મધર્સ ડે સ્પેશિયલ :કહાની ચંબલની એ માતાઓની,જેઓ એક હાથમાં બંદુકની ગોળીઓ તો બીજા હાથે મમતા વરસાવતી
ખૂંખાર ડાકુઓની શરણસ્થળી તરીકે કુખ્યાત રહેલી ચંબલ ખીણમાં મહિલા ડાકુઓની માતા બનવાની દુ:ખ ભરેલી વ્યથા દરેકને તેમના જીવનનો અહેસાસ કરાવે છે. મધર્સ ડેની શરૂઆત જો સાચા અર્થમાં કોઈનાથી કરવામાં આવે તો તે છે સીમા પરિહાર, જે એક જમાનામાં ચંબલમાં આતંકનો પર્યાય રહી છે. ચંબલની કોતરોમાં રહીને સૌથી પહેલા સીમા પરિહારે પોતાના બાળકને જન્મ આપ્યો. સીમા કોતરોમાં આવ્યા પહેલા પોતાના માતા-પિતા સાથે માસૂમિયત સાથે જીવન પસાર કરી રહી હતી.
દસ્યૂ ગેંગસ્ટર લાલારામ સીમાને ઉઠાવીને કોતરોમાં લાવ્યો હતો. બાદમાં લાલારામે ગેંગના એક સભ્ય નિર્ભય ગુર્જર સાથે સીમાના લગ્ન કરાવી દીધા પરંતુ બંને જલ્દી જ અલગ થઈ ગયા. સીમા ચંબલમાં પસાર કરેલા પોતાના જૂના દિવસોને યાદ કરતા કહે છે કે નિર્ભય ગુર્જરથી અલગ થયા બાદ લાલારામની સાથે રહેવા લાગી. લાલારામ થકી તેને એક દિકરો છે. જેનુ નામ તેણે સાગર રાખ્યુ છે. આજે તેનો દિકરો સાગર પોતાના શ્રેષ્ઠ ભવિષ્ય માટે અભ્યાસ કરી રહ્યો છે.
18 મે 2000એ પોલીસ અથડામણમાં લાલારામના મૃત્યુ બાદ 30 નવેમ્બર 2000એ સીમાએ આત્મસમર્પણ કરી દીધુ હતુ. અત્યારે સીમા જામીન પર છૂટી છે અને ઔરૈયામાં રાજકારણમાં સક્રિય છે. ફૂલનદેવીના મતવિસ્તાર મિર્ઝાપુરથી લોકસભાની ચૂંટણી લડી ચૂકેલી સીમા પરિહાર ટેલીવિઝન શો બિગ બોસમાં ભાગ લઈ ચૂકી છે.
સીમા પરિહારે કહ્યુ કે અત્યારે તેમનુ જીવન ઠીક ઠાક ચાલી રહ્યુ છે. પરંતુ ચંબલની કોતરોમાં પોતાની જીંદગીનો જે સમય પસાર કર્યો છે, કોતરોમાં જે દર્દ અને તકલીફ વેઠી છે, તેને ભૂલવુ મુશ્કેલ છે. સાત નવેમ્બર 2005એ નિર્ભય ગુર્જરના મૃત્યુ બાદ જ્યારે સીમાએ પોતાના પતિનો મૃતદેહ પોલીસ પાસે માગ્યો તો પોલીસે તેને ફગાવ્યો. તેમ છતાં સીમાએ વારાણસીમાં મોક્ષદાયિની ગંગામાં નિર્ભયની અસ્થિઓ વિસર્જિત કરીને પત્નીનો દરજ્જો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો.
દિકરીનુ ભવિષ્ય સુધારવામાં લાગી પૂર્વ દસ્યૂ રેનૂ
સીમા પરિહાર બાદ ડાકુ ચંદનની પત્ની રેનૂ યાદવનુ નામ સામે આવે છે. જેણે ચંદન યાદવ સાથેના સંબંધ થકી એક દિકરીને જન્મ આપ્યો. રેનૂ યાદવ ઔરૈયા જિલ્લાના જમાલીપુર ગામની રહેવાસી છે. રેનૂ સાથે સંબંધને લઈને ચંદન યાદવે જમાલીપુર ગામમાં ભીષણ અગ્નિકાંડને અંજામ આપ્યો હતો, જેની ગૂંજ ચારે બાજુ સંભળાઈ હતી. 5 જાન્યુઆરી 2005એ ચંદન યાદવને ઈટાવા પોલીસે તત્કાલીને એસએસપી ની અધ્યક્ષતામાં પોલીસે ઔરૈયા જિલ્લામાં મઈ ગામની કોતરોમાં એક અથડામણમાં મોતને ઘાટ ઉતાર્યો હતો.
દિકરાને સરકારી અધિકારી બનાવવા ઈચ્છે છે સુરેખા
ચંબલના ખૂંખાર ડાકુ સલીમ ગુર્જરની સાથે લગભગ પાંચ વર્ષ કોતરોમાં તેની પત્ની સુરેખા દિવાકર 14 વર્ષ જેલ કાપ્યા બાદ ગામની દિકરીઓને સિલાઈ શીખવાડીને ના માત્ર પોતાની જીંદગી પસાર કરી રહી છે પરંતુ પોતાના દિકરાના ભવિષ્યને પણ સવાર રહી છે. સહસો વિસ્તારના બદનપુરા નિવાસી સુરેખા દિવાકરના પિતા દેવીચરણ સહસો સ્ટેશનમાં ચોકીદાર હતા. પોલીસના બાતમીદારની શંકામાં 12 માર્ચ 1999એ ડાકુ પહલવાન ઉર્ફે સલીમ ગુર્જર 13 વર્ષીય સુરેખાને ઉઠાવી લઈ ગયો હતો. ત્યારે તે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી
સુરેખાને જંગલમાં લઈ જઈને સલીમે તેની સાથે લગ્ન કર્યા. વર્ષ 2004માં પ્રસવ માટે ભિંડના સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. 11 જૂને ધરપકડ કરી લીધી. સુરેખાએ 12 જૂને પોલીસ અભિરક્ષામાં દિકરા સૂરજને જન્મ આપ્યો. ઉરઈમાં 11, ભિંડમાં ત્રણ અને ઈટાવામાં 50થી વધારે ઘટનાના કેસ ચલાવાયા. 14 વર્ષ સુધી તે ત્રણેય જિલ્લાની જેલમાં રહ્યા. વર્ષ 2018માં પુરાવાઓના અભાવમાં કોર્ટે સુરેખાને નિર્દોષ જાહેર કરી મુક્ત કરી. ગામડે આવીને સુરેખા મજૂરી કરવાની સાથે ગામની દિકરીઓને ભરતકામ વણાટ, સિલાઈ શીખવાડવા લાગી. સુરેખાની ગણતરી સંભ્રાંત ગ્રામીણોમાં થવા લાગી. તેઓ પોતાના દિકરા સૂરજને ભણાવીને સરકારી અધિકારી બનાવવા ઈચ્છે છે. તેમનો દિકરો અત્યારે પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે.