર્ડ નિગમમાં થઇ શકે છે,
પણ નિષ્ણાંતો માને છે કે માત્ર બોર્ડ નિગમોમાં નિણમુંકનો મતલબ એ નથી થતુ કે ચૂંટણી વહેલી આવશે, કારણ કે નિમણુક આપવા માટે પદાધિકારીઓને મતદારો વચ્ચે જવાનુ છે, જેથી જલ્દી ઇલેક્શન આવે તેવી સંભાવના અહિવત છે.
સરકારના બજેટમાં કોઇ મોટી જાહેરાત કે બજેટ લક્ષી જાહેરાતો નુ ન હોવુ
સરકારના કેટલાક પ્રધાનો માને છે કે નવા મંત્રી મંડળનુ બજેટ એકદમ સરળ રહ્યુ હતુ, કારણ કે ચૂંટણીનો વરસ હોવા છતાં કોઇ મોટી જાહેરાત કરાઇ ન હતી, જેથી જો મે અથવા જુનમાં ઇલેક્શન થાય તો નવી સરકાર આવીને નવુ બજેટ લાવી શકે છે,…અને નવા બજેટમાં વધારાની જાહેરાત કરી શકે છે,પણ તેમની સામે નિષ્ણાંતો માને છે કે બજેટમાં જે જાહેરાતો થઇ હતી છે, જે રકમની ફાળવણી થઇ છે તે એક વરસ માટે થઇ છે, સાથે બજેટ જાહેર થયા પછી સરકારને નવા કામોના ઉદ્ઘાટન, રાજકોટ એઇમ્સ અને એરપોર્ટના ઉદ્ઘાટન જેવી બાબતોને હજુ ચારથી છ મહિનાનો વાર છે, જે પીએમ મોદી જાતે પોતાની હાથે કરવા માંગશે,,જેથી વહેલી ચૂટણીની સંભાવના નહિવત છે,
ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે @BJP4Gujarat ના આગેવાનો તથા કાર્યકર્તાઓને મળવાનું થયું. ભાજપ સંગઠનના માધ્યમથી કેવી રીતે વધુ અસરકારક રીતે લોકોની સેવા કરી શકાય અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી શકાય તેની ચર્ચા કરી. pic.twitter.com/gtiMwk53GX
— Narendra Modi (@narendramodi) March 11, 2022
રાજ્યમાં સંગઠનનુ કામ પુર્ણ થઇ ગયુ છે, પરિમામે વહેલી ચૂંટણી થઇ શકે છે
ભાજપ સંગઠનના કેટલા સિનિયર આગેવાનો માને છે કે જે રીતે પેજ સમિતીનુ કામ પુર્ણ થઇ ગયુ છે, સાથે રાજ્ય સરકારના મોટા પ્રોજેક્ટ જલ્દી પુર્ણ કરવા સૂચનાઓ અપાઇ ગઇ છે, જે રીતે પીએમ નરેન્દ્રમોદીએ મહાપંચાયતોનુ સંબોધન કર્યુ તે પૈકી સીધી રીતે 100થી વધુ સીટો ઉપર તેઓએ સુધી જનસપર્ક કરી લીધુ છે,સાથે ભાજપ યુવા મોર્યા, મહિલા મોર્ચા, આઇટી સેલના માધ્યમથી વિવિધ કાર્યક્રમો હેઠળ મતદારોના વચ્ચે છે,,પરિણામે જલ્દી ચૂંટણી આવી શકે છે,તો સામે નિષ્ણાંતો માને છેકે ભાજપની કામન જ્યારથી નરેન્દ્રમોદી અને અમિત શાહ પાસે આવી છે,તેઓ ફુલ ટાઇમ રાજનિતિમાં માને છે, પરિણામે પક્ષને હમેશા ચૂંટણી માટે તૈયાર રેહવા કહી દેવામા આવે છે, જેથી વહેલી ચૂંટણી લાવીને દેશમાં કોઇ ખોટો સંદેશો નહી આપે.
