સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશન બનાવવાને લઇને અધિકારીઓને આપી આ સલાહ
એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !
અમદાવાદમાં ઈલેકટ્રીક વાહનનોને પ્રોત્સાહન આપવાની પોલસીની જાહેરાત બાદ ચાર્જિંગ સ્ટેશન માટે જગ્યા ફાળવણીને લઈ વિવાદ શરુ થયો છે.મ્યુનિ.ના એક ઉચ્ચ અધિકારી દ્વારા ચાર્જિંગ સ્ટેશન માટે જગ્યા ફાળવણીને લઈ માનીતી કંપનીઓને પ્રાધાન્ય આપવામાં આવતુ હોવાનું ધ્યાન ઉપર આવતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને અધિકારીને સ્પષ્ટ શબ્દોમાં ચાર્જિંગ સ્ટેશનમાં કોઈ એક કંપનીની મોનોપોલી ન રહે તે જોવા તાકીદ કરી હતી.ઓઢવ આવાસ યોજના મામલે થયેલા વિવાદ બાદ સ્ટેન્ડીંગ કમિટીના સભ્યે આ અંગે રીપોર્ટ માંગતા આગામી બેઠકમાં રીપોર્ટ રજૂ કરાશે.
શહેરમાં ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા વિવિધ વિસ્તારમાં પહેલા સ્ટેજમાં સો જેટલા ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.દરમ્યાન મ્યુનિ.ના એક ઉચ્ચ અધિકારી દ્વારા અમુક જ કંપનીઓ તરફથી ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે કરવામાં આવેલી અરજીઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરાતુ હોવાની રજૂઆત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુધી પહોંચતા ચેરમેને આ અધિકારીને સાફ શબ્દોમાં કહ્યુ, ભવિષ્યનો વિચાર કરી ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે જે કોઈ પણ કંપનીની અરજી આવે એ તમામને સરખો ન્યાય આપવાનુ રાખજો.અમદાવાદમાં ચાર્જિંગ સ્ટેશન માટે કોઈ એક કંપનીની મોનોપોલી રહેવી ના જોઈએ.
પરિવારની ચારેય દિકરીઓ માનસિક દિવ્યાંગ છે-ઇશ્વર આવી પરિસ્થિતિ કોઇને ન આપે-મિત્તલ પટેલ
દરમ્યાન ઓઢવ ખાતે બનાવાયેલા ઈન્દિરા આવાસમાં પહેલા મંજુર કરાયેલા પ્લાનમાં દુકાનો પહેલા માળે બનાવાની હતી.બાદમાં મળેલી રજૂઆત બાદ ભોયતળિયે દુકાનો બનાવવામાં આવી હતી.આ પરિસ્થિતિમાં પહેલા માળ માટે કયા પ્રકારની મંજુરી અપાઈ હતી.આ મામલે સત્તાધીશો કોઈ જવાબ આપી શકયા નહોતા.સ્ટેન્ડીંગ કમિટીના સભ્યે આ અંગે તંત્રના સંબંધિત અધિકારી પાસે વિગતવાર રીપોર્ટ માંગ્યા છે
પોતાના સાથી સાથે ઇન્ટીમેટ થવા કયા પ્રકારના ઇનરવેર પહેરવા-જાણો અહી
મ્યુનિ.એ બનાવેલા પ્રોજેકટમાં ઝડપથી બી.યુ.મળે એવી કાર્યવાહી કરો
હાઈકોર્ટ દ્વારા શહેરમાં બંધાયેલા બિલ્ડિંગોમાં બિલ્ડિંગ યુઝ પરમીશન ન હોય એવા બિલ્ડિંગો સામે કડક કાર્યવાહી કરવા મ્યુનિ.તંત્રને આદેશ આપેલા છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશને જ વિવિધ પ્રોજેકટ હેઠળ બાંધેલા બાંધકામોને બિલ્ડિંગ યુઝ પરમીશન ઝડપથી મળી રહે એ માટે એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીને સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી.