રાજ્યસભામાં પણ કમળરાજ, વર્ષ 1990 પછી ભાજપ 100 સીટ ધરાવતો પ્રથમ પક્ષ બન્યો
નવી દિલ્હી આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ બેઠક પર જીત મેળવ્યા બાદ ભાજપે
રાજધાની દિલ્હીમાં નવી સિધ્ધિ હાંસલ કરી છે. શું છે આ સિધ્ધિ તો એ છે ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં 100 સભ્યો
ધરાવતો વર્ષ 1990 પછીનો પ્રથમ પક્ષ બન્યો છે.

https://www.panchattv.com/bharatsinh-solanki-duryodhan-then-amit-chavda-dushasan-vandana-patel/ભાજપે તેના રાજકીય સમરાગણના ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યસભામાં સદી ફટકારી છે
. રાજ્યસભાની ચૂંટણીના પરિણામ નોટીફાઈ થયા બાદ ભાજપની સભ્ય સંખ્યા સત્તાવાર રીતે
100ને સ્પર્શ કરી જશે. આ સદી ફટકારવવાનો આનંદ લાંબો સમય ટકી શકે તેમ ન હોવાની
સંભાવના સેવાઈ રહી છે. કારણ કે રાજ્યસભાની 52 બેઠકો પર ટૂંકસમયમાં ચૂંટણી યોજાવાની છે
તથા આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોમાં તેના સભ્યોની સંખ્યામાં ઘટાડો
થવાની ધારણા છે, આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડની ચૂંટણીમાં ભાજપને મળેલી ત્રણ બેઠકનો હાલની
97માં ઉમેરો કરવામાં આવે તો તેની કુલ સંખ્યા 100એ પહોંચી જાય છે. ત્રિપુરા અને નાગાલેન્ડની બે બેઠકો
પર પણ ભાજપનો વિજય થયો છે, તેનાથી ભાજપને ચારમાંથી ચાર બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને એક
પણ બેઠક મળી નથી. કોઈપણ મુખ્ય પક્ષ 1988 પછી આ આંક પર આવી શક્યો નથી. રાજ્યસભામાં કુલ બેઠકો 245 છે.
1990માં રાજ્યસભામાં કોંગ્રેસની સભ્યસંખ્યા 108 હતી.
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