રાજય સરકારે ગુજરાત ના નારાજ માલધારી સમાજ ને મનાવવા અને ખુશ કરવા માટે મોટો નિર્ણય કર્યો છે..રાજય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
મહેસાણા જિલ્લાના પ્રખ્યાત તરભના વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ અને જિર્ણોધ્ધાર ના કામો માટે રૂ. પાંચ કરોડ ૩ર લાખ ૧૬ હજારની ખાસ કિસ્સા તરીકે તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે .અંદાજે ૯૦૦ વર્ષ જૂના અને અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરૂની ગાદી સ્થાન વાળીનાથ મહાદેવ મંદિરમાં આ રકમમાંથી કંપાઉન્ડ વોલ, રોડ, યાત્રિ સુવિધા શેડ , શૌચાલય, પાર્કિંગ વ્યવસ્થા જેવી વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે ત્યારે માલધારી સમાજ ના આગેવાન સંજય દેસાઈએ આવકાર્યો છે જયારે કોંગ્રેસ ના માલધારી સમાજ ના નેતા નાગજી ભાઈ દેસાઈએ રાજય સરકારના નિર્ણય ને આવકારતા કહ્યું હતું કે આ સરકારે ખુબ સારો નિર્ણય કર્યો છે જોકે માલધારી સમાજ ના આસ્થા ના કેન્દ્ર સમાન 63 જેટલા મંદિરો રાજ્યમાં આવેલા છે તેને પણ વિકસિત કરવામાં આવે……ત્યારે નોંધનીય છે કે ગુજરાત માં રાજય સરકાર દ્વારા ઢોર નિયંત્રક કાયદો લાવવો આવ્યો હતો જેને કારણે શહેરી વિસ્તારમાં રહેતો માલધારી સમાજ પરેશાન થઇ ગયો હતો તેમના દ્વારા રાજય સરકાર ના ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગણી સાથે આંદોલન કર્યા હતા જેને લીધે આખરે માલધારી સમાજ ના દબાણ વશ ગુજરાત વિધાનસભામાં રાજય સરકારે કાયદો પાછો ખેંચવાની ફરજ કરવી પડી હતી જોકે માલધારી સમાજમાં વ્યાપેલા રોષ ને ખાળવા માટે રાજય ની ભાજપ સરકારે માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર તરભના વાળીનાથ મહાદેવ મંદિર ને વિકસિત કરવાની જાહેરાત કરી છે જેથી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં ભાજપ ને મોટું રાજકીય નુકશાન ના થાય.