Uncategorized
તક્ષશિલા અગ્નિકાંડના યોધ્ધાની છે કરુણ સ્થિતિ-પરિવારને ટેકો થાય તે માટે મદદની થઇ રહી છે અપીલ !
Published
1 year agoon

તક્ષશિલા અગ્નિકાંડના યોધ્ધાની છે કરુણ સ્થિતિ-પરિવારને ટેકો થાય તે માટે મદદની થઇ રહી છે અપીલ !
સુરતના તક્ષશિલા અગ્નિકાંડ ની એ ગોઝારી ઘટનાને આજે ત્રણ વર્ષ પુરા થયા. 24 નિર્દોષ માસુમોનો ભોગ લેનાર આ દુર્ઘટના ના પડઘા આખા દેશ અને દુનિયામાં પડ્યા. ભોગ બનનારા ના પરિવાર ની વેદના અસહ્ય છે જે કદીય ભુલી શકાય તેમ નથી.
આજે વાત કરવી છે એક એવા યોધ્ધા ની જે પોતાની જાનના જોખમે અનેક માસુમોની મદદ કરવા દોડી ગયો અને તેની પોતાની જિંદગી ડોખજ બની ગઈ.
નરેશ પટેલ ક્યાં અટવાયા-એક પાર્ટીની ઓફર ગમતી નથી,બીજા ઉપર તેમને વિશ્વાસ નથી !
સુરતના લસકાના વિસ્તારમાં રહેતા 24 વર્ષીય તરવરિયા યુવાન જતીન નાકરાની તક્ષશિલા આર્કેડ ના બીજા માળે ફેશન ઇન્સ્ટિટયૂટ ચલાવતા હતા. તક્ષશિલા માં આગ લાગતા જતીને પરિસ્થિતિ ની ગંભીરતા ને સમજી તાત્કાલિક પોતાના સ્ટાફની સાથે ચોથા માળે પહોંચી એક પછી એક 15 વ્યકિતઓ ને બારી વાટે બહાર નીકળવામાં મદદ કરી પણ તે દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પોતાને બહાર નીકળવા માટે અન્ય કોઇ વિકલ્પ નહીં દેખાતા આ રિયલ લાઈફ હીરો એ ચોથા માળેથી નીચે કૂદકો માર્યો જેમાં તેને માથાં, હાથ અને પાસળીઓમાં ગંભીર ઇજાઓ થઈ.
ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !
બે બહેનોનો એકનો એક ભાઈ જતીન આ દુર્ઘટનામાં બચી તો ગયો પરંતુ પોતાની યાદદાસ્ત ગુમાવી દીધી. અસંખ્ય ઇજાઓ અને વેદના સહન કરતાં તે ઘણો સમય હોસ્પિટલમાં રહ્યો. પરંતુ હજુ પણ પથારીવશ જ છે. તેને કંઈપણ યાદ નથી પણ એક જ શબ્દ તક્ષશિલા સાંભળીને તે બેકાબૂ બની ચીસો પાડવા લાગે છે, ડરી જાય છે, બહાવરો-બેબાકળો બની જાય છે.
અગ્નિ કાંડ માં તેની ઓફીસ બળી ને ખાક થઈ ગઈ જેમાં લગભગ 1 કરોડ રૂપિયા ઉપરાંત નું આર્થિક નુકસાન થયું. દવાખાના ના તોતિંગ ખર્ચાએ ઘરને આર્થિક રીતે પાયમાલ કરી દીધું અને હસતા ખેલતા આ પરિવારને ખાવા ના પણ ફાંફા પડી ગયા
જતીન ને એક મિનીટ પણ એકલા મૂકી શકાય તેમ ન હોવાથી તેના પિતા ભરતભાઇ એ સતત તેની સાથે રહેવું પડે છે.
આમ ઘરમાં કમાનાર કોઈ ના રહેતા પરિવાર માનસિક રીતે તૂટી પડ્યો.
ખરેખર તો બહાદુરી માટે ના પુરસ્કાર ગેલેન્ટ્રી એવોર્ડ ના હક્કદાર એવા આ સાચા ફાઇટર ની પીડા, તેના માતાપિતા ની વેદના અને બહેનોનું દુખ અસહ્ય છે.
અમે સમાજને અપીલ કરીએ છે કે આ પરિવાર ને આપણે સૌ સાથે મળીને શક્ય તેટલી વધારે માં વધારે મદદ કરીએ જેથી જતીનભાઈ ની વધારે સારી રીતે સારવાર થઈ શકે અને પરિવાર ને ટેકો થાય
શહેર ની પ્રતિષ્ઠિત ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરિયર ફાઉન્ડેશન(DICF) સંસ્થા એ દાતાશ્રીઓના સહયોગ થી જતીનભાઈ ના પરિવાર ને ઘણી આર્થિક સહાય કરી છે. આપ સૌ ને Dicf વતી અમે સૌ હાર્દિક અપીલ કરીએ છીએ કે આપ સૌ પણ આ પરિવાર ને શક્ય તેટલી ફૂલ નહીં તો ફુલ ની પાંખડી મદદ કરશો અને જતીનભાઈ ને યોગ્ય સારવાર મળે તથા તેઓ જલ્દીથી સાજા થાય તેવી ઈશ્વર ને પ્રાર્થના કરીએ. આજ આપણી તક્ષશિલા કાંડ નો ભોગ બનેલા માસુમોંને સાચી શ્રધાંજલિ🙏🌹🙏
જતીનભાઈ ના પિતા ભરતભાઇ નો કોન્ટેક્ટ :9624695722
You may like
-
ભાજપ ના જાણીતા નેતા વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને વિશ્વ ના જાણીતા કોમેડિયન ધારશીભાઇ બેરડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
-
આપ અને મોંઘવારીનો ઓછાયો ભાજપની કારોબારીમાં કેમ દેખાયો !
-
ઉદ્ધવ ઠાકરે સરકારની ગુજરાતના એક નેતાએ કેવી રીતે વધારી મુશ્કેલી !
-
વાઘાણીએ સીઆર પાટીલના નામે કેમ કર્યો બદલી માટે ફોન !
-
જાહેર સલામતી માટે રાજ્ય સરકારે નાગરિકો પાસેથી કેમ માંગ્યા સૂચનો
-
ગાંધીનગરથી રાજકોટને ડર કેમ લાગ્યો !
Uncategorized
સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારે શું કર્યું ?
Published
7 months agoon
March 4, 2023
સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરાઈ
રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવવાનો નિર્ણય લીધો છે. આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.
સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી આ S.I.T માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ
SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અધ્યક્ષ તરીકે સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકશ્રી હશે. તે ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક તેમજ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ અધીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટરશ્રી હશે. ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધીક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.
ગૃહ વિભાગે બનાવેલી SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરવાની રહેશે.
Uncategorized
કિસાનો માટે કલ્યાણકારી અને લાંબા ગાળાના લાભો આપનારું બજેટ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Published
7 months agoon
February 24, 2023
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભો આપનારું અંદાજપત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો પ્રેરિત થાય એવા પ્રયત્નો કરીને, ખેડૂતોની આવક બમણી કરવા સરકારે વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેવાની પ્રતિબદ્ધતા આ અંદાજપત્રમાં વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અમૃતકાળ માટે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતા અંદાજપત્ર માટે અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સંલગ્ન પ્રશિક્ષણ અને કૃષિ, મત્સ્યોદ્યોગના વિસ્તરણ-સંશોધન માટે કાર્યરત ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 1,153 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે, જે આવકાર્ય છે. આ જોગવાઈથી ખેડૂતોની આવતીકાલ વધુ ઉજ્જવળ બનશે.
ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટીગ્રેશન મિશન- TALIM યોજના પણ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 203 કરોડની ફાળવણી કરાઈ છે, જેનાથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા અને દેશી ગાયોની જાળવણી કરવા પ્રોત્સાહિત થશે.

