આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી સરકાર જાહેર કરશે
રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ટ્રાફિક પોલિસીની જાહેરાત કરવામાં આવશે સૂત્રોની વાત સાચી માનીએ તો જેમાં ફરજીયાત પ્રમાણે તમામ દ્રિચક્રીય વાહન ચાલકો માટે હેલ્મેટ કરાશે હવેથી નહીં પહેરનાર ને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવામાં આવશે.એટલુંજ નહીં ટ્રાફિકના નિયમોનો નો ભંગ કરનારના ઘરે ઈ મેંમોં મોકલવામાં આવશે.સાથે સાથે ફોર વહીલર ચાલકો માટે ફરજીયાત સીટ બેલ્ટનો અમલ કરાવવામાં આવશે.રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ છે અકસ્માતને કારણે મૃત્યુની સંખ્યામાં થઇ રહેલા વધારાને છે..મૃત્યુ પામનાર વાહન ચાલકોના કિસ્સામાં મોટાભાગે વાહન ચાલકે હેલ્મેટ પહેરેલ નહીં હોવાનું જોવા મળ્યું છે..ત્યારે રોડ સેફટી પોલીસી અને ટ્રાફિક પોલિસી નાગરિકોના વ્યાપક હિતમાં મોટાપાયે ફેરફારો કરવામાં આવશે.