By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સિનિયર સિટીઝન નાગરિકો માટે ઘરે બેઠા બ્લડ ટેસ્ટીગ સેવા અને રાજ્યના તમામ તાલુકામાં નિ:શુલ્ક ડાયાલિસિસ કેન્દ્રો ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે- આરોગ્ય મંત્રી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > સિનિયર સિટીઝન નાગરિકો માટે ઘરે બેઠા બ્લડ ટેસ્ટીગ સેવા અને રાજ્યના તમામ તાલુકામાં નિ:શુલ્ક ડાયાલિસિસ કેન્દ્રો ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે- આરોગ્ય મંત્રી
ગાંધીનગરગુજરાતહેલ્થ

સિનિયર સિટીઝન નાગરિકો માટે ઘરે બેઠા બ્લડ ટેસ્ટીગ સેવા અને રાજ્યના તમામ તાલુકામાં નિ:શુલ્ક ડાયાલિસિસ કેન્દ્રો ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે- આરોગ્ય મંત્રી

Web Editor Panchat
Last updated: August 31, 2022 9:47 pm
Web Editor Panchat Published August 31, 2022
Share
SHARE

પ્રત્યારોપણેન્ નવજીવનમ્….

ગણેશોત્સવના પ્રારંભે અનેક પીડિતોની વેદનાનું વિધ્ન દૂર કરનારા અંગદાતા પરિવારજનોનું ઋણ અદા કરતો કાર્યક્રમ

………….
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ૧૦૨ અંગદાતા પરિવારજનોનું બહુમાન કરવામાં આવ્યું
………
રાજ્યમાં ઝોન પ્રમાણે પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે :- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
…….
સિનિયર સિટીઝન નાગરિકો માટે ઘરે બેઠા બ્લડ ટેસ્ટીગ સેવા અને રાજ્યના તમામ તાલુકામાં નિ:શુલ્ક ડાયાલિસિસ કેન્દ્રો ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે- આરોગ્ય મંત્રી

અમદાવાદ સિવિલ મેડિસિટીમા કિડની ઇન્સ્ટિટયૂટના સ્થાપક ડૉ. એચ.એલ.ત્રિવેદીની ૯૦ મી જન્મતિથિના પવિત્ર અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ૧૦૨ અંગદાતા પરિવારજનોનું ઋણ અદા કરવા બહુમાન કરવામાં આવ્યું હતું
સ્ટેટ ઓર્ગન ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન(SOTTO) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ સ્થળોએથી આવેલા અંગદાતા પરિવારજનોની સમાજ પ્રત્યેની સેવા ભાવનાઓને બિરદાવવા માટે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અંગદાનથી નવજીવન આપનારા તમામ અંગદાતા પરિવારજનો પ્રત્યે ઋણ અદા કરીને તમામની સેવાભાવનાને બિરદાવી હતી.
તેમણે આ પ્રસંગે રાજ્ય સરકાર ઝોન પ્રમાણે રાજ્યમાં પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત કરવાની દિશામાં પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું..
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતને આ વર્ષે ૫ નવીન મેડિકલ કોલેજની મંજૂરી મળી હોવાનું જણાવી ગુજરાતમાં ડૉક્ટરર્સની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થવાનો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ, મુખ્યમંત્રી રાહત નિધિ ,પ્રધાનમંત્રી રાહત નિધિ, સ્કુલ હેલ્થ પ્રોગ્રામ જેવી વિવિધ યોજનાકીય સહાય અંતર્ગત વિના મૂલ્ય પ્રત્યારોપણ ઉપલબ્ધ કરાવવામાં આવતું હોવાનું કહ્યું હતું.
મંત્રી એ સમર્પણ ભાવથી અંગદાન ક્ષેત્રે કાર્યરત તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર્સ સહિતના પેરા મેડિકલ કર્મીઓની નિષ્ઠાને બિરદાવી હતી…
સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રિમ ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવીને SOTTO ની ટીમ દ્વારા અંગદાન અને પ્રત્યારોપણની કરવામા આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી….
આ પ્રસંગે તેમણે અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા દિલીપદેશમુખની સંધર્ષગાથા લોકો સમક્ષ રજુ કરી હતી‌.
ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કિડની ઇન્સ્ટિટયૂટના સ્થાપક સ્વ શ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીના ધર્મ પત્ની દ્વારા ૯૦ હજાર રૂપિયાનુ દાન આપવામાં આવ્યું હતું…
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ,કિડની ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ વિનીત મિશ્રા, SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી, જી.સી.આર.આઈના ડાયરેક્ટર ડૉ શશાંક પંડ્યા, અંગદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અગ્રણી દિલીપભાઈ દેશમુખ તેમજ મોટી સંખ્યામાં તબીબી તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:c r patilchool healthdr.h l trivedihltrivedi kidney institute asarvamanoj agrawalrushikesh patelvinit mishra
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?