By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જિનલની બચાવો જિંદગી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > જિનલની બચાવો જિંદગી
અમદાવાદગુજરાતજાણવા જેવું

જિનલની બચાવો જિંદગી

Web Editor Panchat
Last updated: August 25, 2022 1:23 pm
Web Editor Panchat Published August 25, 2022
Share
SHARE

 

 

 

જિનલની બચાવો જિંદગી

એ ચારેક મહિનાની માંડ હતી.હતીય સાવ રુ ના પોલ જેવી પોચી પોચી. આંખોના પોપચા પણ હજુ પૂરા ખૂલ્યા ના હતા. ને એની મલમલ જેવી કોમળ ગુલાબી હથેળીઓ પણ નાનકડા શિશુની સતત બંધ હાલતમાં હોય એમ મૂઠીવાળેલી બંધ જ હતી. એની હસ્તરેખાઓ પણ પૂરી વિકસિત થઈ ના હતી કે જોઈ જાણતલ જોષીડો એના ભાગ્ય જોઈ શકે.

એક સવારે એની મમતાળુ મમ્મી ‘ને સેવાભાવી પપ્પા અને મા જેવું જ વહાલ વેરતા મામા એને લઈને રાજકોટ ઉપડયા. ને એય તે વળી મોપેડમાં. ત્રણ જણાની સવારી લઈ મોપેડ તો ઉપડયું. એની મમ્મી એને ગોદમાં ઢબુરી પ્રેમાળ પતિની પાછળ બેઠી,ને મમ્મી પાછળ નાનકડા મામા પણ બેઠા, વાંકાનેર વટી ગયા ને કુવાડવા તરફનો રસ્તો પસાર કરતા હતા, ને શું થયું કે એ માસુમ ફૂલપરીના પપ્પાએ મોપેડ પરથી કાબુ ગુમાવ્યો. ને એ સીધા જ મોપેડ સહિત રસ્તા પરના માઈલસ્ટોન સાથે ટકરાયા. એ માસુમ પરીની માતા કે મામાને ઉની આંચ ના આવી, કે ના એ ફૂલ શી કળીને જરા અમથી ખરોચ પણ આવી. પણ ભયંકર ખરોચ તો બંને મા દીકરી પર ઉપરવાળાએ નાખી, ને તત્ક્ષણ ને નાનકડી ફૂલપરીના પપ્પાનું પ્રાણપંખેરુ ઉડી ગયું.

હા હું વાત કરી રહી છું વાંકાનેરની તેજસ્વી દીકરી જીનલની .જીનલની માતા પર આભ તૂટી પડયું. પતિ બળદેવભાઈ ખૂબ પ્રેમાળ હતા. જીનલની માતા ગોદાવરીબેનને ખૂબ સાચવતા.બંને પતિ પત્ની વચ્ચે અઢળક પ્રેમ. જીનલના પપ્પા બીજા લોકો તરફ પણ એટલા જ પ્રેમાળ. સેવાભાવી એવા કે અરધી રાતે કોઈને જરુર પડે કે તરત જ દોડયા જાય. પોતે બ્લડ બેંકમાં નોકરી કરતા હતા, ને આપણી આ કથાની રાજકુમારીના મમ્મી આંગણવાડી માં વર્કર. પગારમાં તો શું હોય? પેલા માઈલસ્ટોન સાથે બળદેવભાઈનું માથું ટકરાયું ને મા દીકરીના જીવનમાંથી કાયમને માટે દૂર થઈ ગયા.

સેન્ટ્રલ જેલના બિગ બોસ કોણ, પોલીસ કે વહીવટદારો- ગૃહ વિભાગે સોપી તપાસ

 

 

હા હું વાત કરી રહી છું
ગઈકાલે મેં જે જીનલના ફોટા મૂકીને મદદ માટે ની લીંક શેર કરી છે એ જીનલની. જીનલે તો પિતાનું મોઢુ પણ જોયુ કે ઓળખ્યુ ન હતું એવડી એની ઉંમર હતી.ચારેક માસની જીનલ અને એની મમ્મીના જીવનમાં પેલા માઈલસ્ટોને સંપૂર્ણ અંધકાર પાથરી દીધો હતો.

આ વસમા આઘાતની કળ વળતા જીનલના મમ્મીને બહુ સમય લાગ્યો.પતિ એટલો પ્રેમાળ હતો કે એની ખોટ બીજો કોઈ જ પુરુષ કદી પૂરી કરી શકે એમ ના હતો. ને પતિના પ્રેમની નિશાની ચારેક માસની જીનલ ગોદાવરીબેનના ખોળામાં હતી. જીનલના મમ્મીએ મન કાઠું કરી દીકરી માટે જીવવા ઝઝૂમવા હિંમત એકઠી કરી લીધી. હવે એકલા હાથે જીવી જીનલને ઉછેરવાની હતી. પતિ ખોયો, પણ નાના નાનીની હૂંફાળી છાંયા, માયા જીનલ અને એના મમ્મીને જીવનભર મળ્યા. પણ દીકરીની માથેથી છીનવાયેલું પિતાનું છત્ર ,ને ગોદાવરી બહેનનો પતિનો છૂટી ગયેલો સાથ કોઈ ભરપાય કરી શકે એમ ન હતું. આંગણવાડી ની નાની એવી નોકરી કરતા કરતા સતિ સમા ગોદાવરી બહેને જીનલને પેટો પાટા બાંધી ભણાવી. દીકરીની જન્મવેળા એજ બળદેવભાઈએ રાજી થઈ ગોદાવરી બહેનને કહેલું,” આપણે આપણી જીનલને ડૉક્ટર બનાવીશું.”