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !
ગુજરાત સરકારનું ગૃહ વિભાગ હવે વડા પ્રધાન નરેન્દ્રમોદીના આત્મ નિર્ભર ભારતના સ્વપ્ન ને સાકાર કરવા તરફ વધી રહી છે,, સુત્રોની માનીએ તો ગૃહ વિભાગ ખાસ પ્લાન તૈયાર કરાયો છે, જેની બજેટ સત્રમાં જાહેરાત થઇ શકે છે,
ગૃહ વિભાગે જે પ્લાન બનાવ્યો છે તે મુજબ આગામી સમયમાં રાજ્યના 100થી વધુ નવા પોલીસ સ્ટેશનો બનશે, તે આત્મ નિર્ભર બનશે, જેના માટે ખાસ તૈયારી ગૃહ વિભાગે કરી છે,આ પ્લાનિંગમાં પોલીસ વિભાગ સાથે જન ભાગીદારીથી પોલીસ સ્ટેશનોનું નિર્માણ થશે, એટલુ જ નહી પોલીસ સ્ટેશનના ખર્ચમાં ઘટાડો થાયતે માટે સો થી વધુ પોલીસ સ્ટેશનમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના કારણે વિજ ખર્ચમાં ઘટાડો થશે, આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં મેન્ટનંસનો ખર્ચો ઉઠાવવો ન પડે તે માટે પોલીસ સ્ટેશનોમાં એટીએમ,બેંક,જેવી જાહેર સુવિધઓ ઉભી કરાશે, જે ગુજરાત સરકારનો પ્રથમ પ્રયોગ હશે, જેનાથી સરકારની તિજોરી ઉપર ભારણ ઘટશે,

ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું

બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
Trending
-
અમદાવાદ2 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ2 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ2 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત2 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા2 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર1 year ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ2 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ1 year ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