By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગાંધીનગર ના સાંસદ અમિત શાહ પાસે શીખો કેવી રીતે ગામ નો વિકાસ કરી શકાય
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગાંધીનગર ના સાંસદ અમિત શાહ પાસે શીખો કેવી રીતે ગામ નો વિકાસ કરી શકાય
અમદાવાદગાંધીનગરગુજરાતરાજકારણ

ગાંધીનગર ના સાંસદ અમિત શાહ પાસે શીખો કેવી રીતે ગામ નો વિકાસ કરી શકાય

Web Editor Panchat
Last updated: September 3, 2022 8:15 pm
Web Editor Panchat Published September 3, 2022
Share
SHARE

ગાંધીનગર ના સાંસદ અમિત શાહ પાસે શીખો કેવી રીતે ગામ નો વિકાસ કરી શકાય

 

‘વહેલાસર’ જાગેલું આદર્શ ગામ ‘મોડાસર’

આદર્શ ગામ રેન્કિંગમાં સાણંદ તાલુકાનું મોડાસર ગામ દેશમાં પાંચમા અને ગુજરાતમાં પ્રથમ નંબરે
***
કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે આ ગામને વર્ષ 2020માં દત્તક લેતા ગામની કાયાપલટ થઇ

મોડાસર ગામમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના લાભ પહોચ્યાં
ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોડાસર તેમજ આસપાસના ૧૭ ગામોને અંદાજિત ૪૫૦૦૦ની વસ્તીને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ
છેલ્લાં ૧ વર્ષમાં ખાનગીમાંથી ૬૦થી વધુ વિદ્યાથીઓએ મોડાસર પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો
ડીઝીટલ સુવિધા ધરાવતા ગામના બાળકો લેપટોપ દ્વારા શિક્ષણ મેળવે છે
નળ દ્વારા દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચે છે
ગામના દરેક ઘરમાં શૌચાલય અને ગટરની વ્યવસ્થા

સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત કેન્દ્રિય ગૃહ મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદશ્રી અમિતભાઇ શાહે વર્ષ 2020માં સાણંદ તાલુકાના મોડાસર ગામને દત્તક લીધુ હતું. આદર્શ ગામ રેન્કિંગમાં સાણંદ તાલુકાનું આ મોડાસર ગામ (2 સપ્ટેમ્બર સુધી) દેશમાં પાંચમાં અને ગુજરાતમાં પ્રથમ નંબરે છે. મોડાસર ગામ અંદાજિત 7 થી 8 હજારની વસ્તી ધરાવતું ગામ છે. હાલમાં આદર્શ ગામના પેરામિટર્સ પર ખરું ઉતરે તેવી તમામ પ્રકારની સુવિધાઓ આ ગામમાં જોવા મળે છે.

જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે કે સાંસદ શ્રી અમિતભાઇ શાહે દત્તક લીધેલા મોડાસર ગામમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ ગ્રામજનો સુધી પહોંચી છે. મોડાસર ગામમાં બાળકો માટે આંગણવાડી, પ્રાથમિક શાળાની વ્યવસ્થા છે. ગામમાં ઇ-ગ્રામ સેન્ટર, ગ્રામજનો માટે સ્વાસ્થ્ય કેન્દ્ર, મહિલાઓ માટે સખી મંડળ, ગામજનોના અવરજવર માટે પાકા રસ્તાઓ, સાફ-સફાઈની પુરતી વ્યવસ્થા તેમજ ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા એ જણાવ્યું છે કે ગામના દરેક ઘરમાં શૌચાલય અને ગટરની વ્યવસ્થા પણ છે અને એટલું જ નહીં નળ દ્વારા દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાય છે. તેના પગલે ‘નલ સે જલ’ અભિયાનને મૂર્તિમંત કરાયું છે.

સાણંદ તાલુકાના મોડાસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. રાજકુમાર કહે છે કે, આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોડાસર તેમજ આજુ-બાજુના ૧૭ ગામના અંદાજિત ૪૫૦૦૦ની વસ્તીને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૫ થી ૧૭ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. મહિનામાં અંદાજિત ૧૫૦૦થી ૧૭૦૦ લોકો આરોગ્ય સુવિધાનો લાભ ઉઠાવે છે. દર મહિને 6 થી 7 પ્રસુતિ આ સેન્ટરમાં થાય છે. અહી લેબોરેટરી વાનની પણ સુવિધા છે, જેનો ફાયદો મોડાસર તેમજ આજુ-બાજુના ગામજનોને મળી રહ્યો છે. મોડાસર ગામમાં વેક્સિનેશન( પ્રથમ અને બીજો ડોઝ) ૧૦૦ ટકા પૂર્ણ થઇ ગયું છે. પ્રીકોસન ડોઝ પણ 70 થી 80% લોકોને આપી દેવામાં આવ્યો છે. સાથો-સાથ આ ગામજનોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી આરોગ્યલક્ષી યોજનાનો લાભ પણ મળી રહ્યો છે.