આ સપનું સેવનાર પિતા તો કુદરતના ધામમાં ગયા હતા..હવે એ સપનું પુરુ કરવા જીનલની માતાએ કમર કસી હતી.ને જીનલ હતી પણ તેજસ્વી.ધો.12 સાયન્સ રાજકોટની અક્ષર સ્કુલમાં પૂરુ કર્યુ.ડૉકટર બનવામાં થોડાક જ માર્કસ ખૂટયા ને રાજકોટના આત્મીય એજ્યુકેશન વાળા ચિરાગભાઈએ હેલ્પ કરીને ફિલિપાઇન્સ મોકલી.ત્યાં એક વરસ મેડિકલનું પુરુ થયું ના થયું ત્યાં જીનલ અને એની માતાને કુદરતે બીજો કારમો ફટકો એ આપ્યો કે જીનલના હદય અને ફેફસા બંને કામ કરવાનો નનૈયો ભણવા લાગ્યા. ફિલિપાઈન્સમાં જ ચેકઅપ થયું જે થથરાવી મૂકે તેવું હતું. અંતે અભ્યાસ અધુરો છોડી અંધકાર ઓઢી જીનલ વાંકાનેર પરત ફરી. વારંવારની મેડિકલ તપાસને અંતે દરેક ડૉકટરોએ એક જ ઈલાજ કહયો, જીનલને બચાવવી હશે તો હાર્ટ ને ફેફસા બંને બદલવા પડશે. ઓપરેશનનો ખર્ચ સાંભળી જીનલની માતાની આંખે અંધારા આવી ગયા. 35 લાખ ખાલી ઓપરેશનના હતા. આટલા રુપિયા લાવવા કયાંથી? જીનલની માતાએ મન મકકમ કરી જયાં શકય લાગ્યુ ત્યાં મદદ માટે ધા નાખી. ગુજરાત સરકાર શ્રીમાં પણ રજુઆત કરી. સરકાર તરફથી દસ લાખની સહાય મળે છે. બાકીના પચ્ચીસ લાખ કયાંથી લાવવા? પતિના અકસ્માતે અવસાન પછી ગોદાવરી બેનનું જીવન જ જીનલ હતી.કુદરતને ગોદાવરીબેનનું એ સુખ પણ જાણે કે મંજૂર ન હતું.રુપાળી પરી જેવી મીઠડી જીનલ છેલ્લા બે વરસમાં તદન સુકાઈ ગઈ છે.એને અમુક દવાઓ ને ડૉકટરની સુચના મુજબના ખોરાકથી ગોદાવરી બેન જીવાડી રહયા છે. વાંકાનેરના અમુક સેવાભાવી લોકોએ ફૂલ નહી તો ફુલની પાંદડી ની મદદ આપી છે. પણ મિત્રો જલ્દી પચીસ લાખ એકઠા થાય તો જ જીનલનું ઓપરેશન શક્ય બનશે ને ઓપરેશન થશે તો જ જીનલને નવ જીવન મળશે. ગોદાવરી છેલ્લા બે વરસમાં બાંસઠ વરસના હોય એવા બની ગયા છે. દીકરીની ચિંતા પીડાએ ગોદાવરી બેનના ચહેરાને સુકવી નાખ્યો છે, પણ મન મકકમ કરી એ હિંમતપૂર્વક લડી રહયા છે. મિત્રો હું ગોદાવરી બહેનને બહુ નજીકથી જાણુ છું .આંગણવાડી ની નોકરીનો ટૂંકો પગાર તો જીનલની દવા ને અમુક પ્રકારના જ ખોરાક ને ફ્રુટસ, ચેકઅપ માટે અમદાવાદના ભાડાભથ્થામાં જ ઓહિયા થઈ જાય છે.

જીનલને જીવવું છે, ને આપણે બધા તેને થોડી થોડી હેલ્પ કરીશું તો જીનલ જીવી જશે. મિત્રો તમને બધાને હું બે હાથ જોડી વિનંતી કરુ છું કે આપણે બધા જ શક્ય એટલી જીનલને હેલ્પ કરીએ. સાથે હું ફરીથી આ લીંક શેર કરુ છું.

