રાજ્ય પોલીસ ભેંસોના કતલ પર પાસાને લઇને બદલી શકે છે નિર્યણ !
ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !
ગુજરાતમાં જે રીતે પોલીસે ભેંસો અથવા ભેંસ વંશના કતલને લઇને જે રીતે પરિપત્ર કર્યો હતો,, તેને લઇને સમગ્ર રાજ્યમાં મુસ્લિમ સમાજમાં વિરોધનો સુર ઉદ્ભવ્યો હતો,
કારણ કે આમાં સીધી રીતે પાસાની જોગવાઇ કરાઇ છે,, ત્યારે હવે રાજ્યભરમાં મુસ્લિમ સમાજના આવેદન પત્ર અને વિરોધ બાદ હવે પોલીસ વિભાગે વિરોધ અને નારાજગી
અંગે ગૃહ વિભાગમાં રિપોર્ટ મોકલી આપ્યો છે, સાથે ઇન્ટેલીજન્સ વિભાગે મુસ્લિમ સમુદાયની નારાજગીની વાત ગૃહ વિભાગ સુધી પહોચાડી દીધુ,જેથી લાગે છે કે
ઇદ દરમિયાન આ અંગે છુટ છાટ અપાઇ,,તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહ્યુ છે
હાર્દીક પટેલની શુભેચ્છા નિતિન ગડકરીને કેમ પડી ભારે, લોકોએ કેમ બજાવી બેન્ડ !
ગુજરાત પોલીસે 11 મેના દિવસે ભેસો અને ભેસ વંશના ગેર કાયદે કતલને અટકાવવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો,ત્યારે તેને લઇને સમગ્ર ગુજરાતભરમાં મુસ્લિમ સમુદાયમાં
વિરોધ શરુ થયો હતો, અમદાવાદ,સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર મુસ્લિમ સમાજેે વિરોધ નોધાવ્યો હતો, કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યોએ પણ આ પરિપત્રનો વિરોધ કર્યો હતો
મુસ્લિમ સમુદાયના આગેવાનોનો કહેવુ હતુ કે જુનમાં ઇદ આવવાની છે,,તેવા સમયમાં પશુઓના હેરફેરની ઘટનાઓ વધતી હોય છે, આ તહેવાર પર કુર્બાનીનું મહત્વ હોય છે,
ત્યારે આવી સ્થિતિમાં પોલીસના વિભાગ આ પરિપત્રના માધ્યમથી ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે આ પરિપત્રમાં સુધારો કરવાની જરુર છે,
ભાજપના સિનયિર નેતાઓ ક્યા જુનિયર નેતાને ટ્ટીટર ઉપર આપી સત્ય બોલવાની સલાહ
આમ તો સરકારના સુત્રો સ્વયં માને છે કે પશુ અત્યાચાર નિયત્રણ કાયદા હેઠળ ધાર્મિક કાર્યોના કેટલાક કિસ્સાઓમાં પશુઓના હેરફેર માટે છુટ છાટ અપાઇ છે,તેવા સંજોગોમાં તમામ
ઘટના ક્રમ ઉપર પોલીસ અને ગૃહ વિભાગ નજર રાખી રહ્યા છે, સમગ્ર રાજ્યમાં આઇબીએ પણ મુસ્લિમ સમુદાયના નારાજગીને લઇને રિપોર્ટ ગૃહ વિભાગમાં સબમિટ કરી દીધુ છે,
તેવા સંજોગોમાં હવે ઇદ દરમિયાન છુટ છાટની આપવાની સંભાવના અત્યારે સામે આવી રહી છે, છતાં કયા શરતોના આધીન છુટ છાટ અપાય તેને લઇને ચર્ચાઓ આખરી થવાના બાકી છે,