સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. ભારત સરકારની નવરત્ન કંપની NBCCએ ભરતી બહાર પાડી છે. એનબીસીસીએ એક ભરતી નોટિફિકેશન (NBCC Recruitment 2022) બહાર પાડી છે. જે મુજબ ઉમેદવારો 14 એપ્રિલ, 2022 સુધી આ ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 81 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો NBCCની સત્તવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.
ખાલી જગ્યા
– જુનિયર એન્જિનિયર (સિવિલ)- 60
– જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)- 20
– ડેપ્યુટી જનરલ મેનેજર- 1
વયમર્યાદા
એનબીસીસી જેઇની ભરતી માટે વયમર્યાદા 28 વર્ષ છે, જ્યારે એનબીસીસી ડીજીએમ પોસ્ટ્સ માટે વયમર્યાદા 46 વર્ષ છે.
શૈક્ષણિક લાયકાત
જુનિયર એન્જિનિયર (સિવિલ)ની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે 60% કુલ ગુણ સાથે સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ફુલ-ટાઇમ ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ.
તો જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે 60% કુલ ગુણ સાથે સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ફુલ-ટાઇમ ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ.
ડેપ્યુટી જનરલ મેનેજરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે 60% કુલ ગુણ સાથે સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, જ્યારે ઉમેદવાર પાસે 9 વર્ષનો અનુભવ હોવો પણ જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા
જૂનિયર એન્જિયરની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે, જ્યારે ડેપ્યુટી જનરલ મેનેજરની પસંદગી ઈન્ટરવ્યૂં દ્વારા કરવામાં આવશે.
પગાર ધોરણ
જે લોકોને એનબીસીસી જેઈ પોસ્ટ્સ માટે પસંદ કરવામાં આવશે તેમને પગાર તરીકે રૂ. 27270 ચૂકવવામાં આવશે અને ડીજીએમના પદ માટે 70,000થી 2,00,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.
અરજી ફી
આ ભરતી માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ફી પેટે રૂ.500 ચૂકવવાના રહેશે. જ્યારે SC, ST, PWD, અને વિભાગીય ઉમેદવારો માટે કોઇ જ ફી રાખવામાં આવી નથી