મને ભરપૂર શ્રધ્ધા છે કે જીનલના ઓપરેશન માટે ખૂટતી રકમ પચ્ચીસ લાખ આપ સૌની સહાયથી વહેલી તકે મળી જશે…

જીનલ માટે પરિવારે લંબાવેલ મદદનો હાથ ખાલી નહીં જાય…

આભાર સહ…..

આ લીંક વધુમાં વધુ શેર કરી આ ગરીબ બાળકી જીનલ બળદેવભાઈ ચાવડા (રહે. વાંકાનેર, જી.મોરબી) ને હૃદય અને ફેફસાં ના ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ કરવા વિનંતી છે, જેને ફેફસાં અને હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કુલ 35 લાખ ખર્ચ થનાર છે.

બાળકી ખુબ ગરીબ પરિવાર માં થી આવે છે અને વિધવા માતા ની દીકરી છે, તેના માતા આંગણવાડી વર્કર છે. દીકરી ભણવામાં ખુબ હોશિયાર છે, તેને મેડિકલ માં એડમીશન પણ મળ્યું હતું પરંતુ હાર્ટ અને ફેફસાં ની ગંભીર બીમારી થતાં 3 વર્ષ થી પથારીવશ છે.

આ બાળકી ની સારવાર સોલા, અમદાવાદ શહેરની CIMS હોસ્પિટલ માં ડૉ.ધવલ નાયક ની દેખરેખ હેઠળ ચાલે છે, અને બાળકી ના ટ્રાન્સપ્લાન્ટ ખર્ચ એકઠો કરવા અને બાળકી ને સાજી કરવા CIMS હોસ્પિટલ, ઇમ્પેક્ટ ગુરૂ સંસ્થા અને અગ્રણી સામાજિક આગેવાન અરવિંદ કતપરા વગેરે એ બીડું ઉઠાવ્યું છે. જીનલ ના કેસ ને લઇ ને જ ભાજપ ગુજરાત પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રદેશ કાર્યાલય મંત્રી શ્રી અરવિંદ કતપરા અને CIMS હોસ્પિટલના ડૉ.ધવલ નાયક ની અસરકારક રજૂઆત ને પગલે તત્કાલીન મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી દ્વારા હાર્ટ અને ફેફસાં ના ટ્રાન્સપ્લાન્ટ માટે ચોક્કસ નીતિ બનાવી સહાય આપવાનો નિર્ણય કરવામાં આવેલ, જીનલ ની CM ફંડ માં થી સહાય મેળવવાની અરજી ટેકનિકલ કારણોસર અગાઉ રદ કરવામાં આવી હતી જે અરવિંદ કતપરા એ તાત્કાલિક ત્યાર ના CM વિજયભાઈ રૂપાણી ને રૂબરૂ મળી પુનઃ મંજૂર કરાવેલ.

Only A Lung And Heart Transplant Can Save My 21 Y/O Niece Jinal

Arvind Kumar m katapara wants to raise funds to help his Jinal Baldevbhai Chavada to undergo heart and lung transplant. Your donation can guide them to reach their fund goals. Please help.

Read More: http://impactguru.com/s/yQclY5

Donate Here: http://impactguru.com/s/Am4UGW

NEFT / IMPS / RTGS
(Transfers to this account number would be allowed from Banks in India only)
===========================
Account number: 2223330003386337
Account name: Jinal Baldevbhai Chavada
IFSC code: RATN0VAAPIS
Bank Name: RBL Bank
===========================

————————————-
UPI Handle:
assist.jinal10@icici
Pay via GooglePay / PhonePe / UPI (Android Only): http://impactguru.com/s/ok10dn
————————————-
Donations via ICICI UPI and RBL Bank Transfers are safe with ImpactGuru.

Indian tax benefits available

#ImpactGuru
#CIMS #Hospital
#drdhavalnayak
#Jinal #Jeenal
#Heart #Lung #transplant

gitaben vankar 9408787600

બહુચરાજી ટ્રસ્ટ માં નિમણુંક કરતા ભાજપ ના નેતાઓ માં કહી ખુશી કહી ગમ

સેન્ટ્રલ જેલના બિગ બોસ કોણ, પોલીસ કે વહીવટદારો- ગૃહ વિભાગે સોપી તપાસ

ગુજરાત સરકારના કયા કેબીનેટ પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતો પત્ર થયો વાયરલ

You Might Also Like

વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ

એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ

સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર ૨૦૦ દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ

AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત

TAGGED:arvind katparabhupendra patelcmo gujaratjinal vankarPMO Indiasims hospitalvankaner
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી
ગુજરાત ધર્મ દર્શન સમસ્યા
રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર
ગુજરાત ભારે વરસાદ સમસ્યા હવામાન
વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ માં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવા મજબૂર
ગુજરાત બોટાદ સમસ્યા
ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’ ખાતે પણ શરૂ થશે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો
ગવર્મેન્ટ ગુજરાત ધર્મ દર્શન
કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટી કાયદો ગુજરાત ભાજપ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?