મોડાસર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ મકવાણા કહે છે કે, મોડાસર ગામના વિદ્યાર્થીઓને તમામ ભૌતિક સુવિધાઓનો લાભ મળી રહ્યો છે. આ પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, ગૂગલ ક્લાસ તેમજ સ્માર્ટ ક્લાસ થકી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અમે ગૂગલ ક્લાસ થકી બાળકોને દેશ-વિદેશનું શિક્ષણ આપીને તેમના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છીએ. સરકાર તરફથી વિદ્યાર્થીઓને ક્રોમ બુક પણ આપવામાં આવી છે જેમાં તેમને મેલ દ્વારા લેસન આપવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન જ્ઞાનકુંજ અને ગૂગલ ક્લાસના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓના નામાંકનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦૦ જેટલી હતી. વર્ષ ૨૦૨૧માં ૬૦૦ની આસપાસ પહોંચી ગઈ છે. એટલું જ નહીં ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. છેલ્લા ૧ વર્ષમાં 60થી વધુ વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ સ્કૂલમાંથી આ મોડાસર ગામની પ્રાથમિક શાળામાં નામાંકન કરાવ્યું છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને નિયમિત આરોગ્યની ચકાસણી તેમજ વિવિધ એકમોની કસોટી પણ લેવામાં આવે છે.

સાણંદ તાલુકાના મોડાસર ગામના તલાટી કમ મંત્રી મિનલબા પરમાર કહે છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વર્ષ ૨૦૨૦માં આ ગામને દત્તક લીધું છે. આ ગામની હાલની વસ્તી અંદાજે ૭ થી ૮ હજાર છે. આ ગામમાં તમામ પ્રકારના વિકાસના કામો થઈ રહ્યા છે. મોડાસર ગામમાં આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા તેમજ પાયાની સુવિધાઓનો લાભ ગ્રામજનો સુધી પહોંચ્યો છે. મોડાસર ગામ તમામ પ્રકારની સુવિધાથી સજ્જ છે. હાલમાં ગામમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તાજેતરમાંઅમિતભાઈ શાહે કેટલાક કામોનું ખાતમુહર્ત પણ કર્યું છે. મોડાસરના બાણગંગા તળાવને રી-ડેવલોપમેન્ટ માટેનું ખાતમુર્હત કર્યુ છે. બાણગંગા તળાવ મોડાસર ગામનું એક ઐતિહાસિક તળાવ છે. એટલું જ નહિ અત્રેશ્વર મહાદેવની પસંદગી મહાપ્રસાદ યોજનામાં પણ થઇ છે. ગ્રામજનોને તમામ પ્રકારની સુવિધાઓ એક જ જગ્યા પરથી મળી રહે તેવી વ્યવસ્થા પંચાયત ભવનમાં ઊભી કરાઇ છે. જેમાં ગ્રામજનોને આવકનો દાખલો, પાનકાર્ડ, આધારકાર્ડ, 7/12 ઉતારો તેમજ સરકારની વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.

મોડાસર ગામના રહેવાસી મમતાબેન પરમાર જણાવે છે કે, મોડાસર ગામમાં આવેલી ગ્રામ પંચયાતમાં તમામ કામો ડિજિટલી થઈ રહ્યા છે જેના કારણે ગામના લોકોને સાણંદ તાલુકા મથક સુધી જવુ પડતું નથી. આ જ કારણોસર ગ્રામજનોનો સમય અને પૈસા બંનેની બચત થાય છે. અમારા ગામમાં સરકાર તરફથી તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી છે. આ સુવિધાઓ બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ.

અન્ય રહેવાસી કમાભાઈ ચાવડા કહે છે કે, ગામના લોકોને આજે નાના-નાના સરકારી કામ માટે પહેલાની જેમ તાલુકા મથક સુધી જવુ પડતુ નથી. તમામ પ્રકારની સુવિધાઓ આજે ગ્રામપચંયાત ભવનમાંથી મળી રહે છે.

મોડાસર ગામના રહેવાસી ચંદનસિંહ વાધેલા જણાવે છે કે, આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી તમામ પ્રકારની આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહી છે. સરકારની યોજનાનો લાભ પણ અમને મળી રહ્યો છે. સરકાર તરફથી અમને નિશુલ્ક દવાઓ પણ મળી રહી છે.

You Might Also Like

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી!

ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

GP-SMASHની વધુ એક ઉલ્લેખનીય સફળતા: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બંને બાળકોને સુરક્ષિત કરી, માતાની શોધખોળ માટે ત્વરિત કાર્યવાહી

આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી

ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !! અર્બન હિટ આયલેન્ડ શહેરોમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે

TAGGED:amit shahcmo gujaratgandhinagarhome ministerMODASAR VILLEGEPMO India
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો, આવક ₹9000 કરોડને પાર
ahmedabad coopretive gandhinagar govt gujarat
કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, બન્ને મળીને જનતાને લૂંટે છે : અરવિંદ કેજરીવાલ
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
ગુજરાત PCIના વડા મોન્ટુ પટેલ સામે કૌભાંડના આરોપો, લાંચ લેવા મુદ્દે સીબીઆઇના દરોડા !
અમદાવાદ ઇન્ડિયા કાયદો ક્રાઈમ ગુજરાત
વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ
ગવર્મેન્ટ ગુજરાત વડોદરા
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?