By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજ્યની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓની વાંચન-ગણિત-વિજ્ઞાનને લગતી એબિલિટીઝના ઇન્ટરનેશનલ લેવલના એસેસમેન્ટ માટે PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ યોજાશે ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > રાજ્યની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓની વાંચન-ગણિત-વિજ્ઞાનને લગતી એબિલિટીઝના ઇન્ટરનેશનલ લેવલના એસેસમેન્ટ માટે PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ યોજાશે ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન
ગાંધીનગરગુજરાતશિક્ષણ

રાજ્યની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓની વાંચન-ગણિત-વિજ્ઞાનને લગતી એબિલિટીઝના ઇન્ટરનેશનલ લેવલના એસેસમેન્ટ માટે PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ યોજાશે ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન

Web Editor Panchat
Last updated: February 5, 2023 5:18 pm
Web Editor Panchat Published February 5, 2023
Share
SHARE

રાજ્યની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓની વાંચન-ગણિત-વિજ્ઞાનને લગતી એબિલિટીઝના ઇન્ટરનેશનલ લેવલના એસેસમેન્ટ માટે PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ યોજાશે ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન

 

ગુજરાતની ર૦ હજાર જેટલી સરકારી શાળાઓમાં અદ્યતન ફિઝીક્લ, ડિઝીટલ અને લર્નીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન દ્વારા દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’નો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સફળતાપૂર્વક અમલ થઇ રહ્યો છે.
સરકારી શાળાઓમાં ગ્રેડ એપ્રોપ્રિયેટ લર્નિંગ આઉટ કમ ના ઉમદા હેતુથી કાર્યરત આ મિશનની સફળતાને પગલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તાને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવાની વધુ એક અભિનવ પહેલ કરી છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થા ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ OECD સાથે ગાંધીનગરમાં એગ્રીમેન્ટ-કરાર કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને OECD પેરિસના ડાયરેક્ટર એન્ડ્રીઆસ સ્લાયશરની પ્રેરક ઉપસ્થિતીમાં આ એગ્રીમેન્ટ સંપન્ન થયા હતા.
આ સંસ્થા OECD દ્વારા વિશ્વભરમાં PISA-પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટનું આયોજન કરવામાં આવે છે. ૧પ વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓના ક્રિટીકલ થિન્કીંગ, પ્રોબ્લેમ સોલ્વીંગ અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન જેવી એબિલિટીઝના એસેસમેન્ટ માટે આ ટેસ્ટ યોજવામાં આવતી હોય છે

.
સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં ગ્રેડ એપ્રોપ્રિયેટ લર્નિંગ આઉટ કમ સાથોસાથ લાઇફ એપ્લિકેશન સ્કીલ ડેવલપમેન્ટ તેમજ વાંચન, ગણિત અને વિજ્ઞાનને લગતી એબિલિટીઝનું ઇન્ટરનેશનલ લેવલનું એસેસમેન્ટ થાય તેવા હેતુસર રાજ્યની સરકારી શાળાઓને પણ આ PISAમાં ભાગ લેવા સજ્જ કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિબદ્ધતાને રાજ્યના શિક્ષણ વિભાગે આ એગ્રીમેન્ટ દ્વારા વાસ્તવિક સ્વરૂપ આપવા દેશભરના રાજ્યોમાં પ્રથમ પ્રશસ્ય પહેલ કરી છે.
આવનારા સમયમાં ગુજરાતની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને PISAમાં સહભાગીતા માટે સક્ષમ બનાવવા PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ PBTS હવે આવી શાળાઓમાં લેવામાં આવશે.
PISA ટેસ્ટની મુખ્ય તૈયારીઓના ભાગરૂપે OECD દ્વારા આ પ્રકારની PBTSનું આયોજન કરવામાં આવે છે.
મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં આ માટેના એગ્રીમેન્ટ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે OECD સાથે કરવાના પરિણામ સ્વરૂપે હવે, રાજ્યની સરકારી શાળાઓમાં PBTSનું આયોજન કરાશે.
ગુજરાતમાં આવી PBTSનું આયોજન સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના ગ્રેડ એપ્રોપ્રિયેટ લર્નિંગ આઉટ કમ અને લાઇફ એપ્લિકેશન સ્કિલ્સ ઇન્ટરનેશનલ સ્તરના બનાવવામાં મહત્વપૂર્ણ પૂરવાર થશે.
આ પ્રસંગે OECDના ડાયરેક્ટર એન્ડ્રીઆસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં ચાલી રહેલા જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રોજેક્ટની પણ પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રયોગનું ઇન્ટરનેશનલ લેવલે અનુકરણ થઇ શકે તેમ છે.
OECD દ્વારા ગુજરાત સરકાર સાથે કરાયેલા PBTS અંગેના એગ્રીમેન્ટને કારણે રાજ્યની સરકારી શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગ્લોબલ સ્ટાર્ન્ડડ મુજબનું એક્સપોઝર મળશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
OECD જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા સાથે એગ્રીમેન્ટ કરનારા દેશના એક માત્ર રાજ્ય તરીકે ગુજરાતે આ ગૌરવ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં મેળવ્યું છે.
આ એગ્રીમેન્ટ પર ગુજરાત સરકાર વતી સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. રતનકંવર ગઢવીચારણ અને OECD વતી એન્ડ્રીઆસ સ્લાયશર તેમજ શ્રીયુત કેવીન ઓ’બ્રિને હસ્તાક્ષર કર્યા હતા અને એગ્રીમેન્ટ એક્સચેન્જ કર્યા હતા.
આ એગ્રીમેન્ટ સાઇનીંગ અવસરે શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર, રાજ્ય મંત્રી પ્રકુલભાઇ પાનસેરિયા, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ વિનોદ રાવ, મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ આ એગ્રીમેન્ટ સાઇનીંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી!

GP-SMASHની વધુ એક ઉલ્લેખનીય સફળતા: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બંને બાળકોને સુરક્ષિત કરી, માતાની શોધખોળ માટે ત્વરિત કાર્યવાહી

આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી

ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !! અર્બન હિટ આયલેન્ડ શહેરોમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે

કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, બન્ને મળીને જનતાને લૂંટે છે : અરવિંદ કેજરીવાલ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
gandhinagar govt gujarat જાણવા જેવું
ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો, આવક ₹9000 કરોડને પાર
ahmedabad coopretive gandhinagar govt gujarat
ગુજરાત PCIના વડા મોન્ટુ પટેલ સામે કૌભાંડના આરોપો, લાંચ લેવા મુદ્દે સીબીઆઇના દરોડા !
અમદાવાદ ઇન્ડિયા કાયદો ક્રાઈમ ગુજરાત
વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ
ગવર્મેન્ટ ગુજરાત વડોદરા
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?