ગુજરાતમ આ વખતે 150થી વધુ સીટ લાવવાનો લક્ષ્ય
ભાજપ માને છે કે ચાર રાજ્યોમાં ભાજપની પ્રંચડ જીત થઇ છે, તો કોગ્રેસ નિરાશ છે,, સાથે આમ આદમી પાર્ટી પંજાબ જીતીને ઉત્સાહિત છે, જેથી ગુજરાતમાં ભાજપના 150 સીટોના સંકલ્પને રોકવા માટે આપ બાધા બની શકે છે. અત્યારે આપ પાસે રાજ્યભરમાં પુરતુ સંગઠન નથી, જો નિયત સમય કરતા છ મહિના પહેલા
ઇલેક્શન આવે તો નિશ્ચતિ છેકે ભાજપ ખુબ સરળતાથી 150 સીટ જીતી શકે છે.
પણ નિષ્ણાંતો માને છેકે જો આટલી જલ્દી ઇલેકશન આવશે તો ભાજપને ભુપેન્દ્ર પટેલના ચહેરાને આગળ રાખીને ચૂંટણીમાં જવુ પડશે, ત્યારે ભુપેન્દ્ર પટેલની લોકપ્રિયતા એટલી નથી કે તેમના ભરોસે 150 સીટ આવે,આમ તો સીઆર પાટીલ મુખ્ય ચહેરો છે, પણ સૌરાષ્ટ્ર્ર અને ઉત્તર ગુજરાતમાં ઇચ્છિત પરિણામ નહી મળી શકે,,
ગુજરાતમાં ભાજપ અને સરકાર સામે પડકારો
ભાજપમાના 150 સીટ જીતવાના સંકલ્પ સામે અનેક મુશ્કેલી છે, કારણ કે આદિવાસી વિસ્તારોમાં પાર તાપી સરદાર સરોવર લીંક પરિયોજનાનો વિરોધ,ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા અને તાલુકા પંચાયતો જીતવા છતાં ભાજપ પ્રત્યેની નારાજગી, મોધવારી, બેરોજગારી, પેપરલિકકાંડ, જેવી બાબતો તો સામે આવશે પણ જે રીતે યૂપીમાં ભાજપ ખેડુતોને વિજળી મફત,. યુવાનોને બે કરોડ ટેબ્લેટ આપશે, યુવતીઓને સ્કુટી આપવાનુ વચન આપીને જીતી છે, આવા જ તમામ વચનો આપ કે કોગ્રેસ તો આપી શકે છે, પણ ભાજપ જો નહી આપે તો તેને મુશ્કેલી થઇ શકે છે,, નિષ્ણાંતો માને છે કે સરકારે બજેટમાં આવી કોઇ જોગવાઇ કરી નથી,,આ તમામ મુદ્દાઓ વેહલી ઇલેક્શન ઘોષિત કરવા માટે બાધા સાબિત કરે છે,
પીએમ મોદી સરપ્રાઇઝ એલિમેન્ટ માટે જાણીતા છે
ભાજપના વરિષ્ઠ નેતાઓ માટે છે કે નરેન્દ્રમોદી હમેશા વિરોધીઓને આવઢવમાં રાખવા અને ચોંકોવી દેવા માટે જાણીતા છે, જેથી જો વિપક્ષ જો હજુ તૈયારીમાં અને બુથ મેનેજમેન્ટની તૈયારી કરતુ હોય તેવામાં વહેલી ચુટણી જાહેર કરીને વિપક્ષને હંફાવી શકાય છે, અને વરસાદ પહેલા ઇલેક્શન થઇ જાય છે વિપક્ષ ઉધતુ ઝડપાય,, સામે ભાજપની સરકાર સ્તરે અને સંગઠન સ્તરે તૈયારી પુરતી છે, સામે નિષ્ણાંતો માને છેકે કોઇ પ્રોજેક્ટ કે આયોજનમાં સર પ્રાઇઝ એલિમેન્ટ ચાલે પણ વહેલી ઇલેક્શન કરીને નરેન્દ્રમોદી ને કોઇ રિસ્ક નહી લે,, કારણ કે ભાજપને આ વખતે માત્ર ઇલેક્શન જીતવુ નથી પણ 150 સીટ લાવી રેકોર્ડ તોડવાનુ છે, જેથી પીએમ મોદી એવુ કોઇ જોખમ નહી લે જેથી તેમને 150 કરતા વધુ સીટ જીતવા આગામી પાચ વરસની રાહ જોવી પડે.